________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૪૪ ( પ્રકાશના અભાવ નિમિત્તે) એ કાળા રંગરૂપે (પર્યાય કાળી રૂપે) મકાન પરિણમતું હતું ઈ સવારે (સૂર્યના પ્રકાશના સર્ભાવ નિમિત્તે) મકાન પોતે પ્રકાશરૂપે (ઉજળાશ રૂપે) પરિણમે છે. શું કહ્યું? કાળી પર્યાયરૂપે મકાન પ્રકાશનું (દેખાતું) હતું તો મકાન દેખાતું ન હતું પણ સવારે મકાન એ પ્રકાશરૂપે (ઉજળાશરૂપે) પરિણમે છે. તેમનો (અંધારી કાળી પર્યાયનો) અભાવ અને પ્રકાશ (ઉજળાશ પર્યાયનો) ઉત્પાદ એ પણ મકાનની (પરમાણુઓની) પર્યાય છે. એ મકાનની પર્યાય મકાનને પ્રસિદ્ધ કરે છે, સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરતો નથી. અહાહા ! ત્યારે સૂર્યના પ્રકાશને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે (અહા !) નિમિત્ત માત્ર કહેવામાં આવે છે એટલે કે.એ (સૂર્ય) અને (મકાનને) પ્રકાશે છે એમ છે નહીં.
આહા...! નિમિત્ત દેખીને ઉપચારથી એમ કહેવાય કે દિવસ ઊગ્યો માટે મકાન દેખાણાં (પરંત) દિવસ ઊગ્યો માટે મકાન દેખાણાં નથી. (એ તો) મકાનની તમ' નામ અંધારાની પર્યાય તેનો વ્યય થઈને ઊજળી પર્યાય પ્રગટ થાય છે. એ અંધારાની પર્યાય પણ મકાન આશ્રિત હતી, સવારે એ પ્રકાશ ( ઉજળાશ) પર્યાય પણ (મકાનના) પુદ્ગલ આશ્રિત છે. એ સૂર્ય આશ્રિત નથી. એમ...આ આત્મા પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે ! સૂર્ય અને સૂર્યનો પ્રકાશ આ બાજુ અને બીજી બાજુ મકાન (અને તેની પર્યાયો) બન્ને સ્વતંત્રપણે પરિણમે છે. રાત્રે અંધકારરૂપે પરિણમતી હતી (મકાનની) કાળી પર્યાય-પુદ્ગલની (એ હવે સવારે) ઊજળી રૂપે પુદ્ગલ પરિણમે છે, ત્યાં કાંઈ સૂર્ય ગયો નથી. સૂર્ય પોતાના સ્વચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) ને છોડીને એ મકાનને પ્રકાશવા જતો નથી.
આહા ! એક આ દષ્ટાંત જરા ખ્યાલમાં ત્યે તો કામ થાય! બને તદ્દન સ્વતંત્રપણે પોત-પોતાના સ્વભાવરૂપે પરિણમે છે. પુદગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપે પરિણમે છે. અને અહીં આત્મા આત્માને જાણવારૂપે પરિણમે છે- બે ભાગ જુદા છે એક જીવ છે અને બીજું પુદગલ છે. “બે વચ્ચે જ્ઞાતા-શેયના સંબંધનો પણ (આત્મામાં) અભાવ છે! સંબંધ જ નથી. એ..સંબંધ તૂટયો શું ને અંદરમાં સંબંધ થયો શું અનુભવ થઈ જાય છે!!
(જુઓ!) હું પરને જાણું છું એમ જાણતાં જાણતાં અનંત કાળ ગયો, એને આત્મદર્શન ન થયું. હવે અંતમુહૂર્ત “હું પરને જાણતો નથી ને જાણનાર જણાય છે” તો અંતર્મુહૂર્તમાં અનુભવ થાય છે. આહા..હા! ઝાઝી વાર લાગતી નથી!
(બને) સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન! ઉદાસીનનો અર્થ કરે છેઃ આહા! ઉદાસીનતાનો અર્થ કરે છે કે “આત્માનું જ્ઞાન આત્માને જાણે છે અને પરને જાણતું નથી. ઉદાસીન એટલે સંબંધ વિનાનો!
આહા! આત્માનું જ્ઞાન, આત્માના સંબંધને તોડે તો પર જાણે! (પરંતુ) આત્માનું જ્ઞાન આત્માના સંબંધને તોડતું નથી એટલે પરને જાણતું નથી. આહા... અહીંથી તોડે તો ત્યાં જોડે! પણ આહીંથી તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com