________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસારાય નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૫-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧૧
આ, શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો “સર્વવિશુદ્ધ-જ્ઞાનઅધિકાર” છેલ્લો અધિકાર છે. (સ. સાર ગ્રંથની) ચારસો પંદર ગાથાએ તો પૂર્ણાહુતિ થાય છે, તો એની પહેલા આચાર્ય ભગવાનને કરુણા (નો વિકલ્પ) આવ્યો કેઃ મૂળ વાત કહી દઉં (અધ્યાત્મનું રહસ્ય!) જેટલી જેની રુચિ ને ઉઘાડ હશે અને જેટલું “સમજાય એટલું સમજ” પણ મારો તો કહેવાનો ભાવ ( વિકલ્પ) આવ્યો છે! એમ એમને (જગતપ્રત્યે ) કરુણા આવી છે, આ દશ ગાથા (સમયસારની) મૂળ આત્મદર્શનનો સાર છે! આત્મદર્શન કહો કે જૈન દર્શન કહો, એમ જ વાત છે.
એનું મથાળું (શીર્ષક) પાનુ પર૫ ઉપર છે. (જુઓ!) દશ ગાથાનું ઉપરનું મથાળું !
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીણી થાય છે તે તેનું અજ્ઞાન છે-આવા અર્થની ગાથાઓ હવે કહે છે:-
સ્પર્શ, રસ, ગંધ વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતા પુદ્ગલો, એ રૂપી છે પુદ્ગલો, અને એનામાં મુખ્ય ચાર ગુણ છે અને ઉપચારથી શબ્દ પણ એનો ગુણપર્યાય કહેવામાં આવે છે. એ પુદ્ગલો આત્માને કાંઈ કહેતા નથી કે આ જગતના જે પરમાણું-પુદ્ગલ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણને શબ્દતે.... આત્માને કોઈ પણ આત્માને કદી પણ કોઈપણ આત્માને અને કદી પણ, એ પુદ્ગલો એમ કહેતા નથી કેઃ “તું મને જાણ ”
આહા ! પુદ્ગલો એમ કહેતાં નથી કે તું મારી સામે જો ! તું મને જાણ ! એમ અત્યાર સુધી કોઈ પુદગલે, કોઈપણ જીવને કહ્યું નથી. અને અનંત કાળ જશે તોપણ પુદ્ગલદ્રવ્યો એમ કહેવાના નથી કેઃ “તું મને જાણ –આ સામી સાઈડથી વાત કરી, હવે આ સાઈડથી આચાર્ય ભગવાન વાત કરે છે (સામી સાઈડથી) ઓલા (પુદ્ગલો) એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” (આ સાઈડથી) “અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથી' ઓલા પુદ્ગલો એમ કહેતા નથી કે તું મને જાણ અને આત્મા પણ/બધાના આત્માની વાત છે, જ્ઞાની-અજ્ઞાનીની વાત નથી.
આ પુદ્ગલનો સ્વભાવ અને જીવનો સ્વભાવ શું છે, તેની વાત ચાલે છે. એમ કહેતા નથી પુદ્ગલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com