________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩પ
પ્રવચન નં. – ૧૭ | સર્વજ્ઞ ભગવાને કહેલી વાત (કુંદ કુંદ આચાર્ય ભગવાને) એણે ઝીલી: ઝીલી અને અહીં આવી. અને મદ્રાસથી (૮૦) એસીમાઇલ દૂર પોનૂર હીલ છે પોનૂરનો અર્થ-સોના. પોન્સુરનો અર્થ સોનું-સોનું. સોનાની હીલ ત્યાં છે. હવે તો પત્થર ત્યાં છે પત્થર છે. સોનું નથી. પણ ત્યાં હીલ ઉપર પોતે તપસ્યા કરતા હતા. ત્યાં એણે આ તાડપત્રો ઉપર શાસ્ત્રો લખ્યા. પાંચ, છ, શાસ્ત્રો પ્રસિદ્ધ છે. આમતો ઘણાં શાસ્ત્રો લખ્યા છે. બાકી પ્રસિદ્ધ નથી ચોરાસી પાહુડ લખ્યાતા.
સમર્થ આચાર્ય થઇ ગયા. સદેહે ગયા. કોઇ એમ કહે છે કે એનાં મિત્રો.સ્વૈગમાંથી આવી ને દેવો લઇ ગયા. કોઇ એમ કહે છે કે ઋદ્ધિ થી ગયા. જે હો તે !! પણ ત્યાં ગયા એ તો સાચી વાત છે. અને છે ત્યાં પધાર્યાને! ત્યાં પધાર્યા!! આઠ દિવસ રહ્યા..એ વખતે મનુષ્યો તો હોયને ઘણા, સમોસરણમાં તો એમાંથી કેટલાક મનુષ્યો ભારતમાં આવ્યા છે. (ઘણાં એ તેમને) જોયેલા છે. અપૂર્વવાતો બહાર આવી છે. કુંદકુંદની વાણી એટલે ભવનો અંત. એનું ભાવભાસન થાય તો ભવનો અંત. શબ્દનું ભાવ ભાસન થાય એમાં કાંઇ નહીં. પણ એનો ભાવ જે કહેવા માંગે છે; એ અંદરમાં ઉરમાં, જ્ઞાનમાં ઉતરી જાય અંદરમાં પ્રત્યક્ષ અને અંદરમાં વેદન લઈ લ્ય આત્માનું એક વાર ખલાસ.
અહીંથી સીધો મોક્ષ નથી. ડાયરેકટ નથી; પણ ઇનડાયરેકટ છે. બુકિંગ થાય છે. અહીં મોક્ષનું બુકિંગ એટલે સમ્યગ્દર્શન થયું એ બુકિંગ બસ. પહેલાં તો સોનગઢમાં ઓફીસ હતી. બુકિંગની ઓફસ હતી સમજ્યા ? પણ હુવે ગુરુદેવ સ્વર્ગમાં વગા ગયા. આ કાળ બહુ સારો છે. જેને પોતાનું કામ કરવું હોય એને. અવસર બહુ સારો આવ્યો છે. (શ્રોતાઃ- આ એની બ્રાંચ રાજકોટમાં ખુલ્લી ગઇ છે.)
આ રીતે આત્મા હવે ટોટલ મારે છે. આ રીતે આત્મા દીવાની જેમ !! દીવાનું દષ્ટાંત આપ્યું હતું ને! એની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. ઉદાસીનનો અર્થ કરે છે. કાઉન્સમાં અર્થાત્ સંબંધ વગરનો જ્ઞાતા-શયનો સંબંધ પરની સાથે આત્માને નથી. આત્માને શાતા શેયનો સંબંધ અંદરમાં છે. આત્મા જ જ્ઞાતા અને આત્માજ શેય એવો જ્ઞાત શેયનો ભેદરૂપ વ્યવહાર છે પણ ઇ... ભેદરૂપ વ્યવહાર ઓળંગીને અભેદ થઈ જાય છે. ત્યારે એક જ્ઞાયક (છે.)
જ્ઞાયકના (ભેદથી) ત્રણ પ્રકાર. જ્ઞાતા પણ પોતે! શેય પણ પોતે! અને જ્ઞાન પણ પોતે! અપરિણામી ધ્યેય અને પરિણામી થાય તે શેય. સમય એક. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે.
આત્મા હોં! સદાય ત્રણેકાળ ઉદાસીન છે. ઉદાસીન એટલે સંબંધ વગરનો. કર્તાકર્મ સંબંધ નથી; નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. અને જ્ઞાતા જ્ઞય સંબંધ પણ નથી. અંદરમાં ભેદરૂપ સંબંધ પણ નથી. અભેદ થઈ જાય છે. (ભેદન) ઓળંગી જાઉં એને. તટસ્થ છે. ઉદાસીનતાનો અર્થ તટસ્થ છે. નથી કહેતા...આ સાક્ષી છે. તો સાક્ષી જેલમાં હોય? સાક્ષીને બોલાવે કોઇ ! જે જોયું હોય તે કહેસાક્ષીને દંડ (જેલ) ન હોય.
એમ આ આત્મા તટસ્થ, ઉદાસીન છે. સાક્ષી છે. એક વખતનો પ્રસંગ યાદ આવ્યો. સોગાનીજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com