________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૪૬ જાણું છું” ઈ મિથ્યાશલ્ય છે. અહાહા ! ઈ સમ્યજ્ઞાન નથી! મિથ્યાજ્ઞાન છે!
હવે દસ ગાથા (સમયસાર ૩૭૩ થી ૩૮૨) એક સાથે બધા બોલો પછી એનો અર્થ થશે. (વક્તા અને શ્રોતા બધા એક સાથે દસ ગાથા હરિગીત બોલે છે) ગાથાર્થ:
ગ્રહણ એટલે જાણવું, જાણવા જતો નથી. બહુ પ્રકારના નિદાન અને સ્તુતિના વચનો રૂપે પુગલ પરિણમે છે. કોઈ નિંદાનો શબ્દ આવે કે...સ્તુતિનો શબ્દ આવે, તો એ પરિણામ પુદ્ગલનાં છે. એ પરિણામ જીવનાં નથી. પ્રશંસાનો શબ્દ આવે કે કોઈ બીજી શબ્દ આવે, તો એ બધાં શબ્દનાં પરિણામ છે (તે) પુદ્ગલનાં પરિણામ છે, તમને સાંભળીને અજ્ઞાની જીવ, એમાં (રોષ-તોષ કરે છે)
જ્ઞાની (ને) એ શબ્દ કાન ઉપર આવે, પણ એ કર્ણગોચર છે શબ્દ, જ્ઞાનગોચર નથી (તેથી) એ તો પોતાને જાણવારૂપે પરિણમે છે (ત્યારે) અજ્ઞાની જીવ, પોતાને ભૂલીને એમને-શબ્દને સાંભળીને, મને કહ્યું એમ માનીને રોષ એટલે ગુસ્સે થાય છે અને તોષ એટલે સુખી થાય છે (અર્થાત્ ) રાજી થાય છે. રોષ અથવા તોષ-ગુસ્સે થાય છે અથવા ખુશી થાય છે. પ્રશંસા કરે ને સારા શબ્દો આવે તો ખુશી થાય અને એવા શબ્દ કાન ઉપર આવે (તે) સાંભળીને એના પ્રત્યે ગુસ્સે થાય છે.
ભાઈ ! એ તો શબ્દનું (પુદ્ગલનું) પરિણમન છે, એણે તને ક્યાં કહ્યું છે? શબ્દ તો તને જાણતો નથી, શબ્દ તો રૂપી પદાર્થ છે એ અરૂપી મારા આત્માને જાણતો નથી, તો (એણે ) મને કહ્યું એમ શા માટે માથે ઓઢી લેશ? તને કહ્યું જ નથી ! તને કહેતા જ નથી ! કેમ કે ઈ શબ્દ તને જાણતો જ નથી. આત્માને જાણે પુદ્ગલ? ચેતનને? તો તો એને કહું (પણ) પુદ્ગલ તો ચેતનને જાણતું નથી. તું એમ માથે શું કામ ઓઢી લેશ? કે મને કહ્યું ! એમ (માની લે છે) મને કહ્યું એમ માનીને રોષ એટલે ગુસ્સે થાય છે, તોષ કરે છે એટલે ખુશી થાય છે. - સારા શબ્દો આવે (સાંભળીને) ખુશી ખુશી થઈ જાય, પણ તને (તો) કહ્યું જ નથી! અહા..હા ! તને તો એણે કહ્યું જ નથી! (સાંભળ્યું કોણ ?).
પણ..જે કર્ણગોચર શબ્દ છે એટલે કે કાનનો ઉઘાડ અને જાણે છે! જ્ઞાનનો ઉઘાડઆત્માનો ઉઘાડ અને (શબ્દને) જાણતો જ નથી! પછી તને કહ્યું એમ ક્યાંથી આવ્યું? એને જાણે તો મને કહ્યું આવે ) ને?
“આત્માનું જ્ઞાન આત્માને જ જાણે છે, પરને જાણતું નથી” આ વાત જગતને કઠણ પડી ગઈ, એક વખત ! દસ વરસ પહેલાં (બહાર પાડી) જબર જસ્ત! હજી કઠણ જ છે! આ કાંઈ સાધારણ વાત નથી! આવી વાત સૂક્ષ્મ આવે ત્યારે ગુરુદેવ કહેતા'તા, ફરમાવતા હતા કે સમજાય એટલું સમજો! બીજો તો કોઈ ઉપાય નથી!..પણ સમજણનો પિંડ છે (પોતે) સમજવા ધારે તો સમજી શકાય છે. ન સમજાય એવું છે નહીં.
(જુઓ ને !) સમજાશે એટલા માટે તો શાસ્ત્રો લખાયા છે. કે કોઈને નહીં સમજાય માટે લખ્યા છે ? ( એમ ન હોય.) તને કહ્યું નથી ને તું માથે ઓઢી લે છે કે મને કહ્યું ! (વસ્તુસ્થિતિ એ છે) કાનના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com