________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૨૪ જ્ઞાન થતું નથી. પહેલા વાકયમાં જ્ઞયથી જ્ઞાન થતું નથી. આ ગુરુદેવની પેટન છે! જ્ઞયથી જ્ઞાન ન થાય!
પણ....શયથી જ્ઞાન ન થાય તો ન થાય, પણ....પરપદાર્થ જ્ઞાનનું જ્ઞય તો થાય કે ન થાય? આહા હા હા ! વજુભાઈ ? નિર્વિકલ્પ ધ્યાન તો આવે પણ..શુક્લ ધ્યાનની શ્રેણી આવીને કેવળજ્ઞાન થઈ જાય તરતજ એવી આ વાત છે! શું કરવું શું કહેવું કોને! આ તો વળી સાંભળનારા છે આહા! બાકી તો આ વાત કોઈ સાંભળે પણ નહીં! અહાહા ! ઉડાડી દીએ! એમને એમ આ તો એકદમ એકદમ નિશ્ચયની વાત કરે છે!
આ શ્રેણીની વાત ચાલે છે.
જો આ સિદ્ધાંત બેસી ગયો તો દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનને ઝાઝીવાર નહીં લાગે ! દીક્ષિત તો થશે બધા, ભાવલિંગી સંત થવાના છે ઘણાય, પણ આ વાત બેઠી હશે આહા..હા ! શેયથી જ્ઞાન ન થાય એ તો ઠીક પણ જ્ઞાનમાં...કોઈ જગતમાં શેય નામનો પદાર્થ નથી. પહેલાં કહ્યું હતું કે “નિમિત્ત કોઈ જગતમાં નથી” હવે શાસ્ત્રકાર કહે છે, આ કહે છે એની વાત હું કરું છું મારી ઘરની ક્યાં વાત કરું છું. કહે છે કે આ જગતમાં શેય એકજ છે બીજું કોઈ શેય જગતમાં નથી! તારું શેય કોઈ (પર) નથી! આ હા ! કર્તાનું કર્મ તો કોઈ થાય નહીં પણ જ્ઞાનનું શેય કોઈ થતું નથી. એક જ શેય છે-જ્ઞાતા, જ્ઞાન ને શેયની અભેદતા!
ધ્યેય એક અને શેય પણ એક! ધ્યેયમાં જ્ઞાયકને શેયમાં પણ જ્ઞાયક!
શબ્દ ફર્યો નહીં બોલો! છઠ્ઠી ગાથામાં, બેયમાં જ્ઞાયક આવ્યો, આહા ! દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે. આહા...હા ! (અજમેરાભાઈ શ્રોતા:) ય બે હોય ભાઈ ? તો શેયથી શેયાંતર થવાનો અવકાશ રહે! (ઉત્તર:) હા, એકજ જ્ઞય રહે. (શ્રોતા:) એકજ શેય રહેને યાંતર ન થાય તો શ્રેણી જ આવી જાય ને? (ઉત્તર) આવી જાય, બીજું શું આ થાય! (શ્રોતા:) કાંઈ રહે જ નહીં ને! (ઉત્તર) આહા...હા! અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય !!
કહે છે કે “વસુસ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી ' એટલે શયથી જ્ઞાન થતું નથી. બીજા વાકયમાં કહે છે કે “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી ” જ્ઞાન કોઈને શેય બનાવી શકતું નથી. કેમ કે કોઈ જ્ઞય બને...જ્ઞાનમાં, એમ છે નહીં. કોઈ પરપદાર્થ શેય નહીં બને તારું!
તારું શેય તારો આત્મા જ છે. બે વાકય છે! અદ્ભુત વાકય છે બેય! આહા...હા! સોનાનું પતરું અને હીરાના અક્ષરથી કોતરાવીને ટીંગાડવા જેવું છે! “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતો નથી -શેયથી જ્ઞાન થઈ શકતું નથી આ નિમિત્તની વાત નથી એમાં. શેયથી જ્ઞાન થઈ શકતું નથી!
અને “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી” શેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાનમાં કોઈ શેય બનશે જ નહીં, તું ફીકર કર મા નહિ બને ! અને જો mય બનાવીશ તો ગયો દુનિયામાંથી! હું આને જાણું છું! આને જાણું છું. આને જાણું છું. જાણવામાં શું દોષ?
પોતાને જાણવાનું છૂટી ગયું છે દોષ નહીં? એ દોષ તો લાગતો નથી કોઈને! પોતાને જાણવાનું છોડયું એ જ મોટો દોષ છે એ પાપ છે અધ્યવસાન છે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com