________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૩૨ જશે.
ક્યાં પડી છે કોને? આ પર્યુષણ છે એટલે હાલો આપણે સાંભળવા જઇએ. તહેવારના દિવસો છે. કોઇ' દિ ન જતાં હોઇએ તો.હવે તો જવું જોઇએને? આપણે જૈન છીએ એટલે !!!
બેનાં (સ્વપરનાં) પ્રતિભાસ વખતે, એટલે એનો પ્રતિભાસ થાય છે, એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. એને જ્ઞયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ્ઞયાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર ન લેવું. શેયાકાર જ્ઞાન છે. એટલે એમાં બે-શય પ્રતિભાસે છે. એટલે જ્ઞયાકાર જ્ઞાન છે. બે શેય છે એટલે જ્ઞયાકાર જ્ઞાન કહેવાય. હવે એ જે જ્ઞયાકાર જ્ઞાન થયું એમાં આચાર્ય ભગવાન કહે છે કે યાકાર જ્ઞાન વખતે! એમાં તને જ્ઞાયક જણાય છે, એમ લે ને? પર જણાય છે રહેવા દે ને? જ્ઞાયક જણાઈ રહ્યો છે! જે જણાયો એ તો સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં જ્ઞાયક છે. જે મન વડે જાણ્યો, તે જ્ઞાન વડે જણાઈ જાય છે પ્રત્યક્ષ. (પ્રથમ) પરોક્ષ પછી પ્રત્યક્ષ. પરોક્ષનો વ્યય અને પછી પ્રત્યક્ષનો ઉત્પાદ.
પહેલો સવિકલ્પ સંવેદનથી જાણો આત્માને. કરણલબ્ધિના પરિણામમાં અંદર જાય છે! હુજી પહોંચ્યો નથી વચલી (વચ્ચેની) સ્થિતિમાં એ.....જ્ઞાયક જ એને જણાય છે. અને જ્યાં એ કરણ લબ્ધિના પરિણામ છે એ માનસિક જ્ઞાન છે. આત્મિક જ્ઞાન નથી કરણલબ્ધિના પરિણામ બંધનું કારણ છે. ભલે નિર્જરા કહી હોય, પણ ત્યાં સંવર પૂર્વક નિર્જરા નથી. સંવર પૂર્વક નિર્જરા હોય. શું કહ્યું આ? નિર્જરા થાય છે. દ્રવ્યકર્મની નિર્જરા થાય છે. પણ મિથ્યાત્વની નિર્જરા થતી નથી ત્યાં. કેમ કે નિર્જરાનો એક સિદ્ધાંત છે કે-સંવરપૂર્વક જ નિર્જરા થાય. ત્યાં સંવર નથી. કરણ લબ્ધિના પરિણામમાં સંવર થયો નથી. આત્માનો અનુભવ ક્યાં છે? ત્યાં તો આત્મા અનુમાનમાં આવ્યો ! માટે ત્યાં જડકર્મની નિર્જરા થાય છે. સંખ્યાત ગુણી લખી હોય અસંખ્યાત ગુણી અમને મંજૂર છે. પણ પરમાણુની નિર્જરા થાય છે. એમાં મિથ્યાત્વ ભાવની નિર્જરા ક્યાં થઇ?
એ જ્યારે ઉપયોગ અંદરમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં આવે છે (ત્યારે) સાક્ષાત્ પ્રત્યક્ષ અને પરમાત્માનાં દર્શન કરતાં આનંદની ઉપલબ્ધિ થઇ. અતીન્દ્રિય આનંદ આવ્યો. એ વખતે મિથ્યાત્વ નામના આસવનો નિરોધ થાય છે. અને ક્રોધ-માન-માયા-લોભની (અનંતાનુબંધી) એક ચોકડીનો વિરોધ થઇ જાય છે. એ જે નિરોધ થયો તેને નાસ્તિથી સંવર કહેવાય. ફરીને....!
નિરોધ થયો ને કરમનો ! એને નાસ્તિથી સંવર કહેવાય. અને અસ્તિથી આત્માની ઉપલબ્ધિ થઇ એનું નામ ખરેખર સંવર છે. સંવરના બે પ્રકાર. એક નાસ્તિથી અને એક (અસ્તિથી.) આત્માની ઉપલબ્ધિનું નામ સંવર છે. સાક્ષાત્ પ્રત્યક્ષ આનંદ આવ્યો. જ્ઞાને જાણી લીધો આત્માને! જેવો છે તેવો ! જેવો કેવળજ્ઞાનમાં જણાયો તેવો શ્રુતજ્ઞાનમાં જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં કાળે શ્રુતની ઉપાધિ બાદ કરો તો જેવો કેવળજ્ઞાનમાં જણાય છે તેવો જ આત્મા આમાં ( જ્ઞાનમાં) જણાય છે. ઓલો એક હજાર પાવરથી જાણે છે. અને આ ચાલીશ પાવર થી જાણે છે જ્ઞાની. આ દીવાથી ને ઓલો સૂર્યથી. પણ વિષય બન્નેનો એકજ છે. એટલું ખરું કે ઓલા પ્રદેશને પણ જાણે છે પ્રત્યક્ષ અને આ પ્રદેશને જાણતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com