________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. - ૧૭
૨૩૧
વિષયના ભેદે (ભેદ પડી જાય છે.) બહુ અલૌકિક અપૂર્વ વાત છે.
સંતોની વાણી કાને પડવી મુશ્કેલ. અને એનું ઊંડાણથી અધ્યયન કરવું! એ પણ કોઇ ભાગ્યશાળી કરે. અને જો કરે તો કામ થઇ જાય. એવું છે બધું. સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. આઠે પ્રકારના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ તો થાય છે. હવે અજ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ ન થાય, એકલો પરનો પ્રતિભાસ થતો હોય, તો એને જાણનારો જણાય જ નહીં. તો ઇ સૂત્ર ખોટું પડી જાય કે: આબાળ-ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અભવી હો કે ભવી મિથ્યાદષ્ટિ બન્ને ને! એના જ્ઞાનમાં પણ જેમ પરનો પ્રતિભાસ થાય છે તેમ સ્વનો પ્રતિભાસ થાય છે. એટલે એ પ્રતિભાસ બેના થાય છે. માટે ભેદજ્ઞાનનો અવસર રહી ગયો.
ઓહો...! મને મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક જણાય છે. એમ પ્રભુ ફરમાવે છે! આ મારા ગુરુ ફરમાવે છે? જ્ઞાયક મને જણાય છે. મારો પ૨માત્મા મને જણાય છે! આહા! આ શું? એમ જો જરાક વિચાર કરી, અને પરનું લક્ષ છોડે તો સ્વનું લક્ષ થઈ જાય. બેનો પ્રતિભાસ છે એટલે ભેદજ્ઞાનની (બાજી હાથમાં છે.) અહાહા ! ભેદજ્ઞાન થઈ શકે છે. બેને જાણું છું એવું શલ્ય હોય એમાં ભેદજ્ઞાન બિડાઇ જાય છે. આ પ્રતિભાસને જાણવામાં અંદરમાં મોટો માલ ભર્યો છે. અંદ૨માં.
બે જણાય તો ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ જાય છે. બેને હું જાણું છું એને ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. અને બેનો પ્રતિભાસ છે તો ભેદજ્ઞાનનો અવસર છે. કરે તો છે. (ભેદજ્ઞાનનો માર્ગ ખુલ્લો રહી જાય છે.) મૂળમાં ભૂલ! શું ભૂલ છે? શ્રોતા-મૂળમાં છેલ્લી ભૂલ છે, આજે પ્રતિભાસ પડે છે તેને જાણે છે ઇ ત્યાં ભૂલ પડે છે. એ ભૂલ નીકળી જાય કે નહીં? બેને જાણે છે એ ભૂલ નીકળે એવી છે કે નહીં. સ્વપર બેને હું જાણું છું એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. એકતા થઇ ગઇ એમાં! પરની સાથે એકતા થઇ ગઇ! એટલે ભેદજ્ઞાન રહ્યું નહીં. અવસર ન રહ્યો ભેદજ્ઞાનનો. મારો કહેવાનો આશય ગંભી૨ સમજજો જરા. એમ શબ્દમાં નથી આ તો માલ છે એમાં.
સ્વપ૨ બન્નેને જાણું છું એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. એટલે કે ૫૨માં એકત્વ બુદ્ધિ થઇ જાય છે. સ્વ તો નામ માત્ર કહે છે. સ્વ૫૨નો પ્રતિભાસ થાય છે, એ તો હકીકત છે. પણ સ્વના પ્રતિભાસને આવિર્ભાવ કયાં કરે છે? પ૨નાં પ્રતિભાસને આવિર્ભાવ કરીને અહં કરે છે. દેહમાં, ૫૨માં, રાગમાં, ( એકત્વ ) એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થઇ જાય છે.
અને (સ્વપ૨ ) બેનો પ્રતિભાસ થાય છે; એટલે એમાં તો ઓહોહો! રાગે જણાય છે. અને રાગ જ્યારે જણાય એટલે પ્રતિભાસે છે ત્યારે ભગવાન આત્મા પણ પ્રતિભાસે છે. એમ સંતોની વાણીને લક્ષમાં લ્યો. આમાં ચાર શાસ્ત્રોના આધાર આપ્યા છે. આ સ્ટીકર છે આમાં! ફૂરસદ હોય તો વાંચજો. મરવાની ફૂરસદ છે. પણ આ વાંચવાની ફૂરસદ નથી આવતી. અડધા કલાકનું કામ છે. ચાર શાસ્ત્રોની ગાથા લખી છે ઝાઝો ટાઇમ જશે નહીં, તમારો ભાઈ! ઝાઝો ટાઇમ પાપમાં જાય છે ને ઇ...રોકાઇ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com