________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪૪ વર્તમાન કોઇ કાળે, ત્રણકાળની વાત છે આ..માને તો ઇ જ્ઞાની થઇ જાય! ન માને તો અજ્ઞાની તો છે જ (અનાદિથી). હવે કહે છે કે પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડીને જો પોતાને જાણવાનું છોડ તો તો શબ્દને જાણવા જાય! પણ આચાર્ય ભગવાન આ ત્રણકાળની વાત કરે છે. ત્રણકાળના આત્માના “ઉપયોગ લક્ષણ” ની વાત કરે છે.
(જેમ કે) સૂર્યનો પ્રકાશ, સૂર્યને પ્રસિદ્ધ કરવાનું છોડી, એટલે કે આ બહારના મકાન આદિને પ્રકાશે છે, તો સૂર્ય જ ન રહે! સૂર્યનો પ્રકાશ, સૂર્યને પ્રકાશવાનું છોડીને..જો મકાન આદિને...પ્રકાશવા જાય, તો સૂર્યનો નાશ થાય! એના માટે આચાર્ય અમિતગતિ ભગવાને બહુ સરસ વાત કરી છે. કેઃ પ્રકાશ, દીવાનો પ્રકાશ છે ને! એમાં ત્રણ ભેદ પડે છે. પ્રકાશક! પ્રકાશ!! પ્રકાશ્ય !! એક દીવાના ત્રણ ભેદ છે. પ્રકાશક એટલે દ્રવ્ય-દીપક! પ્રકાશ એટલે એની પર્યાય! અને પ્રકાશ્ય, પોતે જ પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય જુદી જુદી ચીજ નથી, એનો પ્રકાશ પોતાને પ્રકાશે છે, પોતાના (પ્રકાશક) ને છોડીને પરને પ્રકાશવા જતો નથી.
ત્યારે...પિતા-પુત્ર બેઠા 'તા. કે પિતાજી આપ કહો છો એ તો ઠીક છે. પણ મને એક પ્રશ્ન ઊઠે છે. કે જ્યાં સુધી લાઇટ નહોતી થઇ, ત્યાં સુધી આ સોફાસેટ ને કાંઇ જણાતું-દેખાતું નહોતું. પિતાજી! વાત સાચી છે મારી ? કહું–હીં. તારી વાત સાચી ! લાઇટ નહોતી થઇ, અંધકાર હતું. એટલે આંહી પણ અંધકાર હતો એમ. પિતાએ કહ્યું એટલે ન જણાય. માર્મિક જવાબ દીધો એણે !
પછી, કહે છે પ્રકાશ થયો હવે ! પિતાજી. તો ઘડિયાલ (સોફાસેટ) ને ઘટપટ ને બધું ય જણાય છે. તે પ્રકાશ વડે જ જણાય છે તે પ્રકાશ ન થાત તો ન જણાત? (પિતાજી એ કહ્યું બેટા !) “દીપકનું પ્રકાશ્ય દીપક છે. દીપકનું પ્રકાશ્ય ઘટપટ (આદિ) નથી. કેમ કે..એ ભિન્ન છે. ભિન્ન પ્રકાશ્ય ન હોય.” એમ જ્ઞાનથી ભિન્ન પદાર્થો હોય તે તેનું જ્ઞય ન હોય! આહાહા ! પણ વ્યવહારે તો હોય કે નહીં ? (ભાઈ !) પણ વ્યવહાર એટલે શું? વ્યવહાર અન્યથા કથન કરે છે ભાઈ...!
આહહ! તેને પડખે ચડવા જેવું નથી. એ (વ્યવહાર) બહુ પ્રતિપાદન કરવા જેવું ય નથી ! ધીમેકથી કહી દેવું બસ! કોઈ (બીજું) ન સાંભળે એવી રીતે, કહેવું ખરું!!
આહા..! હવે પછી એમાં-જ્ઞાનમાં ઉતારે છે આચાર્ય મહારાજ (ભાવલિંગી સંત) કે: આત્મા જ્ઞાયક છે. જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે. અને જ્ઞય-જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞય છે જ્ઞાનમાં આત્મા જણાય છે ઇ શય છે આખો પોતાનો! તો આચાર્ય ભગવાન કહે છે કે જે પરપદાર્થ છે એ તારું શેય નથી. ભિન્ન છે એ તને જણાય છે અને જ્ઞાનથી અભિન્ન જોય, નથી જણાતું તને? અમને તો આશ્ચર્ય લાગે છે!!
શું કહ્યું? (શ્રોતા ) ભિન્ન જ્ઞય જણાય છે ને અભિન્ન ય નથી જણાતું? (ઉત્તર) આ હીરા જણાય છે. પંકજને. પંકજ કહે આ હીરા જણાય છે, પણ હીરા જે જણાય છે તો તારા જ્ઞાનમાં જ્ઞાયક જે અભિન્ન છે ઈ નથી જણાતો? તો પંકજ કહે: આહા ! મારી ભૂલ નીકળી ગઇ. કબૂલ કરી હો? પાત્ર જીવ ભૂલ કબૂલ કરે ને ભૂલ છોડે એને પાત્ર કહેવામાં આવે છે. આહા..હાં !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com