________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
પ્રવચન નં. - ૧૧ સમયે સમયે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને પર પદાર્થોને જાણવા જતો નથી.
અહા ! પર પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ અને આત્મા પણ જાણનારને જાણ્યા સિવાય એને (જાણવાનું) છોડીને પરને જાણવા જતો નથી. એવો (આત્મા) પરની સાથે (જેને) આત્માને એવા જ્ઞાતા-શેયના સંબંધનો ત્રણેકાળ અભાવ છે અને (એવા) આત્માને જ્ઞાતા-શેયનો સંબંધ પોતાની સાથે ત્રણેકાળ સદ્ભાવ છે.
આત્માનું જ્ઞાન આત્માને જાણે અને પરને ન જાણે, એવો આત્માના જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. આ મૂળ સ્વભાવની વાત ચાલે છે. આહા...હા ! પાંદડા તો તોડ્યાં અનંત વાર ! હવે આચાર્ય ભગવાન કણા કરીને આ મૂળની વાત સમજાવે છે. આમ...જો જરા 'ક શાંતિથી વાંચે તો આમ ગુજરાતીમાં લખેલું છે. એક લીટી (અરે!) અર્ધી લીટી વાંચીને એનો વિચાર કરે. ચોખ્ખું દેખાય છે આમાં તો!! પણ આમ વાંચી જાય તો ખ્યાલમાં ન આવે!
આહાહા ! (પરપદાર્થો) આત્માને કાંઈ કહેતા નથી કેઃ “તું અમને જાણ' અને આત્મા “પણ” એમ. (જુઓ !) “પણ” લગાડયું! (આત્મા પણ) પોતાના સ્થાનથી છૂટીનેપોતાને જાણવાનું છોડીને સૂર્યનો પ્રકાશ સૂર્યને જાણવાનું પ્રકાશવાનું છોડીને એ મકાન આદિને પ્રકાશતો નથી. જેને સવારે મકાન દેખાય છે તેને સૂર્ય દેખાતો નથી. અને (જેને) સૂર્ય દેખાય છે તેને મકાન તો દેખાતા નથી પણ સૂર્યને પ્રકાશનારો પ્રકાશનો ભેદ પણ દેખાતો નથી. એની નજર સીધી સૂર્ય પર ચાલી જાય છે.
આ દીવા થાય-પ્રગટે અંદરમાં, જ્ઞાનદીપક પ્રગટે-સમ્યજ્ઞાન પ્રગટે! એવી વાત છે. પણ અનાદિનો જેને એવો પક્ષ છે કે “હું પરને જાણું છું” અને એ “પક્ષ” જેને તીવ્રને દઢ ને દઢતાર થઈ ગયો છે એને આ ગાથામાં (આચાર્યદેવ) શું કહેવા માંગે છે? પણ... એમાં એની ચાંચ ડૂબશે નહીં, પણ...જરાક મધ્યસ્થ થઈને, હળવો થઈને “આ હું જે કંઈક માનું છું એના કરતાં કાંઈક જુદી વાત કહેવા માગે છે બસ! એટલું મન ખુલ્લું રાખેને....! હું જે માનું છું અનાદિકાળથી..કે હું આ પરને જાણું છું.
એવી જે મારી માન્યતા (અભિપ્રાય ) છે, એ માન્યતાની પ્રવૃત્તિમાં તો અનંતકાળ ગયો (છતાં) આત્મદર્શન થયા નહીં-ભવનો અંત આવ્યો નહીં-આનંદ આવ્યો નહીં-દુ:ખ ગયું નહીં ! માટે..ચાલો, મારી વાત રાખીને (એક ખુણામાં) પણ સંતની વાત સાંભળું. પછી સંતની વાત સાચી લાગશે તો મારી વાત છોડી દઈશ હું.
હમણાં સંતો કહે છે કે હું તને કહું છું તે અનુભવથી પ્રમાણ કરજે. એમ કહે છે ભાઈ ! આ આત્મા છે ને! એને (નિરંતર) આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, આત્માને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે અને પરને નહીં જાણતું (જ્ઞાન) પ્રગટ થાય છે. “ઉપયોગ છે આત્માનોઆત્માનું જ્ઞાન છે એ આત્માને જાણતું પ્રગટ થાય અને શબ્દને જાણતું પ્રગટ ન થાય. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે અને મકાનને પ્રસિદ્ધ ન કરે ! તો, મકાનને કોણ પ્રસિદ્ધ કરે છે? કે મકાનમાં-મકાનની પર્યાયમાં પૂર્વ પર્યાયમાં રાત્રે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com