________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૨૮
જ્ઞાનીના વ્યવહારને અજ્ઞાનીએ અપનાવી લીધો. અજ્ઞાનીએ આત્માનું દર્શન છોડી દીધું. અને સ્વપર પ્રકાશકના નામે એકાંત પર પ્રકાશક પ્રસિદ્ધ કરવા માંડયો. (અને ) ભ્રાંતિ અને અજ્ઞાન ઉત્પન્ન કરી, અને સંસારમાં ૨ખડે છે.
અહાહાહા ! કુંદકુંદની વાણી છે આ. સમર્થ આચાર્ય થઈ ગયા. બે હજાર વર્ષ પહેલા. જે સદેહે સીમંધર પ્રભુના દર્શન કરવા ગયા હતા. આઠ દિવસ. ત્યાં રહ્યા હતા.
અને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે. એનો પુરાવો ભાવલિંગીસંત લખે છે... હૈ! કુંદકુંદ ભગવાન! આપ જો મહા વિદેહ ક્ષેત્રમાં જઈને ત્યાંનો માલ અહીં લઈ આવીને આ શાસ્ત્ર ન લખ્યા હોત; સમયસાર આદિ તો; અમારા જેવા મુનિજીવોનું શું થાત ? અમારા જેવા સાધુનું શું થાત? અમે ન પામી શકત તેમ લખે છે પોતે. ઈ....શિલાલેખ છે. શ્રવણબેલગોલામાં આ શિલાલેખ લખાયેલો છે. અને એનું પુસ્તક પણ છપાઈ ગયું છે. માઈસોરમાં ( મૈસુર ) બધા શિલાલેખોનું. બીજું જયસેન આચાર્યની ટીકા છે, પંચાસ્તિકાયની; એ ટીકામાં પોતે લખે છે, દંતકથાના ન્યાયે....કુંદકુંદ આચાર્ય ભગવાન મહા વિદેહ ક્ષેત્ર ગયા હતા. એવું પ્રમાણ છે. એમ પોતે લખે છે. અત્યારના જીવોની વાત તમે ન માન્ય રાખોતો ભલે! બાકી પૂર્વ આચાર્ય થઈ ગયા છે, એણે કહ્યું છે, માટે માન્ય રાખવા જેવું છે. એ પુરુષ કહે છે કે! આત્મા ૫૨ને જાણતો નથી! નથી જાણતો એટલે ? (૫૨ને) જાણવાનો સ્વભાવ નથી માટે નથી જાણતો એમ. અને જાણનારને જ જાણે છે ઇ. જાણનારો આત્મા એનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને રાગાદિને દેહાદિને જાણવા જતું નથી.
આવો જ્યારે ભેદજ્ઞાનનો પ્રકાર ભજે છે. કે: જાણના૨ જણાય છે, ખરેખ૨ ૫૨ જણાતું નથી. ત્યારે એને આત્મદર્શન થાય છે. આહા ! સમ્યકદર્શન થઈ જાય છે. અને સાધના કરી અલ્પકાળમાં એ આત્માનો મોક્ષ થઈ જાય છે.
(જીવ) પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને જાણવા જતો નથી; હવે કુંદકુંદની વાણી બહાર આવી, અને એને ન માને અને....સ્વપર પ્રકાશકમાં અટકે વ્યવહારમાં, વ્યવહાર સાચો લાગે; તો ભેદજ્ઞાનની શક્તિ એની બિડાઈ જાય છે. અને નિશ્ચયના પક્ષમાં આવે ! ભલે પક્ષાતિક્રાંત થઈ અનુભૂતિ ન થઈ હોય; તો નિશ્ચયના પક્ષમાં આવીને જો ભેદજ્ઞાન કરશે, તો ખરેખર એ સમ્યક્દી સન્મુખ થયો કહેવાય. અને પછી જરૂર આગળ વધીને એ નયપક્ષ છૂટી જશે. તો અનુભવ પણ થશે. પણ વ્યવહારનો પક્ષ છૂટે છે પહેલાં (પછી ) નિશ્ચયનો પક્ષ આવે છે; અને પછી પક્ષાતિક્રાંત થાય છે. એવી કોઈ પ્રક્રિયા ભજે છે.
આત્મા જેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં (પોતાનાં સ્વરૂપથી જ પ્રકાશે છે.) તેની આગળનું “વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી” માં સિદ્ધાંત-આત્માનું જ્ઞાન પરવડે ઉત્પન્ન થઈ શકતું નથી. દેશના લબ્ધિ સાંભળે તો આત્માનું જ્ઞાન થાય તેમ નથી. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રથી આત્માનું જ્ઞાન થાય એમ નથી. શૈયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. વસ્તુસ્વભાવ પરવડે ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com