________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પર્યાય છે એ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને પ્રસિદ્ધ કરે છે. પણ એ પ્રકાશ્ય નામનો ધર્મ ઘડામાં જાય નહીં. ઘડામાં જાય તો તો એને પ્રસિદ્ધ કરે ! હવે એમાંનો (ત્રણમાંનો) એક ગુણ એમાંથી વહ્યો જાય, તો તો, દીવાનો પ્રયત્વગુણ-જ્ઞયત્વગુણ નાશ થઈ જાય! (ઉપાદાનમાંથી) એક (પણ) ધર્મ બહાર જાય નહીં અને બહારનો એક પણ ધર્મ ઉપાદાનમાંથી આવે નહીં પદાર્થનો એક પણ ધર્મ (પદાર્થની) બહાર નીકળે નહીં, અને બહારના પદાર્થોના અનંતધર્મોમાંથી એકપણ ધર્મ દીવામાં આવે નહીં.
(કારણકે) ધર્મ અને ઘર્મી એક પદાર્થ છે. એ ધર્મની લેવડ-દેવડ (લેતી-દેતી) કરવાનો વસ્તુનો સ્વભાવ (જ) નથી. આહા...હા! આદાન-પ્રદાન કરો, થોડું! (પરંતુ) એવું છે નહીં.
બે જડ પદાર્થો છે, એમાં એક જડનો ધર્મ, બીજામાં ન આવે, તો ચેતનનો ધર્મ તો ક્ય થી જડમાં આવે? અને જડનો ધર્મ તો ક્યાંથી ચેતનમાં જાય? (અશક્ય છે) અનંતધર્માત્મક આખો એક પદાર્થ અકબંધ રહેલો છે. પોતાના એક પણ ધર્મને છોડે નહીં, અને પરધર્મને ગ્રહે નહીં, એવો (જ) વસ્તુનો સ્વભાવ અનાદિ-અનંત (સૌ) પદાર્થનો રહેલો છે.
આ પદાર્થ વિજ્ઞાન છે! (વસ્તુ વિજ્ઞાન) આ જે વિજ્ઞાન, વિજ્ઞાન કહે છે ને! એ વિજ્ઞાન શબ્દ જિનવાણીમાંથી આવેલો છે–ભેદવિજ્ઞાન (વીતરાગવિજ્ઞાન) એ શબ્દ, સર્વજ્ઞ
ભગવાનના શ્રીમુખેથી નીકળેલો છે. આજના (લૌકિક) વિજ્ઞાનીઓનું વિજ્ઞાન એ તો જડનું વિજ્ઞાન છે, આ તો ચેતનનું વિજ્ઞાન છે.
એવી રીતે હવે સિદ્ધાંત આવે છે. એવી રીતે હવે દોષ્ટત છે એટલે સિદ્ધાંત છે. એવી રીતે હવે દષ્ટાંત છેઃ બાહ્ય પદાર્થો - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય- “બાહ્ય પદાર્થો ” એમાં બાહ્યપદાર્થોમાં ઘટ-પટ આદિ લીધું હતું. આમાં જ્ઞાનની સાથેના સંબંધથી વિચારે છે. તો બાહ્ય પદાર્થો એટલે શું? કેઃ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય.-એ પાંચે પર્યાય પુદ્ગલની છે અને આ ગુણ છે એ પણ જડની પર્યાય છે અને એ ગુણ, દ્રવ્ય છે એ પણ બાહ્યના જડ છે. પછી અંદરમાં ગુણ અને દ્રવ્ય, એ સૂક્ષ્મ છે.
જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ', તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ.'
“જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને' તેમ આત્માને એમ. ઓમાં (દષ્ટાંતમાં) તો એમ દેખાય છે, એકબીજા, એકબીજાનું કામ કરે છે (એમ દેખાય છે) આહાહા! પણ એમ આત્માને, આત્મા અહીંયાં છે એને! “સ્વજ્ઞાનમાં' એટલે બાહ્યના જે પદાર્થો છે એ આત્માને એમ કહેતા નથી કે તું મને જાણ ! “સ્વજ્ઞાનમાં” એટલે બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી” શું કહ્યું? આત્માને એમ નથી કહેતા..બધા બહારના પદાર્થો, કે તમે મારી સામે જુઓ! મને સાંભળો, મને જુઓ, મને સૂવો, મને ચાખો, મને સ્પર્શ કરો ! આમ બાહ્ય પદાર્થો, આત્માને એમ કતા નથી કે મને, (ક) તમારું “લક્ષ” મારા ઉપર લાવો!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com