________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૨૩
પ્રવચન નં. - ૧૬ ૫૨ને જાણવાનું તો એમાં રહી ગયું! (ઉત્ત૨: ) એટલે શું થયું એમાં દોષ આવ્યો કાંઈ ? (શ્રોતાઃ ) સ્વને જાણવાનો તો રહી ગયો. – મોટોદોષ.
આહા...હા આ વાત તો ત્વરાએ ભાઈ! અનુભવ થાય એવી આ દશ ગાથા છે શું કહું હું તમને! આહા...! ત્વરાએ અનુભવ થાય, એને અનુભવ ન કરવો હોય તો યે થાય-થઈ જાય ખેંચી જાય એવી ગાથા છે. એવો આમાં માલ ભર્યો છે એમ મારો કહેવાનો આશય ઇ છે કે આ દશ ગાથામાં એવો માલ ભર્યો છે!
હવે એક સિદ્ધાંત કહે છે ભિન્નપણે તો જાણે જો? એનો ખુલાસો કરે છે. ભિન્નપણે તો જાણેને ? વ્યવહા૨ે તો જાણેને ? આહા...હા...હા! અરે! એ (સ, સા) બારમી ગાથાના વ્યવહારમાં તો દોષ બતાવે છે કે અગિયારમીમાં નિર્વિકલ્પપણું થયું! સવિકલ્પમાં આવ્યો, ઉપયોગ અંદર ટકતો નથી અને બહારનો ઇ પ્રતિભાસ થાય છે. તો વિકલ્પદશામાં કોઈકોઈને ‘કોઈ વખતે ' કોઈ કોઈને કોઈ વખતે સવિકલ્પદશામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ' એમ કહ્યું છે. સમજી ગયા ?
આહા....હા! પણ ‘વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન' છે–એમાં ઉપયોગ વયો ગયો! પરિણતિ રહી ગઈ પણ ઉપયોગ વયો ગયો, એ ગુણ કે દોષ ? ( શ્રોતાઃ) દોષ ! વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન એમાં દોષ ? દોષ કે નહીં ? ( શ્રોતા ) દોષ છે. (ઉત્ત૨: ) ચારિત્રનો દોષ છે હોં ? શ્રદ્ધાનો દોષ નથી એમાં. આહા! અને પાછું? એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન નથી, પાછો ઉપયોગ અંદ૨માં જાય-નિર્વિકલ્પધ્યાનમાં શુદ્ધઉપયોગમાં આવી ગયો! શુદ્ધપરિણતિ હતી હવે શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. આહા ! એમ છઢે-સાતમે એવું હોય છે. છઠ્ઠું વ્યવહાર ઊભો થાય છે.
પણ ઈ....વાત કરે છે હવે ! કે ત્રણેય કાળની વાત કરે છે? એના મૂળ સ્વભાવની વાત કરે છે-જ્ઞાનના મૂળસ્વભાવની વાત કરે છે, એ ધ્યાનમાં રાખજો! બે સૂત્ર છે, એમાં દૃષ્ટાંતમાં બે સૂત્રો આપ્યા હતા. સિદ્ધાંતમાં બે સૂત્રો ઈનાંઈ શબ્દો છે.
(કહે છે) ‘પરંતુ, વસ્તુસ્વભાવ ’–આત્માના જ્ઞાનની પર્યાયને વસ્તુ કહેવાય. એનો સ્વભાવ, જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે, એમ. પરંતુ વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી ’–શેયથી જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી.
“ રે ! શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કા૨ણે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જિન કહે. ”
આહા! શાસ્ત્ર જ્ઞેય છે! નિમિત્તપણે. કે શાસ્ત્રથી જ્ઞાન થાય કે ન થાય ? તો શાસ્ત્રનું જ્ઞાન તો થાય કે નહીં? વ્યવહારે!? એ બીજા વાકયોમાં કહેશે, ઓહોહો ! શું સૂક્ષ્મ છે આમાં !! ગજબની સૂક્ષ્મ વાત આમાં બે વાકયમાં ભરી છે!
ફરીથી, કેઃ વસ્તુસ્વભાવ ૫૨ વડે એટલે કે શેય વડે જ્ઞાન ઉત્પન્ન કરી શકાતું નહીં હોવાથી, જ્ઞાનની ઉત્પત્તિ (૫૨) શૈયથી થતી નથી. (૫૨) શેયની સામે જોવાથી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞેયથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com