________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. રર-૧૧-૯૬ કલકત્તા. સાંજે પ્રવચન નં.-૧૯ આ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે' તેથી ગાથા ૩૭૩ થી ૮૨ છે. દશ ગાથા. ગાથા તો બોલાઇ ગઇ છે. હવે એક એક ગાથાનો અર્થ આપણે લેવો છે પહેલાં, અને પછી ટીકા લેવી છે. આમ તો ગાથાના અર્થમાં બધું આવી જાય છે, છતાં ટીકાકાર વિશેષ ખુલાસો કરશે. ગાથા-૩૭૩ પહેલી ગાથા !
એનો અર્થ- “બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપે પુગલો પરિણમે છે;'નિંદા અને સ્તુતિ એ પુદ્ગલની અવસ્થા છે. કોઇ...કોઇની નિંદા કરે, સ્તુતિ કરે, એ બધા (શબ્દો) પુદ્ગલની પર્યાય છે. એ પરમાણુ છે, પરિણમે છે. તેમને સાંભળીને, તેમને કાન ઉપર લઇને, અજ્ઞાની જીવ, “મને કહ્યું’ એમ માનીને રોષ તથા તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).”
કોઇ વખતે કોઇની નિંદા કરે અને કોઇ વખતે સ્તુતિ કરે! પ્રશંસા કરે! તો પહેલાં તો ઇ ત્યાં ભૂલે છે કે મને કહ્યું ” મને કહ્યું એટલે કોને કહ્યું? અને તું કોણ છો એ કોણે જાણીને કહ્યું? શબ્દ છે ઇ શબ્દ કોને જાણીને કહે છે? શબ્દ તો પુદ્ગલ છે. શબ્દ તો સામા જીવને જાણતો નથી. એનાં શરીરને ય જાણતો નથી. પણ...શબ્દ નીકળ્યો નિંદા અને સ્તુતિનો ! જ્યાં નિંદા ને સ્તુતિનો શબ્દ છૂટયો!! ત્યાં આ ઊભો” તો, અજ્ઞાની જીવ! તો...એને એમ થયું કે
મને કહ્યું” એમ એની માન્યતામાં જ્ઞાનમાં આવ્યું, એમ માનીને તે ગુસ્સે પણ થાય છે અને રાજી પણ થાય છે.
બીજી ગાથા ! ત્રીજી ગાથાથી આપણો વિષય શરૂ થાશે ખરેખર!
પુદ્ગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે’–ભાષાવર્ગણારૂપે, શબ્દ છે પુદ્ગલની અવસ્થા છે પરિણમે છે. શબ્દ પરિણમે છે. કાંતો સ્પર્શ, રસ (ગંધાદિ) રૂપે પરિણમે અને કાંઇ સ્કંધમાંથી અવાજ આવે તો શબ્દરૂપે પરિણમે, શબ્દરૂપે પરિણમ્યું છે પુદ્ગલ. “તેનો ગુણ જો અન્ય છે” એનો ગુણ તો જડ ને પુદ્ગલ છે, અન્ય છે. “તો હું અજ્ઞાની ! અજ્ઞાની જીવ તને કાંઇ પણ કહ્યું નથી.'
આચાર્ય ભગવાને પહેલાં-વહેલાં ધડાકો કર્યો કે તું એમ માને છે કે મને કહ્યું છે પણ પહેલી તો તારી એ વાત જ જૂઠી છે, “તને કાંઈ કહ્યું નથી કેમ કે તું તો જ્ઞાનમયી આત્મા છો! અને તને તો કાનેય નથી! કે સાંભળવાના કાને ય નથી, કાન હોય તો (૮) સાંભળને! અને તારામાં ભાવઇન્દ્રિય પણ નથી. તો તેં સાંભળ્યું પણ નથી.
વિષય જરા સૂક્ષ્મ છે! સત્ ન સાંભળ્યું હોય એટલે સત્ નવું લાગે, પણ સમજવા જેવું તો “સ” છે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com