________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જ્ઞાન આત્માને જાણે છે, અને પરને ન જાણે એવો, આત્માનાં જ્ઞાનનો સ્વભાવ હોવાથી; તે પોતાને જાણે છે; અને જાણવારૂપે પરિણમે છે. અને પછી પોતાના સ્વભાવમાં લીન થતાં, બે ઘડી લીન થાય તો એને શુક્લધ્યાનની શ્રેણી આવીને કેવળજ્ઞાન થાય છે.
મોટામાં મોટો દોષ કર્યો છે, કે આત્મા પરને જાણે છે. એ પરનો કર્તા માને કે પરનો જ્ઞાતા માને..બેય સમકક્ષ દોષ છે. એક શ્રદ્ધાનો દોષ અને એક જ્ઞાનનો દોષ. હવે લગભગ આપણે ગાથા તો પૂરી થવામાં આવી છે. થોડુંક લઈ લઈએ ફરીથી.
એવી રીતે હવે દષ્ટાંત કહે છે. “બાહ્ય પદાર્થો–બાહ્યપદાર્થની વ્યાખ્યા કરે છે “શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય. “જેમ દેવદત્ત-યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. આ બાહ્ય જે વિષયો છે.! શબ્દાદિ તે આત્માને એમ કહેતા નથી કેઃ “તું મને જાણ;” “તું મને સુંઘ! તું મને સ્પર્શ કર;' એમ બાહ્ય પદાર્થો તો આત્માને કદી કહેતા નથી. કહેવાના પણ નથી. ને....કહેતા નથી.....! અને ભગવાન આત્માનું જ્ઞાન ત્રણકાળમાં (આત્માથી) વિમુખ થતું નથી. એ....તો સન્મુખ જ રહે છે. જે વિમુખ થાય છે તે આત્માનું જ્ઞાન નથી પણ તે ઇન્દ્રિયજ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાન-અજ્ઞાન. ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન છે.
અજ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન આત્માને જાણતું નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માને કદી પણ જાણી શકતું નથી. પ્રવચન સારની ૧૭રમી ગાથામાં આચાર્ય ભગવાને અલિંગગ્રહણના વીસ બોલ કહ્યા છે. તેમાં પહેલા બોલમાં એમ કહ્યું કે ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને “અલિંગગ્રહણ લિંગ વડ એટલે ઇન્દ્રિયો વડે એ જાણવાનું કામ કરતો નથી તેથી તે અલિંગગ્રહણ છે. આમ...અતીન્દ્રિયજ્ઞાનમયી આત્માની પ્રાપ્તિ થાય છે. એવો પહેલો બોલ.
બીજા બોલમાં કહે છે, કેઃ ઇન્દ્રિયજ્ઞાન આત્માને જાણતું નથી. માટે તે અનુમાનનો વિષય નથી. અનુભવનો વિષય છે. એમ અહીંયાં કહે છે કે આત્મા–પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. કદી આત્માનું જ્ઞાન વિમુખ થયું નથી, વિમુખ થશે પણ નહીં. અને જે જ્ઞાન વિમુખ થઈને પરને પ્રસિદ્ધ કરે છે, તે જ્ઞાન જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. તે ઇન્દ્રિયજ્ઞાન છે.
(બાહ્ય પદાર્થો) આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. કેઃ “તું મને સાંભળ;” તું મને જો; તું મને સુંઘ” “તું મને ચાખ” “તું મને સ્પર્શ; “તું મને જાણ; “અને આત્મા પણ ” જેમ લોહચુંબકની સન્મુખ સોય ખેંચાઈને જાય છે ને ચોંટી જાય છે. એવી રીતે આત્માનું જ્ઞાન....! સોય તો પોતાના સ્થાનને છોડીને જાય છે. તેમ આત્માનું જ્ઞાન સોયની માફક પોતાને છોડીને પરસનુખ થઈને પરમાં જતું નથી એ જ્ઞાન તો આત્મામાં જ રહેલું છે. અને ખરેખર આત્માજ એમાં જણાઈ રહ્યો છે. બાળ-ગોપાળ સૌને.
અને આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ” “પોતાનાં સ્થાનથી એટલે પોતાને જાણવાનું છોડીને-સ્થાનથી ટ્યુત થઈને', એટલે જ્ઞાન આત્માને જાણવાનું છોડીને. તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. જાણવા જાય છે ને પછી પાછો ફરે છે એમ નથી. પરને જાણવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com