________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૯૧
પ્રવચન નં. - ૭
ઘડો ન હોય તો (પણ) પ્રકાશ તો પ્રકાશે છે. ઘડો લઈ લ્યે તો અંધારું થઈ જાય, પણ ઘડાથી તો પ્રકાશ છે નહીં, ઈ.....એની પર્યાય (પ્રકાશની ) પ્રકાશકથી થાય છે. એની પર્યાય થાય છે ( એના ) દ્રવ્યથી, ( દ્રવ્યથી ) એની પર્યાય થાય. પરથી પર્યાય થાય નહીં.
‘બાહ્ય પદાર્થની અસમીપતામાં' પોતાના સ્વરૂપથી પ્રકાશે છે, એને ઘડાની જરૂર નથી. પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ એ ત્રણેય અભેદવસ્તુ છે, (વસ્તુ) એક છે એમાં (આ ) ત્રણ ધર્મો છે. દ્રવ્યરૂપ ધર્મ રહેલો છે, પર્યાયરૂપ ધર્મ રહેલો છે અને દ્રવ્યપર્યાય બેને પ્રસિદ્ધ કરે એવો ધર્મ પણ એમાં રહેલો છે પ્રકાશ્ય નામનો. ‘તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ’ ઘડાની ગેરહાજરીમાં પણ પ્રકાશ, પ્રકાશથી (છે) અને ઘડો મૂકો તો પણ પ્રકાશ ઘડાથી નથી. પ્રકાશ તો દીપકથી રહેલો છે.
‘તે પોતાના સ્વરૂપથી પ્રકાશે છે' એમાં પરની અપેક્ષા, પ્રકાશની ક્રિયા થવામાં, કોઈ ૫૨ની અપેક્ષાની જરૂર નથી. સ્વભાવભૂત ક્રિયા છે.
પ્રકાશપર્યાય એ દીવાની સ્વભાવભૂત ક્રિયા છે, સ્વભાવભૂત ક્રિયા નિરપેક્ષ હોય, એ ૫૨થી હોઈ શકે નહીં. અહા...હા ! ‘ સ્વરૂપથી પ્રકાશે છે ’ એમ સ્વરૂપથી પ્રકાશતા એવા તેનેદીવાને ‘વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્ય પદાર્થ, જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી ’
આહા....હા! એ પ્રકાશમાં કિંચિત્ માત્ર ફરક પડતો નથી, સામે સિંહ હોય, હરણિયું હોય, સાપ હોય અહા....હા! બાહ્ય પદાર્થ ગમે (તે હોય ), ગમે તેવા પ્રતિમા હોય, તો પણ દીવાના પ્રકાશમાં કિંચિત્ માત્ર ફેર પડતો નથી.
આહા ! નિમિત્ત ગમે તેવા હોય પણ ઉપાદાનમાં કિંચિત્ માત્ર ફરક પડતો નથી કેમકે ઉપાદાન સ્વશક્તિથી થાય છે. નિમિત્તથી નિ૨પેક્ષ છે ઉપાદાનની શક્તિ.
દીવાના પ્રકાશમાં કિંચિત્માત્ર ફેર પડતો નથી અહા....હા! દીવાના પ્રકાશમાં મલિનતા તો આવતી નથી, પણ ઘણા પદાર્થો (દીવાની) સામે આવે તો દીવાનો પ્રકાશ વધી જાય અને ઘણા પદાર્થો લઈ લેવામાં આવે તો એ પ્રકાશ ઓછો થઈ જાય, એમ ૫૨ના કારણે હીનાધિક અવસ્થા પ્રકાશની પર્યાયમાં થતી નથી.
આ તો લોજીક અને ન્યાયથી બધી વાત છે. બેસી જાય અહા....હા! મૈયા, યે વૈત નાવે સી વાત હૈ! ક્યાં ગયા શેઠીજી, થોડા-થોડા પલળ્યા છે! સાવ પલળી જાય તો તો....! આહા ! સત્ય સાંભળવા ન મળે! આ કરો ને તે કરો! આમ કરો ને તેમ કરો ! ધમાલ ! ધમાલ ! ધમાલ ! કરવામાં (તો ) આકૂળતા આકૂળતા છે અને ૫૨ને જાણવામાંએ આકુળતા છે. અને... સ્વને જાણવામાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે, આહાહા ! એવું છે!
એ દષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંતમાં જરા ઉતારવું છે આપણે (જો કે) દૃષ્ટાંતે ય કઠણ પડે એવું છે! (કહ્યું ) કેઃ પ્રકાશ્ય નામનો ધર્મ-સ્વભાવ, એના દ્રવ્ય-ગુણ-પર્યાય (ત્રણેમાં ) છે. પ્રકાશ્ય જે પ્રકાશની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com