________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૩૪ પ્રતિભાસ થાય છે દશ લાખની મોટરનો ! એ મોટરને જાણતા નથી ?? કે જાણે છે, ને નથી જાણતા એમ તમે કહો છો? કે નથી જાણતો એમ તમે કહો છો! એ જરા ખુલાસો કરો !! ખુલાસાની જરૂર છે. છેલ્લો દિવસ છે ને આજ તો! હૈ? દશલાખની મોટર ડીલીવરી થઇને આવે !! ચક્રવર્તીને તો કરોડ રૂપિયાની મોટર હોય એમાં શું છે પણ? પણ પ્રતિભાસ માત્ર થાય છે. એનો પ્રતિભાસ જેમાં થાય છે, એ જ્ઞાન આત્માને જાણે છે. પણ ઓલો (અજ્ઞાની) પ્રતિભાસ વખતે ! પાંચ લાખની મોટર આવે, ને પ્રતિભાસ થયો તો મોટર મારી. દીકરાના જન્મના ખબર આવ્યા; દીકરો મારો. અરે! પ્રતિભાસ તને થયો છે. દીકરો મારો ક્યાંથી થયો તારો ? પરપદાર્થ તારો ક્યાંથી થાય?
જો આમ કહેશો તો સંસારના નાશ થશે. કે : સંસારના નાશ માટે આ સ્વાધ્યાય છે. તારે સંસાર રાખવો હોય તો અહીં તારું કામ નથી. કુંદકુંદ ભગવાનની વાણી સાંભળ અને સંસાર રહે? રુચિ પૂર્વક સાંભળે તો સંસાર રહે નહીં. આ તો સંસારના નાશનો સ્વાધ્યાય ચાલે છે. આહાહા ! બોલો.
શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા ! એના વૈભવની વાત સાંભળે તો ગળે ના ઊતરે. એટલો તો એનો વૈભવ હતો ! શાંતિનાથ ભગવાનને ત્રણ પદવી હતી. કામદેવ, ચક્રવર્તી, અને તીર્થકર. કામદેવ એટલે એનું રૂપ આપ્યું જુદા પ્રકારનું હોય. એ દેવલાલી પાસે એક જાત્રાનું સ્થળ છે; માંગી-તુંગી પહાડ ઉપર હું જાત્રા કરવા ગયો. તો આખા ભારતમાં એક જ પ્રતિમા મેં જોઇ કે એનું મુખ ભીંત તરફ હતું. બધાનાં મુખ તો આમ હોય ને દર્શન કરે એટલે મોટું દેખાય. બધાને મોટું દેખાય. આ મોટું જ એનું જુદું ! ભીંત તરફ મોઢું હતું.
મેં પુછ્યું આ શુ? તો કહે-કઇ..કામદેવ હતા. કામદેવ હતાને જ્યારે, અને પછી (પોતે) મુનિદીક્ષા અંગીકાર કરી. પછી કામદેવ છે; એ પછી આહાર લેવા આવે ! પણ સ્ત્રીઓ તદ્દન ગાંડી થઈ જાય. એનું રૂપ જોઇને એકદમ ભાન ભૂલી જાય!! એ મુનિને ખબર પડી કે આ રૂપ? આ રૂપને મારે શું કરવું છે? બસ પછી ધ્યાનમાં બેસી ગયા ભીંતની સામે જોઇને! ગુફામાં ભીંત હોયને? કોઇ દર્શન કરવા આવે તો મોઢું દેખાય નહીં એનો વાંસો દેખાય. બધા પાછા વયા જાય. (મુનિરાજને) કેવળજ્ઞાન થઇ ગયું એને.
એવી એક પ્રતિમા છે આખા ભારતમાં ઘણી પ્રતિમાઓનાં મેં દર્શન કર્યા પણ આવી પ્રતિમા ક્યાંય નથી. માંગતુંગીમાં છે. એટલે શાંતિનાથ ભગવાન એ પોતે કામદેવ પણ હતા. ચક્રવર્તી પણ હતા. ઇ પદમાં અને તીર્થકર પણ હતા. તીર્થકરનો ઉદયતો પછી જ્યારે દીક્ષા લ્યને ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે. ત્યાં સુધી તો ગૃહસ્થી હોય છે.
(શ્રોતા:- ફાઇનલ જજમેન્ટ).
હવે એનો વૈભવ-એના વૈભવનો પ્રતિભાસ થાય છે. જે જ્ઞાનમાં-કે જે જ્ઞાન આત્માને જાણે છે. હવે પ્રભુ! એ પ્રતિભાસના વિષયને જાણતા નથી અને પ્રતિભાસને જુદો પાડીને જાણતા નથી. અને જેમાં પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયને પણ જાણતા નથી એ તો જ્ઞાયકને જાણે છે. આમાં સમયસારમાં આ બધા સુપ્રિમ કોર્ટના કાયદા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com