________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૧-૧૧-૯૬ કલકત્તા. સવારે. પ્રવચન નં.-૧૮ (જુઓ ભાઈ !) ક્રોધાદિને બધા કષાય જાણે, હિંસા-હિંસાના પરિણામને દોષ જાણે પણ.... ઇન્દ્રિયજ્ઞાન છે અને જગતના જીવો “જ્ઞાન” જાણે છે ને! એટલે “દોષ' જાણતા નથી, એટલે એનો નિષેધ આવતો નથી. પણ આ સંતો કહે છે...મારા ઘરની વાત નથી.
એક બીજી અપૂર્વ વાત! આખા ભારતમાં ચાર અનુયોગ છે. હજારો અને લાખો શાસ્ત્રો છે, એમાં એક જે દશ ગાથા આવી છે (સમયસારમાં) એવી ગાથાઓ ક્યાંય કોઇ શાસ્ત્રોમાં જોવામાં આવતી નથી. જેટલું જોવામાં આવ્યું છે એનું હું કહું છું. બીજામાં હોય તો આપણે ખ્યાલ પણ નથી. દશ ગાથા આવી છે, ઇ અમૃત જેવી છે!
જો, ધ્યાનથી સાંભળે, પછી વિચાર કરે, પછી ગોઠવે કે આ કુંદકુંદ ભગવાન વાત કહે છે એ સાચી કે ખોટી, કુંદકુંદ ભગવાન ખુદ કહે છે. “કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી”
આ...ક્યાં લખ્યું છે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી ? પ્રશ્ન થાય! ન થાય એમ નહીં, પ્રશ્ન થાય સમજવા માટે, ક્યાં છે જિનાગમમાં? આત્માનું જ્ઞાન પરને ન જાણે..ઇકયાં લખ્યું છે?
ઇ લખ્યું છે ઇ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. ૩૭૩ ગાથાની શરૂઆત થાય છે. આખું “સમયસાર” પૂરો થતાં-થતાં છેલ્લી અપૂર્વ વાત, કહેતા જાય છે! આહા..હા! શાસ્ત્ર પૂરું થવા આવ્યું છે. આમાં પાનું પ૩૯ છે આ ‘સમયસાર” છે. એમાં છે ને! એનું મથાળું છે દશ ગાથા ઉપરનું મથાળું !
અરે! કુંદકુંદ ભગવાન કહે છે એની “ના” પાડશોમાં હોં! મોટુ અહિત થઇ જશે પ્રભુ તમારું! આહા!હા! કુંદકુંદની વાણી એટલે સર્વજ્ઞની વાણી છે. ભાવલિંગી સંત! અને સિદ્ધમાં કંઈ તફાવત નથી.
આહા....! “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતા પુદ્ગલો આત્માને કાંઇ કહેતા નથી” જડપદાર્થો આત્માને કાંઇ કહેતા નથી–સમીપમાં છે જડપદાર્થો “તો પણ જડપદાર્થો કહેતા નથી કે: “તું અમને જાણ.' હુંઆત્મા તારી પાસે “જ્ઞાન” છે. અને અમે “જ્ઞય” છીએ તારું-અમે તારું શેય છીએ, અમે શયનો સ્વાંગ પહેરી તને કહીએ છીએ કે તું અમને જાણ...પણ ઈ કહેતા જ નથી, કે તું અમને જાણ ! મફતનો આ જીવ માથું મારે છે. પરનું લક્ષ' કરે છે! (એ) કહેતા નથી કે તું અમને જાણ ! પુદ્ગલ કહેતા નથી કે તું અમને જાણ/એક સાઇડથી વાત કરી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com