________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી. સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ર૬-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૭
દશ લક્ષણ ધર્મનો છેલ્લો દિવસ છે આજે. ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ ગણાય છેબ્રહ્મ એટલે તેમાં ચરવું, પરિણમવું, લીનથવું તે બ્રહ્મચર્ય. વિકાર અને પરના સંગરહિત આત્મ સ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોઈ શકે નહીં. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે. ધરમ નથી. અને બ્રહ્મચર્ય તે ધરમ છે; રાગ નથી.
શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહીં. મારા સ્વભાવમાંથી જ મારી સુખ દશા પ્રગટે છે. મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી. એમ પરથી ભિન્ન સ્વભાવની દષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. બહારમાં વિષયો છોડ, પણ અંતર માંથી વિષયોની રુચિ છોડ તો તે બ્રહ્મચર્ય છે.
સ્ત્રી, ઘર-બાર છોડીને ત્યાગી થઈ જાય; અશુભ ભાવ છોડીને શુભભાવ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે, તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતા બુદ્ધિ તે જ બ્રહ્મ પરિણતિ છે. એજ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે.
બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતાં કહ્યું કે આત્માના શ્રદ્ધા પૂર્વક ઉપયોગને આત્મામાં લગાડવો, એમાંજ રમવું, એમાંજ પરિણતિને એકાગ્ર કરવી, આત્મામાં ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાકી લૌકિક બ્રહ્મચર્ય એ તો શુભરાગ છે. એ અનંતકાળથી અનંતવાર એણે કર્યું. પણ આવું બ્રહ્મચર્ય આત્મસન્મુખ થઈને સમ્યકદર્શન પૂર્વક એની આત્મામાં લીનતા કરી નહીં; એ રહી ગઈ છે.
તો આ પર્યુષણનો છેલ્લો દિવસ છે વાત તો ઘણી આવી ગઈ છે. હવે આ છેલ્લી દશ ગાથા કુંદકુંદ આચાર્ય ભગવાનની છે.
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી,
મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલ....” જેનું ત્રીજું નામ છે, એવા સમર્થ આચાર્ય કુંદકુંદ પ્રભુ એમ ફરમાવે છે કે આત્માનો સ્વભાવ અને જાણવાનો છે, અને પરને જાણવાનો સ્વભાવ નથી. છતાં અનાદિકાળથી હઠેચડેલો અજ્ઞાની જીવ “હું પરને જાણું છું', શું હું પરને જાણતો નથી! એમ કરીને પરસન્મુખ રહેતો થકો, આત્માની વિરાધના કરતો આવ્યો છે.
હવે તો આ આત્માની આરાધના કરવાના દિવસો છે. આત્મ સન્મુખ થઈને, કેવળ આત્માનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com