________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૨૨ જાણ ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. હવે “જાણવા જતો નથી.” જાણવા જઇ શકે કે ન જઇ શકે છે તો પછી. તો જાણવા જઈ શકતો નથી તો જાણવા જાય એવી શક્તિ એનામાં છે કે નહીં? પરને જાણવા જાય અને પર જ્ઞાનમાં જણાયએવો એની સાથે જ્ઞાતાશયનો આહા ! સમયપૂરતો વ્યવહાર છે કે ત્રિકાળવ્યવહાર છે?
સમય પૂરતો વ્યવહાર છે. જ્યાં સુધી ત્યાં લક્ષ છે ત્યાં સુધી! પણ અંદર લક્ષ આવે તો..એ ક્યાં જણાય છે? આહા..! “ભિન્ન: ભાવા નો દષ્ટા”
(શ્રોતા ) સમયપૂરતો જે વ્યવહાર કીધો એ વ્યવહાર ઇન્દ્રિયજ્ઞાનનો છે?
(ઉત્તર) એ ઇન્દ્રિયજ્ઞાનનો વ્યવહાર નથી. એ આત્માનું જે જ્ઞાન છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. ઝવેરચંદભાઈ ! એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એનો પ્રતિભાસ દેખીને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે. જ્ઞાની પણ સવિકલ્પ દશામાં હોય ને, તો એનો પ્રતિભાસ દેખીને વ્યવહારે તેને જાણે છે. એવો વ્યવહાર છે ખરો !
પણ એ વ્યવહારને સાધક જીતી લ્ય છે. જીતેલો તો છે! પરિણતિથી તો જીતાઈ ગયું છે પણ ઉપયોગથી પાછો જીતે છે. વજુભાઈ, અલૌકિક વાતું છે બધી!
(શ્રોતા:) વ્યવહાર ભઠ્ઠી જેવો લાગે છે? વ્યવહાર જાણવામાં ભઠ્ઠી જેવો લાગતો હશે? (ઉત્તર) વ્યવહાર જાણવામાં ભઠ્ઠી જેવો લાગતો નથી, જણાતો જ નથી ! ભઠ્ઠી જેવો ક્યાંથી લાગે એને? (વ્યવહાર તો જણાતો જ નથી) ભાઈ ! જ્ઞાનની શક્તિ કોઇ અચિંત્ય છે! મૂળમાં જ “ઘા” મારો તમે! તો આ વ્યવહાર ઊભો ક્યાંથી થયો કે પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. એટલે પ્રતિભાસ દેખે છે એટલે જ્ઞાનને દેખે છે. ઓને (રાગને) ક્યાં દેખે છે? ( શ્રોતા આહા..હા...હા ! )
આ બધું શાસ્ત્રમાં છે. “પ્રવચન સાર” માં આ બધું છે. કાર્યમાં કારણનો ઉપચાર છે બાકી કાંઇ છે નહીં !
આહા! “વ્યવહાર જાણે છે' એ ભઠ્ઠી જેવો લાગે છે? “જો તો છે” આવ્યું ને હું? જાણે છે' રાખ્યું છેવટ! રાગ છેને એને જાણે છે પણ ભઠ્ઠી જેવો “જાણે છે' આ અમારા શાંતિભાઈએ એકવાર પૂછયું: “રાગને ભિન્નપણે તો જાણે છે ને?
આપના પિતાશ્રીએ પૂછયું હતું. આ બેઠા છે અહીં, પૂછ્યું હતું ને? (શ્રોતા:) વર્ષો થઇ ગયા ભાઈ ! (ઉત્તર) ભલે, ભલે! કાંઇ વાંધો નહીં (બીજાશ્રોતા:) બે વર્ષ થયા, બે વર્ષ ! (ઉત્તર) આને ખબર છે. ના..ના પણ પૂછવું જોઇએ, પૂછવું એમાં કાંઈ દોષ નથી દોષ નીકળી જાય, પૂછવું જરૂર પૂછવું જોઇએ, પૂછવું એમાં કાંઇ દોષ નથી. દોષ નીકળી જાય, પૂછવું જરૂર પુછવું જોઇએ. એનું સ્પષ્ટીકરણ કરવું જોઇએ.
કે એ જાણતો નથી ઇ તો બરાબર પણ ભિન્નપણે તો જાણે ને! આ દેહ છે મારાથી ભિન્ન છે એમ તો દેહને (આત્મા) જાણે ને? ભિન્નપણે જાણે કે ને? દેહને રાગ, ભિન્ન છે એમ હું જાણું છું ! (શ્રોતા )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com