________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩
પ્રવચન નં. – ૧૯ સ્વ-પર બેયને જાણે કાં પર જાણે! આ ઝઘડો આજકાલનો નથી. અનાદિનો છે ને રહેવાનો છે! મહાવિદેહક્ષેત્રમાં ય છે. આ ઝઘડો આંહીયા જ છે એમ નહીં.
જ્યાં જ્યાં જ્ઞાની ને અજ્ઞાની હોય ત્યાં (આ) ઝઘડો હોય! તો જ્ઞાની, અજ્ઞાની તો સર્વ ક્ષેત્રે, સર્વ પદાર્થ લગભગ હોય છે. આ પંચમકાળની વાત જુદી છે. આહા...હા! ગુરુદેવ તો ફરમાવી ગયા છે, લોકો ભૂલી ગયા હોય એટલે યાદ કરાવું છું કે “આત્મા પરને જાણે છે એમ જે માને છે તે દિગમ્બર જૈન નથી” આ કોના શબ્દો છે? (શ્રોતા ) ગુરુદેવના શબ્દો છે. ( ઉત્તર:) ગુરુદેવના શબ્દો છે આ તો!
પછી મારાથી એમ તો ન બોલાય કે ન માને એ ગુરુદેવને માનતા નથી! હું બોલતો નથી કાંઇ... ને કહી દીધું! “હું બોલતો નથી” (શ્રોતા ) અમે સાંભળતા'ય નથી ! ( એ જ વિષય ચાલે છે!)
આહાહા! “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે” (એમ ન માને) તો એ દિગમ્બર જૈન નથી. “કરે એમ ” તો દિગમ્બર જૈન! એમ ઠરાવ થયો એક ગામમાં એની સામે વ્યાખ્યાનમાં ગુરુદેવે કહ્યું: આંહીયા એક દ્રવ્યનું બીજું દ્રવ્ય કરે છે તો વાત જ નથી. પણ આંહીયા તો ભગવાન ફરમાવે છે, સંતો ફરમાવે છે અમને કેઃ “જો આત્મા પ૨દ્રવ્યને જાણે છે એમ જે માને છે તો એ દિગમ્બર જૈન નથી.”
આહાહા! એટલે કે જ્ઞાની નથી. ખરેખર, જ્ઞાની દિગમ્બર જૈન છે. પેલા તો નામનિક્ષેપે છે. નામ માત્ર! ઇન્દ્રિયોને જીતે તે, જૈન છે! જિતેંદ્રિય જિન છે! એવી વાત (ગુરુદેવ, સંતો, આચાર્યો) કરી ગયા છે. એટલે આ ઝઘડો તો આજનો નથી. અને અમને તો કાંઇ નવો લાગતો નથી, ઝઘડો થાય તો થાય થવા વો! આહા..ભલે, સૌ સૌની શ્રદ્ધા મુબારક છે ! પણ વસ્તુ ફરવાની નથી, જગતને ફરવું પડશે, જેને પોતાનું હિત કરવું હોય એને માટેની વાત છે.
“શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ” એક વાત. “અને આત્મા પણ...અહીંથી વાત કરી. પહેલા વાંથી (ત્યાંથી) વાત કરી હવે અહીંથી વાત કરે છે. “આ” શું કરે છે? “શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પણ...પોતાના સ્થાનથી છૂટીને-એટલે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને/આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. અને જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને, હું પરને જાણું છું એમ જાય...એ જ્ઞાન આત્માનું નથી. એ તો અજ્ઞાન થઇ ગયું! ઇન્દ્રિયજ્ઞાન થઇ ગયું!
આત્માનું જ્ઞાન કોને કહેવાય? કે જે આત્માને જ પ્રસિદ્ધ કરે, એને આત્માનું જ્ઞાન કહેવાય. અનુભવજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન-આત્માનું જ્ઞાન પોતાના સ્થાનથી છૂટીને છોડીનેપોતાને જાણવાનું છોડીને હવે, ત્રીજો બોલ કહે છે.
શબ્દ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, હવે ઇ... શબ્દ છે ઇ જ્ઞાનનો વિષય હોય તો જાણે ! એ તો બરાબર જ છે, આત્માના જ્ઞાનનો વિષય હોય તો તો જાણે! ભલે ! આત્માને જાણતાં-જાણતાં પણ એને જાણે, એમ કહીએ, આંહી કાંઇ વાંધો નથી લ્યો ઘડી 'ક વાર !
પણ...અહીંયા તો ધે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છેડીને, એક સમય ભૂત, ભવિષ્ય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com