________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૩૬ થઇ ગયા કલકતાના ! એને અનુભવ થયો, ગુરુદેવનાં પ્રતાપે. એના નિમિત્તે અને એ એકાવતારી પુરુષ છે. એક જ ભવ બાકી છે. સ્વર્ગમાં ગયા છે. ત્યાંથી નીકળીને વયા જશે મોક્ષમાં. પછી (સોનગઢમાં) બપોરે ચર્ચા થાય! તેને ખ્યાલ નહીં ત્યાં (મંદિરમાં) ભક્તિ થાય. અહીં ઘરે ચર્ચા થાય. સમજી ગયા તેમાં એક મુમુક્ષુએ એને ચીંટીયો ભર્યો! ચીંટીયો ભર્યો એટલે શું? આ તમે શું કરો છો? અમે ચર્ચા કરીયે છીએ. ત્યાં ભક્તિ ચાલે છે ને અહીંયાં તમે ચર્ચા કરો છો? પછી (સોગાનીજી) પોતે બોલ્યા!! આ બધું સ્વપ્નમાં થાય છે. જાગૃત અવસ્થામાં આ બધું કાંઇ થતું નથી. મેં કાનોકાન શબ્દ સાંભળ્યા. આહાહાહાહા ! સ્વપ્નમાં થાય છે. એટલે (ચર્ચાના) કર્તા નથી પોતે અને સ્વપ્નમાં થાય છે તે સાચું નથી. જાગૃત અવસ્થામાં તો અમને અમારો આત્મા જણાય છે. એવી વાતો તો ઘણી હોય છે.
આ મહાપુરુષના પ્રતાપે ધીમે-ધીમે ઘણાં, કોઇ પામ્યા ! કોઇ પામશે.
ભાવાર્થ:- “શબ્દાદિ જડ પુદગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઇ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર; ગ્રહણનો અર્થ-અર્થાત્ તું અમને જાણ. ગ્રહણનો અર્થ જાણ. અને આત્મા પણ પોતાનાં સ્થાનથી ચુત થઇને એટલે પોતાના આત્માને જાણવાનું છોડીને..એનું જ્ઞાન તેમને એટલે બાહ્ય પદાર્થ શબ્દાદિને ગ્રહવા એટલે જાણવા તેમના પ્રત્યે જતો નથી.
સાધકને આહાહા ! એટલે એનું લક્ષ છૂટી ગયું છે. આત્માનું લક્ષ થઇ ગયું છે. એટલે શબ્દાદિને જાણતા નથી. શબ્દનો પ્રતિભાસ થાય છે; પણ શબ્દને ન જાણે. ગણધર પ્રભુ દિવ્ય ધ્વનિ સાંભળે..!! શબ્દ સાંભળે ઇન્દ્રિયજ્ઞાન! અને શબ્દનો પ્રતિભાસ થાય અતીન્દ્રિયજ્ઞાનમાં !! તો પણ ગણધર ભગવાન એ શબ્દનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, કે જે જ્ઞાન અભેદપણે આત્માને જાણે છે. અહા ! ઘડીકમાં પરિણતિને ઘડીકમાં ઉપયોગ. ઘડીકમાં પરિણતિ અને ઘડીકમાં ઉપયોગ.
આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે. અને ઇન્દ્રિયજ્ઞાનમય નથી. આ અતિ નાસ્તિ અનેકાંત છે. સમજાણું કાંઇ?
(અલિંગગ્રહણના પ્રવચનમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com