________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ! ટાઢી-ઊની અવસ્થા છે (તો) આ ટાઢી છે કે આ ઊની છે એમ તું જાણ-એમ (કોઈપણ) પુદ્ગલો કહેતા નથી, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાનું જાણવાનું છોડીને, અત્યાર સુધી... અનંતકાળ ગયો અને અનંતકાળ રહેશે જીવ, જીવ તો શાશ્વત છે ને! બધા આત્મા, કોઈ પણ આત્મા લ્યો, (બધા અનાદિ-અનંત છે) જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. એટલે કે એને જાણતો નથી! એટલે કે પરને જાણવું એ આત્માના જ્ઞાનનો સ્વભાવ નથી એટલે કે આત્માનો સ્વભાવ નથી.
અહા ! ઓલા (-પુદ્ગલો) એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને, કોઈ પણ પર પદાર્થને જાણવા જતો નથી. કેમકે આ જગતનાં કોઈ પદાર્થ એના (આત્માના) જ્ઞાનનું જ્ઞય નથી.
આત્માના જ્ઞાનનું ઝેય તો પોતાના શાયક આત્મા જ છે, તેથી આત્માનું જ્ઞાન સમયેસમયે આત્માને જાણે છે, પણ આત્માને જાણવાનું છોડીને પરપદાર્થને જાણવા જતો નથીઅશક્ય છે.
જો... આ આત્મા પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય તો....એક તો જ્ઞાન અહીંથી છૂટું પડે....તો જ્ઞાન જડ થઈ જાય (અને) આત્મા ચેતન રહેતો નથી ! આહા! અત્યાર સુધી સવારના દિવસ ઊગે છે ત્યારે મકાનો સૂર્યના પ્રકાશને એમ કહેતા નથી કેઃ “તું મને પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડીને મકાનોને પ્રકાશવા જતો નથી. અત્યાર સુધી..(એકેય) બનાવ બન્યો નથી અને કોઈ કાળે એ બનાવ બનવાનો નથી.
જેને એમ થાય છે કે સવારે સૂર્ય ઊગે ત્યારે મકાનો દેખાય એને સૂર્ય દેખાતો નથી” સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ મકાનોને-પારને, પ્રકાશવાનો નથી. અને પોતાનો પ્રકાશક હોવાથી, પોતાને પ્રકાશવાનું કદી પણ છોડતો નથી. જો સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડી અને પરને પ્રકાશવા જાય તો...સૂર્યમાં અંધારું થઈ જાય! સૂર્ય અને સૂર્યનો પ્રકાશ કાંઈ રહેતું નથી.
આહા...! એમ આચાર્ય ભગવાન કરણા કરીને. પંચમ આરાના સંતો ! પંચમ આરાના શિષ્યોને કહે છે. (ભાઈ, બાપુ!) તારા મૂળસ્વભાવની તને ખબર નથી, તારા સ્વભાવની અમને ખબર છે. અત્યારે તારી પાસે એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જે જ્ઞાનમાં તારો આત્મા જણાય છે અને પરપદાર્થ એમાં જણાતા જ નથી, એવું તારું જ્ઞાન વર્તમાનમાં પ્રગટ થાય છે! સૂર્યનો પ્રકાશ સૂર્યને જ પ્રસિદ્ધ કરે છે અને મકાનોને પ્રસિદ્ધ કરવા જતો નથી. એમ આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એક સમયે માત્ર એ પરને જાણવા જતું નથીપરનું લક્ષ કરે એ આત્માનો સ્વભાવ નથી.
અહીંયા “લક્ષ” ની મુખ્યતા છે! પ્રતિભાસની વાત ગૌણ છે. અહાહા ! પાંચ ઇન્દ્રિયોના વિષયો એમ કહેતા નથી કે “તું મને જાણ” અને આત્મા પણ પોતાને જાણવાનું ગેડીને (પરને ગ્રહવા જતો નથી ) જાણનારને જાણ્યા જ કરે છે જ્ઞાન! જાણનારને જ્ઞાન જાણે છે માટે જ્ઞાન (ઉપયોગ) લક્ષણ કહેવાય છે. જો જ્ઞાન, જાણનારને જાણતું ન હોય તો...એ જ્ઞાનને આત્માનું લક્ષણ કહી શકાતું નથી. માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com