________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૭
પ્રવચન નં. - ૧૭ એના સ્વભાવમાં નથી.
જેમ પરિણામને કરવું એ દ્રવ્યના સ્વભાવમાં નથી. કેમકે દ્રવ્ય સ્વભાવ અકારક, અવેદક છે. તેવી રીતે આત્માનું જ્ઞાન કદીપણ પરને જાણવા ગયું નથી. વર્તમાનમાં જાણવા જતું નથી અને ભવિષ્યકાળે પણ જાણવા જવાનું નથી. જે પરને જાણવા જાય છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. એ આત્માનું જ્ઞાન નથી. ઇન્દ્રિયજ્ઞાન કેમ પરને જાણવા ગયું? કે પોતે પોતાને જાણવાનું છોડ્યું અને “હું પરને જાણું છું', એમાં ઇન્દ્રિયજ્ઞાનનો જન્મ થઈ ગયો.
ઇન્દ્રિયજ્ઞાનના જન્મની સાથે એને મોહેં–રાગ-દ્વેષની ઉત્પત્તિ થઈ. આખો સંસાર આ ઇન્દ્રિયજ્ઞાનથી ઊભો થાય છે. જો જ્ઞાન શરીરને જાણે તો મમતા થાય, પણ જ્ઞાન આત્માને જાણે તો મમતા ન થાય. આત્માને જાણ્યા પછી ઇન્દ્રિયજ્ઞાન શરીરને જાણે તો શરીરમાં મમતા ન થાય ફરીને! એક વખત ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન થયું અને અંતર સન્મુખ થઈ; અને આત્માને પ્રત્યક્ષ અનુભવમાં લીધો, ધ્યેયનું ધ્યાન કરતાં આખો આત્મા અભેદ જ્ઞાનનું જ્ઞય થયું ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. એ સ્થિતિ સમ્યજ્ઞાન પ્રગટ થયા પછી, અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયા પછી, એ સવિકલ્પમાં આવે છે, સાધક ત્યારે દેહને જાણતો નથી! દેહનો માત્ર પ્રતિભાસ થાય છે. એટલે ઉપચારથી દેહને જાણે છે એમ કહ્યું. છતાં પણ દેહમાં એને મમતા થતી નથી.
ઇન્દ્રિયજ્ઞાન અને જાણે છે પણ આત્માનું જ્ઞાન (આત્માને જાણે છે) જે સમયે ઇન્દ્રિયજ્ઞાન દેહને જાણે છે તે સમયે આત્માનું જ્ઞાન દેહને જાણતું નથી. ભેદને જાણતું નથી અભેદને જાણે છે પરિણતિ. (આત્મા) પોતાના સ્થાનથી ચુતથઈને તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. પોતાને છોડે તો બાહ્યને જાણવા જાયને? જ્ઞાન આત્માના સ્વભાવને જાણવાનું છોડીને કદી ત્રણકાળમાં (પરને જાણવા) જતો નથી.
દીવાના પ્રકાશ કોઈ કાળે ઘટપટને પ્રસિદ્ધ કર્યો નથી. એ અજ્ઞાનીનો ભ્રમ છે. કે દીવો દીવાને પ્રકાશે. અને (દીવાને) પ્રકાશતા પ્રકાશતા ઘટપટને પણ પ્રકાશે. એ અજ્ઞાની જીવને ભ્રમ થઈ ગયો છે. દીવાના પ્રકાશે અત્યારસુધી (કોઈ) પર પદાર્થોને પ્રકાશતો નથી. પ્રકાશ્યો નથી અને પ્રકાશશે પણ નહીં. દીવાનો પ્રકાશ ક્યારે પરને પ્રકાશે? (કહે) દીવાનો પ્રકાશ (તેનાં) પ્રકાશ્યને છોડે તો !! પ્રકાશ્ય એવો દીવો જે પ્રકાશમાં પ્રસિદ્ધ થાય છે તેને પ્રસિદ્ધ ન કરે ! તો-તો દીવો રહેતો જ નથી અને દીવો (જ) રહેતો નથી તો ઘડાને પ્રકાશે છે એ વાત (પણ) રહેતી નથી. એમ દષ્ટાંત આપ્યું છે.
અગાઉ આપણે આવી ગયું દષ્ટાંત-દાંત પણ કડક છે. અઘરો છે. પણ સમજવા જેવો છે.
એવી રીતે ભગવાન પરમાત્મા! આહા..હાહા! અરે ! કુંદકુંદની વાત તો તું કાન ઉપર લે ભાઈ ! જેનું ત્રીજું નામ છે. તે ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી. આમ છતાં એ વાત સ્વીકારતો નથી અનાદિકાળથી. અને પરને પ્રકાશે છે, અથવા આગળ વધીને જ્ઞાની જ્ઞાનને જાણે છે, એ સમયે પરનો પ્રતિભાસ દેખીને, પરને જાણે છે એવો અપર પ્રકાશકનો ઉપચાર વ્યવહાર જ્ઞાની ને હોય તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com