________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૪) સ્વરૂપથી જ જાણે છે-પોતાના સ્વરૂપથી જ જાણે એવો છે, એવું લઈ લેવું. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે એમ લઈ લેવું! ગાથા પ્રમાણે, ગાથામાં કહ્યું છે, ગાથા પ્રમાણે અર્થ કરીએ છીએ, ઘરની વાત નથી.
“આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને '–પરને જાણતો, એવો આત્મા કય i છે? એવો આત્મા જ નથી પછી “પરને જાણે ” એવો કોઈ આત્મા જ નથી, તો પછી પરને જાણે કયાંથી ? ( ન જાણે !) અત્યારે નિગોદમાં પણ પરને જાણે તે અનાત્મા છે, ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. ઇન્દ્રિયજ્ઞાન અનાત્મા છે. એનાથી તો (આત્મા) સર્વથા ભિન્ન છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને-પોતાને જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી”—એમાં અહંબુદ્ધિ થતી નથી.
“જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ” આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંઘને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, બધું લઈ લીધું! તેમને સારાનરસાં માની તેમને જાણી, ગુણ દ્રવ્યને જાણી.જાણે તો ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો એને રાગ-દ્વેષ થાય, પણ ઇન્દ્રિયજ્ઞાન એને જાણવાનું બંધ કરીને, આત્માને જાણે તો કોઈને રાગ-દ્વેષ ન થાય. એમાં આવ્યું છે “ગુણ-દ્રવ્યને જાણીને'—પરને જાણીને “તેમને સારાં-નરસાં માની રાગ-દ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે”—એ તો અજ્ઞાન છે.
રાગ-દ્વેષની ઉત્પત્તિ કેમ થઈ? કે ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો..ઠીક-અઠીકની કલ્પના કરે છે (પરપદાર્થમાં) પણ જ્ઞાન આત્માને જાણે તો..અજ્ઞાન ઉત્પન્ન ન થાય, તો ઇષ્ટઅનિષ્ટ અંદરમાં કાંઈ નથી. તો..પરમાત્માને જાણતાં વીતરાગભાવ થાય તો એને રાગદ્રષ-મોહ ઉત્પન્ન થતા નથી.
ભગવાન આત્મા એની પર્યાય જે દ્રવ્યની વર્તમાન વર્તે છે, એ પર સન્મુખ જાણવામાં રોકાણી છે. છોડી દે!! આહાહા ! એ જ્ઞાનની પર્યાયમાં સ્વજોયને લાવ. આહાહા ! ત્યારે જે આત્મા જેવડો છે પૂરો તેવો એને જ્ઞાનમાં શેયપણે જણાય..! એ જ્ઞાનને સમ્યજ્ઞાન કહીએ. એ જ્ઞાનને સમ્યગ્દર્શન કહીએ. અને જ્ઞાનમાં ઠરવું એ ચારિત્ર કહીએ.
(પૂ. ગુરુદેવશ્રી ધ્યેય પૂર્વક શેય-પેજ નં. ૨૧૯)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com