________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
અને....આહીંથી વાત કરે છે હવે “અને આત્મા પણ.એમ. “પણ” શબ્દ લાગ્યો ને! આહા..! આ તો અમૃતનો ધોધ છે દશગાથા તો શું કહીએ? અમારી શક્તિ એટલી નથી, સંતો જે આવીને સ્પષ્ટીકરણ કરે! કેટલીક વાર તો મને વિચારો આવ્યાં, સ્વર્ગમાંથી આવીને સમજાવો ને પ્રભુ! સ્વર્ગમાંથી પધારો ને! આ દશ ગાથા આહા..હા ! અમારી શક્તિ નથી, શક્તિ અનુસાર તો સમજ્યા છીએ, પણ આપની શક્તિ કોઇ અલૌક્કિ છે.
અને અમે કહેશું તો કોઇ માનશે નહીં પણ તમે ઉપરથી આવશો અને કહેશો તો બધા માનશે! એક વખત તો પધારો પ્રભુ! આહા! કુંદકુંદ ભગવાનને વિનંતિ કરી છે હોં સીધી એને આપણે હોં! ગાથા એમની છે ને! આહા! પણ પંચમકાળના જીવોના પુણ્ય એવા નથી, કે આપણી વિનંતી સ્વીકારે. અહા ! આપણી યોગ્યતા એટલી કાચી છે.
આહા ! સર્વજ્ઞ પણ નહીં, ગણધર નહીં, ભાવલિંગી સંતના પણ દુષ્કાળવત્ સ્થિતિ થઇ ગઇ છે. આહા ! તું અમને જાણ અને આત્મા પણ બે સાઇડથી વાત કરે છે. (એક) પુદ્ગલ કહેતા નથી કે તું અમને જાણ (બે) અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને -આત્માનો ઉપયોગ આત્માને જાણવાનું છોડીને'
માલ બહુ છે! શક્તિ અનુસાર અમે કહીએ છીએ પણ આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. અમારી શક્તિ નથી. અહીં! અમને ઊણું લાગે છે અમે નથી કહી શકતા! જેટલું આમાં છે એટલું? જ્ઞાનમાં જેટલું આવે એટલું પાણીમાં આવી પણ શકે નહીં.
આહા “પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, ઉપયોગ જેનો છે આત્માનો-લક્ષ જેવું છે “ઉપયોગ” તો ઇ લક્ષણ, લક્ષ્યને છોડીને, અલક્ષ્ય એવા પદાર્થોને જાણવા જતું નથી. આહાહા ! ઓલા પદાર્થ તો કહેતા નથી કે “તું મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને છૂટી શકતું નથી. “ઉપયોગ માં સદાકાળ આત્મા જણાયા કરે છે સૌને બાળગોપાળ સૌને! માને યા ન માને ! આહાહા ! એવું ફંકશન અનાદિ-અનંત ચાલુ છે.
આહા..હા! ઈ ઉપયોગમાં જ્ઞાયક જણાય છે. અને શેય જણાતું નથી. એનું નામ ઉપયોગ છે.
આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથીઆહાહા...હા! ઇ જ્ઞાન બહિર્મુખ થાય જ નહીં. અને જે જ્ઞાન બહિર્મુખ થાય છે, તે જ્ઞાન નથી તે ઇન્દ્રિયજ્ઞાન=અજ્ઞાન છે. આત્મા પોતાને જાણવાનું છોડીને પરને જાણવા શા માટે જાય! એને જરૂર શું છે? જરૂર હોય તો તો જાય! બહારથી કાંઇક લેવું હોય તો તો ઉપયોગ બહાર જાય, પણ ઉપયોગ તૃપ્ત તૃપ્ત છે અંદરમાં! ઉપયોગમાં આખો (પરિપૂર્ણ) આત્મા જણાય છે. માને કે ન માને...જણાઈ રહ્યો છે. જણાય છે ને જાણે છે. આહા..! એ ઉપયોગ અને જ્ઞાયક કથંચિત્ અભેદ હોવાથી જણાય છે ને જાણે છે ને એવું ચાલુ છે અને પ૨૫દાર્થ, એ તો સર્વથા ભિન્ન છે એને જણાતા પણ નથી ને જ્ઞાન એને જાણતું પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com