________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૯
પ્રવચન નં. – ૧૦ અવસ્થા દુઃખને ભોગવે છે, પણ આત્મા (દ્રવ્ય-સ્વભાવ) દુઃખને ભોગવતો નથી, વ્યવહારનયનું કથન છે. દુઃખને ભોગવતો નથી “નથી ભોક્તા' (અવેદક છે ) એ નિશ્ચયનયનું કથન છે. આત્મા અભોક્તા છે.
આવું ભેદજ્ઞાન વારંવાર (નિરંતર) કરવું! વ્યવહાર નયના કથનના કાળમાં પણ એમાંથી નિશ્ચય કાઢવો, તો એકતા (બુદ્ધિ ) નહીં થાય! દુઃખની સાથે! તો દુઃખ પ્રત્યે તેને સમતા રહેશે, દુઃખ વખતે એને સમતા રહેશે! દુઃખ પર્યાયમાં છે મારા સ્વરૂપમાં નથી. હું તો સુખનો સાગર છું, ઠસોઠસ સુખ ભર્યું છે હું સુખમય છું, દુઃખમય નથી. આહા...હા!
“અર્થાત્ સંબંધ વિનાનો તટસ્થ છે.' ઉદાસીનનો અર્થ કર્યો...કાંઈ સંબંધ નથી, આત્માને પરની સાથે કાંઈ સંબંધ નથી. આહા! (મોહ છેતરે) પરસ્પર સંબંધ છે કે નથી? આ સમાજની હારે કોઈ સંબંધ છે કે નહીં ?
તારો સમાજ (ગુણોનો ભંડાર) અહીં અંદરમાં છે. ઓલો સમાજ ક્યાં તારો છે? ક્યાં વયો ગયો તું? પ્રમાણની બહાર!! એવી વસ્તુ સ્થિતિ છે તો પણ જે રાગ-દ્વેષ થાય છે તે અજ્ઞાન છે, રાગ-દ્વેષ પર્યાયમાં થાય છે તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું?
કે જાણે છે પોતાને સમયે સમયે અને માને છે કે હું પરને જાણું છું એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન છે માટે રાગ-દ્વેષ થયા વિના રહેતા નથી. અજ્ઞાનમાં રાગ-દ્વેષ જન્મે છે. આત્મામાંથી રાગદ્વેષનો જન્મ થતો નથી, અને કર્મમાંથી પણ (રાગદ્વેષ) આવતા નથી.
એક સમયનું અજ્ઞાન-ભેદજ્ઞાનનો અભાવ...આહા! ભેદજ્ઞાનનો અભાવ (ઈન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયજ્ઞાન) બે વચ્ચેનું (અભેદજ્ઞાન) એકતા બુદ્ધિ તેનું નામ અજ્ઞાન છે. અને અજ્ઞાનમાંથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગ-દ્વેષની ખાણ કઈ છે? “અજ્ઞાન”
એ...જડકર્મમાંથી પણ રાગદ્વેષ આવતા નથી (આત્મામાંથી પણ આવતા નથી) એનો રાગ (દ્વષ) નિમિત્તમાં છે? રાગ નિમિત્ત છે એ નિમિત્તમાં રહી ગયો કર્મમાં-જડમાં અને જે રાગની ઉત્પત્તિ (ભાવકર્મરૂપ રાગની ઉત્પત્તિ) થઈ છે, તે અજ્ઞાનથી થઈ છે, એનું ઉત્પાદક
અજ્ઞાન છે. આત્મા એનો ઉત્પાદક નથી ને કર્મથી પણ રાગ થતો નથી. ક્ષણિક ઉપાદાન, તસમયની યોગ્યતા (પર્યાયના) પદ્ધારકથી એના અકાળે “થવા યોગ્ય થાય છે” એમ જાણીને આત્માને જાણીને “થવા યોગ્ય થાય છે” હું કરતો નથી એમ જાણીને (નિજ) આત્માને જાણ ! એમ જાણીને આત્માને જાણે, જાણે ને જાણે !!
હું નવતત્ત્વને કરું છું (નવ તત્ત્વને જાણું છું ). એ તો સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો, તોપણ રાગ થાય છે તે અજ્ઞાનથી થાય છે.
ભાવાર્થ – શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી, કે તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ ); અને આત્મા પણ પોતાના સ્થાનેથી ટ્યુત થઈને ગ્રહવા એટલે જાણવા જતો નથી. તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com