________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૩૯
પ્રવચન નં. - ૧૮
એ બધી વાત આમાં છે. આવશે! શાંતિથી સાંભળજો!! પ્રશ્ન કરવા કરતાં સાંભળીને, સમજવાની કોશિશ કરજો ! આ કુંદકુંદ ભગવાન ઉ૫૨થી પધાર્યા છે આજે!! હોં! આ કુંદકુંદની વાણી છે, કેની વાણી છે!! આહા...હા! બન્ને તદ્દન સ્વતંત્રપણે, પોત-પોતાના સ્વભાવથી પરિણમે છે.
આહા...હા ! એ પદાર્થો એના સ્વભાવથી પરિણમે છે એના સ્વચતુષ્ટયમાં રહીને. એ બહાર નીકળતા નથી આત્માને કહેતા નથી કે તું મને જાણ. અને જ્ઞાનમય આત્મા પણ પોતાના સ્વચતુષ્ટયમાં રહીને જ્ઞાનરૂપે પરિણમે છે. રાગરૂપે તો એ પરિણમ્યો જ નથી કોઇ દિ’! લે!!
હવે એ તો કઠણ પડે પણ...રાગને જાણતો ય નથી સમજ્યા...!
આહા...હા ! પરિણમે છે. ‘ જીવ સ્પર્શદિને સારાં-નરસાં માનીને આમ આત્મા ૫૨પ્રત્યે ઉદાસીન છે. આહા...હા! આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે. સંબંધ વિનાનો ! ઉદાસીનનો અર્થ કરે છે કૌંસમાં સંબંધ વિનાનો, તટસ્થ. આ...હા ! તો પણ સ્થિતિ તો આમ છે, વસ્તુસ્થિતિની વાત કરી.
કેઃ પુદ્દગલાદિ કહેતા નથી કે તું મને જાણ. અને ભગવાન આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડે તો તો આત્મા જડ થઇ જાય. છૂટી શકતું નથી. ‘તો પણ/વસ્તુ-સ્થિતિ આવી હોવા છતાં પણ અજ્ઞાની જીવ આહા...! અજ્ઞાની એટલે (જ્ઞાન) પ૨ને જાણવા જતું નથી, અને એ ( પુદ્દગલાદિ ) કહેતું નથી કે તું મને જાણ, છતાં આ કહે છે હું ૫૨ને જાણું છું! અને ૫૨૫દાર્થ મને જણાય છે. ‘૫૨૫દાર્થ જણાય અને હું એને જાણુ એવો મારો સંબંધ ૫૨૫દાર્થની હારે છે. જાણવાનો ને જણાવાનો, એમ અજ્ઞાનીને ભ્રાંતિ થઇ છે.
આહા...હા ! આટલું બધું ખેંચીને કહેશો તો વ્યવહારનો લોપ થાશે! પણ...એમાં તારું શું બગડયું ? તું તો એવો છો નહીં. વ્યવહારનો લોપ થાય તો તું તો કાંઇ...વ્યવહારવાળો છો નહીં, તું તો જ્ઞાનમય આત્મા છો. તું ઇન્દ્રિયજ્ઞાનવાળો કયાં છો? ઇન્દ્રિયજ્ઞાનવાળો હો...તો તને દુઃખ થાય પણ તારામાં તો ઇન્દ્રિયજ્ઞાન છે જ નહીં. ૫૨માત્મા તો દેખતા નથી, કેવળીભગવાન તો દેખતા નથી તને ઇન્દ્રિયજ્ઞાનવાળો !
આહા..! રાગવાળો તો દેખતા નથી, પણ ઇન્દ્રિયજ્ઞાનવાળો કયાં દેખે છે ઇ! કેવળી આમ દેખે છેઃ અને આ અજ્ઞાની કહે છે કે મારામાં ઇન્દ્રિયજ્ઞાન થાય છે, મારામાં રાગ થાય છે, હું ૫૨ને જાણું છું! જણાય નહીં ને જાણું! ૫૨ને જાણું !! જે ભિન્ન છે તદ્ન બિલકુલ ! પ્રદેશભેદે ભેદ છતાંય • જણાય અને એને હું જાણું !
આહા...હા! બહાર નીકળી ગયો (રખડવા) જ્ઞાનથી કલ્પનામાં બહાર નીકળ્યો. ઓમ તો બહાર ‘ઉપયોગ’ નીકળતો નથી હોં! ગમે એટલો પ્રયત્ન કરે અજ્ઞાની! તો આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને ૫૨ને જાણવા જાય એ તો અશક્ય છે સાવ!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com