________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯
પ્રવચન નં. – ૧૭ કરી શકાતો નથી. એટલે જ્ઞયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી કેમકે આત્મા ઉપાદાન છે. સ્વશક્તિ સંપન્ન છે. એને નિમિત્તથી નિરપેક્ષજ્ઞાન થાય છે. એને નિમિત્તની અપેક્ષા હોતી નથી.
તો પછી આ...વાંચવું ને..સાંભળવું ને...સ્વાધ્યાય કરવાનો એનું શું થશે ? કે એ એના ભાવમાં રહી જશે. અને એનાથી લક્ષ છૂટીને આત્માનું જ્ઞાન થઈ જશે. કાંઈ ચિન્તા કરવાની જરૂર નથી. સાધક પણ સ્વરૂપમાં લીન ન હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય છે આહાહાહા !
વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી ! મહા સિદ્ધાંત છે. આહા, કોહીનુરના હીરા બે છે. પહેલો હીરો શયથી જ્ઞાન ન થાય. બીજો (હીરો) જ્ઞયનું જ્ઞાન ન થાય. બે સૂત્ર આમાં છે. મધુભાઈ ! પહેલામાં શું કહ્યું? વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી; કે જ્ઞયથી આત્મજ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભલે હો ! શાસ્ત્રની સન્મુખ હોય! સ્વાધ્યાય કરતો હોય! પણ શાસ્ત્રથી કાંઈ આત્માનું જ્ઞાન થાય? તો તો અગિયાર અંગ ભણેલ હોય! ભણે છે! તેને આત્મજ્ઞાન થવું જોઈએ. પણ એમ છે નહીં.
હવે બીજો ભેદ-mયથી તો જ્ઞાન ન થાય. આ બીજા ભેદમાં મોટો વાંધો આવ્યો. પહેલા ભેદને (સત્ર) તો સ્વીકાર્યું મન...કમને પણ સ્વીકાર્યું. મનેકમને પણ સ્વીકાર્યું પરથી તો આત્માનું જ્ઞાન ન થાય, આત્માથી આત્માનું જ્ઞાન થાય. પરથી આત્માનું જ્ઞાન ન થાય.) આત્માથી આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં સુધી આવ્યો. પણ આ બીજો એક પ્રકાર લખેલો છે આમાં. કેઃ “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે જ્ઞયથી તો જ્ઞાન ન થાય. પણ શયનું જ્ઞાન ન થાય. થાય...! થાય....થાય....ત્યારે આત્માથી થાય! અને આત્માનું જ્ઞાન થાય!! શયનું જ્ઞાન ન (થાય.)
કેઃ ભલે અનુભવ વખતે તો આત્માનું જ્ઞાન થાય અને પરનું જ્ઞાન ન થાય; પણ અનુભવ પછી તો એના જ્ઞાનનું શેય પર પદાર્થ રહે કે નહીં? કેવળી થાય, પછી તો લોકાલોકને જાણે કે નહીં? અરે! જ્યારે પરને જાણવાનો નિષેધ ચોથા ગુણસ્થાને એને આવી ગયો, તો હવે શુક્લધ્યાનની શ્રેણીમાં એને જ્ઞાનમાં પર જણાતું નથી; તો કેવળજ્ઞાન થાય ત્યારે પાછો પરને જાણવા જાય? એ લોકાલોકનો પ્રતિભાસ થયેલો છે એનો આવિર્ભાવ થઈ જાય છે. એ વસ્તુ જરા સૂક્ષ્મ છે. કેમકે એ બધું શાસ્ત્રોમાં ભાવો છે; પણ શબ્દો (સ્પષ્ટ) નથી નીકળતા એટલે બહુ એની ચર્ચા અમે કરતા નથી.
- જ્ઞાતાનું જ્ઞય પરપદાર્થ નથી જ્ઞાતાનું શેય પોતેજ છે. પોતેજ જ્ઞાતા, પોતેજ જ્ઞય અને પોતેજ જ્ઞાન. એવા ત્રણ ભેદમાં પણ અનુભવ ન થાય, તો આત્મા પરને જાણે છે એમાં અનુભવ તો ક્યાંથી થાય ભાઈ ! અને અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. આદિમાં અનુભવ; મધ્યમાં પણ અનુભવ અને અંતમાં પણ અનુભવ, આદિ, મધ્ય, અંતમાં એક આત્માનો અનુભવ તે જ ધાર્મિક ક્રિયા છે. બાકી બધા સવિકલ્પ દશામાં શુભરાગ આવે સાધકને હોં ! પણ એ કાંઈ ધર્મનું કારણ નથી.
આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં–બાહ્ય પદાર્થ ન હોય, એકલો આત્મા હોય તો, “પોતાના સ્વરૂપથી જ જાણે છે. એને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી'. ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com