________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૩ હોય. અને ઉપાદાનને દેખે એને કોઈ નિમિત્ત દેખાતું નથી. અને નિમિત્તનું લક્ષ કરે...એને ઉપાદાન દેખાતું નથી. માટે આ જગતમાં બધા ઉપાદાન છે. કોઈ નિમિત્ત નથી. અને આ જગતમાં એક જ શેય છે. બીજો કોઈ જોય નથી. પણ જ્ઞયો શેયપણે છે એમ તો જ્ઞાન જાણે કે નહીં?
આત્માને જાણે ભલે એનો વાંધો નહીં, પણ આત્માને જાણ્યા પછી તો આ દ્રવ્ય mયો છે; એમ તો ઉપયોગ મૂકીને જાણે કે નહીં. જાણે કે નહી? કે ઉપયોગ બહાર જાય જ નહીં. જાણે ક્યાંથી? ઉપયોગ તો અંદર ડૂબી જાય છે! અરે! ચોથ, પાંચમે, છઠ, નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ બહાર જતો નથી તો કેવળીને તો બહાર માં ક્યાંથી જાય ?
આત્મા જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાનાં સ્વરૂપથી જ જાણે છે. તેમ સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને) વસ્તુ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દ આદિ બાહ્ય પદાર્થોનો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતાં નથી. કહે છે કે આત્માને જાણે છે! જાણતાં-જાણતાં બાહ્ય પદાર્થોનો સદ્ભાવ હો કે અભાવ હો! પણ બાહ્ય પદાર્થોનો પ્રતિભાસ છે! એનાથી એને વિકાર થતો નથી. બાહ્ય પદાર્થોનો પ્રતિભાસ છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે: એ તો જ્ઞાન જ છે. પણ રાગનો પ્રતિભાસ દેખીને! આ રાગ મારો છે; હું રાગને કરું છું; રાગ મારા જ્ઞાનનું જ્ઞય છે, તો એ વિકાર ઉત્પન્ન થઈ ગયો. મોહેં–રાગ-દ્વેષ ઉત્પન્ન થઈ ગયા. સંસાર આખો. પરનું લક્ષ કરે તો વિકાર પ્રગટ થાય. પણ પરનો પ્રતિભાસ હોય જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ છે. સ્વપરનો પ્રતિભાસ રાગનું એ કારણ નથી અને વીતરાગભાવનું એ કારણ નથી. એ તો એનો સ્વચ્છ સ્વભાવ છે દર્પણની જેમ. એ વિકાર કે અવિકારનું કોઈ કારણ નથી. બે પદાર્થ એમાં પ્રતિભાસે છે (તે વિકારનું કારણ નથી.)
આ સ્ટીકર છે ને? બહુ ઊંચા પ્રકારનું છે. આચાર્ય ભગવાન ૫૫૮ ગાથામાં ફરમાવે છે, કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન એટલે સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાન ન લેવું. જ્ઞાન અર્થવિકલ્પાત્મ હોય છે. જ્ઞાન તો જ્ઞાન (છે.) હવે અર્થ વિકલ્પ એટલે શું? અર્થ એટલે સ્વ
વરના વિભાગ પર્વક આખું વિશ્વ તે અર્થ છે. અને એનાં આકારોનું અહીંયાં પ્રતિભાસ થાય છે. એનું નામ જ્ઞાન છે. આકારો એટલે સ્વરૂપો જેવા પદાર્થો હોય એવો અહીંયા પ્રતિભાસ થાય છે. પણ પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન પરને જાણતું નથી. જો પ્રતિભાસ વખતે પરને જાણે તો મિથ્યાજ્ઞાન. અને પ્રતિભાસ વખતે શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય તો સમ્યજ્ઞાન થઈ જાય છે.
આમાં લખે છે–અર્થાત્ જ્ઞાન વપરને, પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. સ્વપર પ્રતિભાસ રૂપ જ્ઞાન એક જ છે. હવે એ જ્ઞાનના બે ભેદ પડે છે. એક (જ્ઞાન) હોવા છતાં બેનો પ્રતિભાસ છે એટલે જેનું લક્ષ કરે છે તેને જાણે છે. જ્ઞાનની પર્યાય એક, પ્રતિભાસબેનો બેનો પ્રતિભાસ હોવાથી એ જ્ઞાન કઈ તરફ ઝૂકે છે? કંઈ તરફ ઢળે છે? પર તરફ વળે છે? કે સ્વતરફ વળી જાય છે? અનાદિકાળથી પર તરફ તો વળેલું છે; એ જ્ઞાન સ્વ તરફ વળે છે જ જ્ઞાન પર તરફ વળે છે તે જ્ઞાન સ્વતરફ નથી વળતું. એ તો ઇન્દ્રિયજ્ઞાન હતું એક નવું જ્ઞાન! વિશેષ પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com