________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૫
પ્રવચન નં. – ૧૯ કહે છે કેઃ ઇ જ્ઞાનમાં તો જ્ઞાયક જ જણાય છે! હીરો જણાતો નથી. “લક્ષ છૂટી જાય છે. આશ્ચર્ય થાય છે ભિન્ન જોય છે ઇ તને જણાય છે અને જ્ઞાનમાં અભિન્ન (શેય) છે ઇ તને જણાતું નથી?
પ્રકાશમાં “પ્રકાશ્ય ભિન્ન” છે એ તને જણાય છે-(દેખાય છે), આ પ્રકાશ્ય, પ્રકાશ્ય તો આંહીયા છે. પ્રકાશનું પ્રકાશ્ય તો અહીંયાં છે, ઘટપટ પ્રકાશ્ય ક્યાં છે? તો પછી પુત્ર પ્રશ્ન કર્યો કેઃ દીપક થયો ત્યારે તો એ દીપકથી આ પ્રકાશ થયો ને દીપકથી આ જણાયું ને? કે ના. એમ નથી. દીપકનો પ્રકાશ થયો માટે ઘડો જણાણો એમ નથી.
(પુત્રે કહ્યું:) ! શું વાત કરો છો ! રાત્રે તો નહોતું જણાતું (કોઈ) અંધારામાં! પૂછો, બધાને કહે! દીવો થાય તો જણાય! (પિતાજી કહેઃ) કે એમ નથી. તો કેમ છે? કે પહેલા એ ઘટ (પટની) પર્યાય તમ-રૂપ હતી, કાળી હતી. એ પર્યાય એના અકાળે સફેદ થઈ ગઈ! દીવો તો નિમિત્ત માત્ર છે. ઇ સફેદપર્યાય, એની પર્યાય ઘડાને પ્રસિદ્ધ કરે છે. દીપકનો પ્રકાશ એને (ઘટપટાદિને) પ્રસિદ્ધ કરતો જ નથી. (આ ન્યાયથી તો વાત છે) બધાને એમ જ લાગે છે, દીવો એને પ્રસિદ્ધ કરે છે! આ જો “સ્વ-પર પ્રકાશક” નું શલ્ય!!
આ દીપકને પ્રસિદ્ધ કરતું નથી, દીપકને નથી પ્રસિદ્ધ કરતું તો પછી શાયકને ક્યાંથી પ્રસિદ્ધ કરે? આ બધું શાસ્ત્રમાં છે હો ? આવશે આમાં આ ગાથામાં બધું જ આવશે.
ગાથાઓ ઊંચી છે બહુ! શું કહે છે પ્રભુ સાંભળ!
કે: “તું મને સાંભળ” અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડીને શ્રોત્રઇન્દ્રિય ના વિષયમાં આવેલા” આ જે શબ્દ છે ઇ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનું શેય નથી આત્મજ્ઞાનનું જો શેય હોત....તો તો એ જ્ઞાનમાં શબ્દ જણાત! જ્ઞય અને જ્ઞાન અભિન્ન હોય. જ્ઞાન અહીંયા રાખ્યું ને શબ્દને ત્યાં રાખ્યો, આ જ્ઞાન ને એ શેય, એમ છે નહીં. ઇ શ્રોત્રઈન્દ્રિયનો વિષય છે. શબ્દ પણ શેય અને શ્રોત્રઈન્દ્રિય પણ શેય, બેય એક જાત છે.
એ બેય એક જાત હોવાથી શ્રોત્રઇન્દ્રિય અને પ્રસિદ્ધ કરે છે-કાનનો ઉઘાડ! કાન તો જડ છે આ (બહાર દેખાતો) પણ ત્યાં ઉઘાડ છે બીજો (જ્ઞાનનો) ક્ષયોપશમ ! ઇન્દ્રિયજ્ઞાન! એ ઇન્દ્રિયજ્ઞાન અને પ્રસિદ્ધ કરે છે. આચાર્ય ભગવાન કહે છે. અમારું જ્ઞાન....અમારું જ્ઞાન....શબ્દને જાણતું નથી. આહા.હા! ત્યારે પોતે સાધક છે ને! એટલે “જાણનાર’ બતાવે
કે ત્યારે એને કોણ જાણે છે શબ્દને ? કે શ્રોત્રઇન્દ્રિય. એટલેકે સાંભળવાનો જે ઉઘાડ, ને એ કાનનો ઉઘાડ છે એને શ્રોત્રઇન્દ્રિય કહેવાય. ઇ એને જાણે છે. શેય, શેયને પ્રસિદ્ધ કરે છે. શ્રોત્રઇન્દ્રિય-ઉઘાડ છે શેય છે! જ્ઞાનનો અંશ એમાં નથી. શેય શેયને પ્રસિદ્ધ કરો તો કરો! જ્ઞાન તો એને પ્રસિદ્ધ કરતું નથી.
(કોઇ કહે ) કે શબ્દને જાણતું જ નથી ? કે ના. ભૂતકાળમાં જાણ્યું? કે ના. જ્ઞાની થયા ને જ્ઞાની (અનુભવી), ને પ્રતિક્રમણ થઇ ગયું! પૂર્વે મારા જ્ઞાને શબ્દને જાણ્યો નથી, વર્તમાનમાં શબ્દને જાણતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com