________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪૨ આચાર્ય ભગવાન ફરમાવે છે કે “તને કાંઇ પણ કહ્યું નથી ' તને એટલે તું તો આત્મા છો. અને આત્મા તો એ શબ્દને ક્યાં જાણે છે કે “તને કહ્યું” એમ તને લાગે છે! “તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે?' મને કહ્યું! આ શબ્દ મને કહ્યો !! નિંદા (ક) સ્તુતિનો ! એમ શા માટે તું માનીને ગુસ્સે થાય છે? તને તો કાંઇ કહ્યું નથી. ત્યાંથી શરૂઆત કરે છે. આ ગાથા (ઓની) શરૂઆત કરતાં એમ (આચાર્ય દેવ) કહે છે કે તને તો કાંઇ શબ્દ કહેતો નથી”-નિંદા, સ્તુતિના શબ્દો, તને તો કાંઈ કહેતા નથી.
શબ્દ છૂટયા..આ ધણી થઇ ગ્યો મને કહ્યું '! આચાર્ય ભગવાન કહે: તને તો કહ્યું નથી. હવે આંહીયાથી મૂળ ઝઘડો શરૂ...કે મને જ કહ્યું છે ને! તમને ક્યાં કહ્યું છે? બાજુમાં ઊભા એને નથી કહ્યું, મને જ કહ્યું છે!
આહાહા! શબ્દની પર્યાયનો સ્વામી (ધણી) થઇ જાય છે! માલિક બની જાય છે! તું શા માટે રોષ કરે છે? તને તો કાંઇ કહેતો નથી શબ્દ! આ બે ગાથા થયા પછી, હવે મૂળ ગાથા, વિષયમાં આમાં શરૂ થાય છે, એ ખાસ સમજવા જેવું છે.
“અશુભ અથવા શુભ શબ્દ '-શબ્દનું વિશેષણ મૂકયું, સારા શબ્દો કે ખરાબ શબ્દો બોલે તો કોઇ શબ્દ! જોકે શબ્દ સારા કે ખરાબ છે નહીં, એ તો જ્ઞય છે. પણ કોઇ એ પ્રકારના શબ્દો બોલતો હોય, તો શુભ અશુભ શબ્દ! “તને એમ નથી કહેતો, શબ્દ એમ કહેતો નથી કે “તું મને સાંભળ'
આંહીથી શરૂઆત થાય છે. ત્રણ પ્રકાર છે આમાં (ગાથામાં) (એક) શબ્દ (બે) શબ્દને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન (અને ત્રીજું) એનાથી ભિન્ન, આત્માને જાણનારું જ્ઞાન! એમ એક ગાથામાં ત્રણ પ્રકાર આવશે. એક-એક ગાથામાં ત્રણ-ત્રણ પ્રકાર લેશે. ત્રણ પ્રકારથી ભેદજ્ઞાન કરાવશે (આચાર્ય દેવ!) આ મૂળ ગાથા છે!!
આહાહા ! સોનાના પતરા ઉપર હીરાથી લખવાની-જડવાની ગાથા છે.! બહુ “માલ” ભર્યો છે!
“તને શબ્દ એમ નથી કહેતો કે “તું મને જાણ, શબ્દ એમ નથી કહેતો કે તું મને જાણ ! પહેલો પાઠ ઈ બતાવ્યો! કે શબ્દ કહેતો નથી કે તું મને જાણ. શબ્દ તને ક્યાં કહું છે કે તું મને જાણ ! એમ શબ્દ તો કહેતો નથી. શબ્દ નીકળ્યો, છૂટયો તો શબ્દ એમ કહે છે કે તું મને જાણ? તું મને સાંભળ? એમ (પુદ્ગલ) કહેતું નથી. એને પહેલી સાઇડથી કહ્યું (શબ્દ બાજુથી વાત કહી) શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ-જાણ.
હવે, બીજો પ્રકાર એમાં કહે છે, ત્રણ પ્રકાર એમાં પાડે છે. શબ્દ, આત્માનું જ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન! એક એક ગાથામાં ત્રણ શબ્દો, ત્રણ અર્થ છે. ભેદજ્ઞાન છે!! ભાવઈન્દ્રિય અને ભાવઈન્દ્રિયના વિષયો આત્માથી ભિન્ન છે. અને આત્માનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. તેથી જે જેનાથી અભિન્ન હોય છે એને જ જાણે! જે જેનાથી ભિન્ન હોય પદાર્થ અને જ્ઞાન ન જાણે !!
આહાહા! આ ઝઘડો અનાદિકાળનો છે. જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વને જાણે, અજ્ઞાની કહે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com