________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૩
પ્રવચન નં. – ૧૭ નથી. પણ...જાણવાનો વિષય બેયનો જ્ઞાયક એક શુદ્ધાત્મા છે.
હવે ઇ...જ્યારે સંવર પૂર્વક નિર્જરા થાય છે, ત્યારે નિર્જરાને પામે છે. ત્રીસ વર્ષ પહેલાં એક પંડિતે બહુ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી, કે નિર્જરા થાય છે, આ ગોમટસારમાં લખ્યું છે..કે કરણલબ્ધિમાં નિર્જરા થાય છે. પછી મેં પૂછયું! કે એમાં લખ્યું છે સંવર પૂર્વક નિર્જરા ? એમ લખ્યું નથી. લખ્યું નથી તો નિયમ ભંગ ન થાય. સંવર પૂર્વકજ નિર્જરા હોય. સંવર ન થાય અને નિર્જરા ન થાય તેને નિર્જરા ન કહેવાય. આ કર્મની નિર્જરા, જડની નિર્જરા થાય, પણ ત્યાં મિથ્યાત્વ ક્યાં ગયું છે ત્યાં? હા ! મિથ્યાત્વનો અનુભાગ ઘટતો જાય છે. એવો ઘટયો છે; એવો ઘટયો છે; કે હમણાં ક્ષય થઈ જશે. એમાં ફેર નથી.
(સંવરપૂર્વક નિર્જરા કેમ નથી ?) કે આત્માની ઉપલબ્ધી નથી થઇ માટે સંવર નથી. આસ્રવનો નિરોધ એનું નામ પણ સંવર. આત્માની ઉપલબ્ધિ-શુદ્ધાત્માની ઉપલબ્ધિ એનું નામ પણ સંવર. એક નાસ્તિથી પ્રતિપાદન સંવરનું આવ્યું અને એક અસ્તિથી સંવરનું સ્વરૂપ બતાવ્યું. સંવરના બે પ્રકાર છે. અને એ વાતમાં જ્યારે અનુભવ થાય છે; જીવને! ત્યારે એને નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા એટલે? નિર્જરાના ત્રણ પ્રકાર !! (૧) કર્મ ખરે એને નિર્જરા કહેવાય (૨) અને રાગનું ખરી જવું છૂટું પડવું એને (પણ) નિર્જરા કહેવાય. (૩) અને આત્માની શુદ્ધિની વૃદ્ધિ થઇ એનું નામ પણ નિર્જરા કહેવાય. નિર્જરાના ત્રણ પ્રકારે વર્ણન છે.
આજ તો છેલ્લો દિવસ છે ને? છેલ્લે છેલ્લે તો બદામનો મેસુબ હોય હોં? લોટનો મેસુબ ન હોય. અલૌકિક છે? આની પાછળ પડવું જોઇએ ભાઈ ! પાછળ પડે તો જરૂર પ્રાપ્ત થાય. પોતાની પાસે પોતાની નિધિ છે. બહારથી તો કાંઇ લાવવાનું નથી. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અર્થાત્ જ્ઞાન અપર પદાર્થને (વિષય કરે છે.) તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે આગળ...વિશેષ-વિશેષ વિષયોની અપેક્ષા એ! વિશેષ-વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના-સામાન્ય જ્ઞાનના બે ભેદ પડી જાય છે. બે ભેદ થઈ જાય છે. કાં સમ્યજ્ઞાન અને કાં મિથ્યાજ્ઞાન. સ્વસમ્મુખ હોય તો સભ્ય જ્ઞાન, પરસન્ન થાય તો મિથ્યાજ્ઞાન
“પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતા મનોહર કે અમનોહર એવા બાહ્ય પદાર્થો શબ્દાદિ જરાય વિક્રિયા કરતા નથી; પ્રતિભાસ થાય એમાં (પણ) વિકાર ન થાય. રાગનો પ્રતિભાસ થાય એમાં (પણ) રાગમાં મમતા ન થાય. પ્રતિભાસ મમતાનું કારણ નથી. પ્રતિભાસ થાય એમાં જ્ઞાન મલિન ન થાય. દર્પણમાં કોલસો ઝળકે તો દર્પણ મલિન થાય? મલિન ન થાય. એમ પ્રતિભાસમાં મલિનતા નથી એ તો સ્વચ્છતા છે. પણ જેનો પ્રતિભાસ થાય.શરીરનો પ્રતિભાસ થયો ! તો શરીર મારું તો જ્ઞાનનું અજ્ઞાન થઇ ગયું. મિથ્યાજ્ઞાન થઇ ગયું. કાં સમ્યજ્ઞાન થાય અને કાં મિથ્યાજ્ઞાન થાય. બેમાંથી એક થાય.
શરીરનો પ્રતિભાસ દેખાણો; શરીર મારું! મોટર પાંચ લાખની આવી. ડીલીવરી થઇ! પ્રતિભાસ તો થયો. જ્ઞાની દશ લાખની મોટર લ્ય. અને ઓલાને પાંચ લાખની એને આવે ! તો જ્ઞાનીને તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com