________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. - ૭ મને તમે જાણો તો જ...તમને તમારું જ્ઞાન ટકશે, વધશે અને પૂર્ણ થશે! કહે છે? બાહ્યપદાર્થ! (એ) તને કહેતા નથી કે “તું મને જાણ”. ઈ...તને કહેતા નથી, મફતનો (માને છે) મને કહ્યું, મને કહ્યું મને કહ્યું!તને તો કંઈ કહ્યું નથી. તું શા માટે રોષ અને તોષ કરી રહ્યો છે!!
કે પાંચ માણસની વચ્ચે મારી આબરૂ પાડી લીધી! પણ તને કંઈ કહ્યું નથી પછી આબરૂ પડી કે ન પડીનો પ્રશ્ન ક્યાં છે! એણે તને કંઈ કહ્યું નથી ને તું એ શબ્દને સાંભળતો (ય) નથી!
આહા.હા! એ શબ્દને સાંભળનારો તો મારાથી ભિન્ન છે અને મને જાણનારો એનાથી ભિન્ન છે! એમ લે ને!શાંતિ થઈ જશે.
અહા ! પાંચ માણસની વચ્ચમાં મારી આબરૂ પાડી, અને છાપામાં છપાવ્યું, કોણે છાપામાં છપાવ્યું? એને કોણ જાણે છે? હું તો કંઈ જાણતો નથી. ભાઈ! તમારા વિરુદ્ધ આ છપાવ્યું? વાંચો તો ખરા? કે મારો વિષય નથી ! મારું જ્ઞાન તો મને-આત્માને જાણવાનું છોડીને, પરને જાણવા જાય, એવો આત્માનો (મારો) સ્વભાવ જ નથી. એ.જ્ઞાન, આત્માને જાણવાનું છોડતું જ નથી! છોડી શકે જ નહીં. દીવાનો પ્રકાશ (દીવાને) છોડીને, ઘટપટને પ્રકાશવા જઈ શકતો જ નથી.
આ પહેલા નંબરની (સમ્યગ્દર્શનની) પ્રાથમિક હુજી વાત છે, આહ! ચારિત્રની વાત નથી આ”! વળી કેટલાક કહે છે) કે આ તો બહુ ઝીણી વાત છે, કે, ના, ના. ઝીણી-ઝીણી નથી.
આ મૂળ પાયાની-જૈનધર્મના મૂળ એકડાની વાત છે. કે જાણનાર જણાય છે' ખરેખર પર જણાતું નથી.”
અહીંયા તો, આચાર્યભગવાન કહે છે. આવો! આવો! અહીંયાં આવો! આ પદ તમારું છે! તમે માનેલું પદ તમારું નથી. શું કહે છે કે પ્રભુ! આ વાત તે સાંભળી નથી! “હું પરને કરું છું ને હું પરને જાણું છું'- એવું અજ્ઞાન તારી પાસે અનાદિકાળથી છે અને એનાથી તું દુઃખી થઈ રહ્યો છો!
અહ! શાસ્ત્રમાં એમ આવે છે. પંડિતજી એમ લખે છે જયચંદજી પંડિત કે તારું દુઃખ અમે જઈ શક્તા નથી, જ્ઞાનીને કરુણા આવે છે. એ બીજાનું દુઃખ જોઈ શક્તા નથી એટલે સવિલ્પ દશામાં એમને કરુણાનો ભાવ એ પ્રકારે આવી જાય છે. અહીં ! છે દોષ, કરુણા જ્ઞાનીને આવે, એને તો એ નુકશાન થયું! પણ, બીજાને લાભમાં એ એની વાણી નિમિત્ત થાય છે, જ્ઞાની નિમિત્ત થતાં નથી. અહહા! વાણી નિમિત્ત થાય, જ્ઞાની ક્યાંથી નિમિત્ત થાય ?
અહા ! અરે! બાહ્યપદાર્થ તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ' (આચાર્ય) ભગવાને શરૂઆતમાં કહ્યું હતું, તને તો કંઈ કહ્યું નથી! તને તો કંઈ કંઈ કહેતું નથી! કે, સાહેબ! પાંચ માણસની સાક્ષીમાં પૂછો, મારી આબરૂ પાડી દીધી શું? પણ...તને કાંઈ કહ્યું જ નથી (ને) મફતનો દુઃખી શું કામ થાશ! અને તે એનું કંઈ સાંભળ્યું નથી !
પરને લક્ષ કરીને જોવાનું આત્માના સ્વભાવમાં નથી!સ્વને લક્ષ કરીને-આત્માને, આત્માનો જોવાનો સ્વભાવ છે, એમાં શાંતિ તને છે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com