________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪૦ જેમ દષ્ટિના વિષયમાં “કરવું અશક્ય છે. દ્રવ્યસ્વભાવ પરિણામને કરે-ઉત્પન્ન કરે ઇ અશક્ય છે. એમ...જ્ઞાનસ્વભાવ-જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, પરને “જાણવા જાય છે અશક્ય છે!!
અજ્ઞાની જીવ સ્પર્ધાદિને સારાં-નરસાં માનીને રાગ-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. એ વસ્તુ એવી નથી. આવા અર્થની ગાથાઓ હવે કહે છે.
- હવે જેની પાસે પુસ્તક છે ને! ઇ બોલો! સાથે બધા બોલીએ ને એ ઠીક પડશે. (બધા એક સાથે હરિગીત બોલે છે)
આ દસ ગાથાઓ તો સોનાનાં પતરાં બનાવી, એની અંદર હીરાના અક્ષરથી લખી, ને પ્રભાવના કરવા જેવું છે! શું આની અંદર “માલ” ભર્યો છે! આહા..મૂળ ગાથા! બે હજાર વર્ષ પહેલાંની પ્રાકૃત ગાથા ! ગજબ કર્યું છે!!
ઉપયોગ નામનું લક્ષણ કહ્યું. કોનું લક્ષણ કહ્યું, કે જીવનું - આત્માનું, હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબે થાય તે લક્ષણજ નથી. ભાઈ ! આ તો ધીરો થઇને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. લક્ષ આત્મદ્રવ્ય છે. હવે એ ઉપયોગ નામના લક્ષણ વડે, જે લક્ષણ લક્ષને જાણે, એવા લક્ષણમાં પરશેયને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહીં.
(અલિંગગ્રહણ ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com