________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
૯૦
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
તો પ્રકાશથી છે. આ...હા...હા! અને જેનાથી છે અને પ્રકાશે ! અને.....જેનાથી પ્રકાશ ન થાય અને પ્રકાશતો નથી. ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી’-ઘડા વડે પ્રકાશ ઉત્પન્ન થઈ શક્તો નથી. ‘તેમ જ વસ્તુ સ્વભાવ....' ઓલું તો સમજાય કે ઘડાથી પ્રકાશ થાય નહીં. એ તો કદાચિત્ હજી સમજાય, પણ દીવાનો પ્રકાશ ઘડાને...પ્રકાશતો નથી ! એ કઠણ પડે! (ગળે ઉતારવું!)
શું કહ્યું...? કેઃ દીવાનો પ્રકાશ દીવાથી થાય છે તેથી પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે છે. જો પ્રકાશ, ઘડાથી થાય તો પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે, પણ ઘડાથી પ્રકાશ થતો જોવામાં આવતો નથી, એ તો દીવાથી પ્રકાશ થાય છે, એમ જોવામાં આવે છે. એમ અનુભવમાં આવે છે. ‘તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી ' વસ્તુસ્વભાવ એટલે પ્રકાશક એનો જે પ્રકાશ એ વસ્તુ છે. એ પ્રકાશક દીવામાં પ્રકાશ્ય નામની એક શક્તિ છે, તેથી પ્રકાશ, દીવાને પ્રસિદ્ધ કરે છે.
પણ એ વસ્તુસ્વભાવ ઘડાને ક્યારે પ્રકાશે ? કેઃ પ્રકાશ્ય નામનો જે દીવાનો સ્વભાવ-ધર્મ તે અહીંથી કાઢીને ઘડામાં નાખી દે તો તો ઘડાને પ્રકાશે પણ એમ તો બનતું નથી ( અશક્ય છે)
આા ! પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ, જ્ઞાતા, જ્ઞાન, શેય-જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એક સત્તામાં હોય છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ભિન્ન સત્તા છે નહીં. આત્મા જ્ઞાતા ને જ્ઞાન દુકાનને પ્રસિદ્ધ કરે એમ છે નહીં. એ હમણાં સિદ્ધાંતમાં આવશે. ‘પરને ઉત્પન્ન કરી શક્યો નહિ હોવાથી' દીવો જેમ, બાહ્યપદાર્થની અસમીપતામાં એમ કહે છે કે....હું નહીં પ્રકાશું!) ઘડો આદિ પદાર્થ ન હોય, તો દીવો તો છે. જો દીવો બાહ્ય પદાર્થને કારણે પ્રકાશતો હોય, તો બાહ્યપદાર્થો લઈ લ્યો (ત્યાંથી ) તો અંધારું થઈ જાય ? પણ એમ જોવામાં આવતું નથી, એમ અનુભવમાં આવતું નથી.
દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.’
બાહ્ય પદાર્થના અસદ્દભાવમાં પણ દીવો તો દીવાથી છે. અને દીવાનો પ્રકાશ? દીવો ભલે દીવાથી હોય, પણ દીવાનો પ્રકાશ તો ઘટથી થાય છે ને? એમ છે નહીં. અસદ્ભાવમાં (કે સદ્દભાવમાં દીવો પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.)
અહા...હા ! આ ચોપડા ખોલીને વાંચે તો કામ આવે એવું છે. પણ ખોલે તો ને! એક વખત હું કલકત્તા ગયો હતો, જમવા ગયો, મુમુક્ષુ હતા, તો મને સમયસારની ગાથા જોવાનો વિચાર આવ્યો, સમયસાર લાવો, સમયસાર આપ્યું કબાટમાંથી (કાઢીને ) તો પાનાં બધા બંધ ! કાપેલા નહીં! તો હ્યું: આ શું સમયસાર વાંચતા નથી? તો કહે ભાઈ! વાંચતા નથી, કબાટમાં એવી રીતે પેક કરીને રાખ્યું છે! બાટમાં રાખવા માટે શાસ્ત્ર લીધા છે કે અધ્યયન કરવા માટે? આવું છે.
અરે ! પરમાત્મા બનવાનું આ શાસ્ત્ર છે નિમિત્તપણે ! ઉત્કૃષ્ટ નિમિત્ત!! આમ તો ચારેય અનુયોગ નિમિત્ત છે જિનવાણીનાં પણ ‘દ્રવ્યાનુયોગ ' એમાં મુખ્ય અને દ્રવ્યાનુયોગમાં પણ સમયસાર, નિયમસાર છે, તેમાં દષ્ટિ પ્રધાન કથન છે. ‘બાહ્ય પદાર્થની અસમીપતામાં' એટલે એની ગેરહાજરીમાં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com