________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫
પ્રવચન નં. – ૧૧ ( સંબંધ) તૂટતું નથી ! તૂટયું એવી એની ભ્રાંતિ છે એ તો અજ્ઞાન છે. “પર પ્રત્યે ઉદાસીન (એટલે કે સર્વ) સંબંધ વિનાનો! આત્મા અને આત્માના જ્ઞાનને, પુગલાદિ-પરદ્રવ્યો સાથે કાંઈ સંબંધ નથી.
અહાહા ! પણ....સૂર્યના પ્રકાશને અને મકાનને કાંઈક સંબંધ ખરો કે નહીં? ઈ.... કાંઈક સંબંધમાં આવ્યો, એને સૂર્ય દષ્ટિગોચર થતો નથી! એને (તો) મકાન જ દેખાય છે. અહાહા! હવે આટલા (એકલા) મકાન એને દેખાય છે, અને સૂર્ય તેજસ્વી ઊગ્યો (છે) એનું “લક્ષ મકાન ઉપર છે ને! એટલે તેજસ્વી સૂર્ય (એને) દેખાતો નથી. એમ આ ચૈતન્યચમત્કાર જ્ઞાનમયી ભગવાન આત્મા તેજસ્વી પુરુષ અંદર બિરાજમાન છે અને એના જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે અને પરને જાણતું નથી છતાં પણ “હું પરને જાણું છું” એવું અજ્ઞાન ઊભું કરીને, ભાવઈન્દ્રિય અને રાગ બે ભાવ ઉત્પન્ન કરે છે, ભાવકર્મ ઉત્પન્ન કરે છે !
પર પ્રત્યે ઉદાસીન (અર્થાત્ ) સંબંધ વિનાનો-તટસ્થ છે, સંબંધ જ નથી આત્માને (કોઈપણ પ્રકારનો.) આ પદાર્થોની સાથે જ્ઞાતા-શેયનો સંબંધ નથી. આત્માજ જ્ઞાતા ને આત્માજ શેય છે. આત્મા જ્ઞાતા અને આ (પર) શેય છે તો (આત્મ) દર્શન નહીં થાય! અદર્શન, મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન પ્રગટ થશે. આને (પરને) જાણતો જ નથી? તો કહે-ના, નથી જાણતો. તો...જ્ઞાન શું કરે? કે (આત્માનું) જ્ઞાન આત્માને જાણે. જ્ઞાન દિયાવાન છે, જ્ઞાનમાં ક્રિયા (પરિણામ) થાય છે, આને (પરને) જાણે તો જ જ્ઞાન છે, એમ છે નહીં અને (પરને) જાણે એમ માને તો અજ્ઞાન થઈ ગયું!
અહાહાઆત્મા તો આત્માને જાણવા-રૂપે પરિણમે છે, પરને જાણવા-રૂપે પરિણમતો જ નથી.
આજ સુધી કોઈ આત્મા કે આત્માનું જ્ઞાન, પરને જાણવા-રૂપે પરિણમતું જ નથી. હું પરને જાણું છું એમ માનતાં અજ્ઞાન ઊભું થાય, અને અજ્ઞાનમાં ભાવઈન્દ્રિય નો જન્મ થઈને, ભાવઇન્દ્રિય પરને પ્રસિદ્ધ કરે છે. આત્માનું જ્ઞાન તો એને (પરને) પ્રસિદ્ધ કરતું નથી.
આહા...હા ! ઈ...જ્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થાય ત્યારે..એને પ્રત્યક્ષ આત્મદર્શન થાય છે. તોપણ..અજ્ઞાની, આમ ઉદાસીન છે-જ્ઞાન પરથી તટસ્થ છે-સંબંધ વિનાનું જ્ઞાન છે–પરની સાથે જ્ઞાતા-શયનો ય સંબંધ નથી (તો) કર્તા-કર્મ અને નિમિત્ત-નૈમિત્તિક (સંબંધ) તો દૂર રહો. પણ....આત્મા જ્ઞાતા અને પરપદાર્થ આત્માનું જ્ઞય થઈ જાય, એમ માને તો પણ શેય ન થાય!! અને પરને ય બનાવે તો (પણ) આત્માનું જ્ઞાન આત્માને શેય બનાવવાનું છોડતું નથી. આત્માનું જ્ઞાન એમાં આત્મા જણાય છે, માટે આત્મા છુંય થાય છે અને એ (સ્વ) શેયને જાણે છે માટે એ જ્ઞાન કહેવામાં આવે છે.
આમ સ્થિતિ હોવા છતાં પણ અજ્ઞાની જીવ! અજ્ઞાની પ્રાણી ! સ્પર્શ આદિને સારાંનરસાં માનીને રાગી-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. આ અર્થની ગાથાઓ હવે કહે છે. આ મથાળું પણ એટલું મોટું બાંધ્યું, નહિતર તો દોઢ લીટીનું મથાળું હોય પણ આમાં મથાળું મોટું બાંધ્યું! જરા સૂક્ષ્મ વાત છે ને! શલ્ય પણ ગરી ગયું છે! આહા! મિથ્યા શલ્ય છે!
આલ! શલ્ય પણ ત્રણ પ્રકારના છે ને! મિથ્યાશલ્ય, માયાશલ્ય (અ) નિદાનશલ્ય! “હું પરને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com