________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૯૪ અને આત્મા પણ...હવે ઓલી સાઈડમાં (બાજુમાં) “અને આત્મા પણ લોહચુંબકપાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી”
એ કહેતા નથી પદાર્થ કે તું મને સાંભળને! જાણને! સૂંઘને! અને સ્પર્શ કર, એમ પદાર્થ તો કહેતા નથી, પદાર્થ-અચેતન તને કહેતા નથી, અને ચેતન આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી.
આહ! પરપદાર્થ સાથે કર્તાકર્મ સંબંધ તો નથી પણ જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ અભાવ છે! પણ હું જ્ઞાતા અને શબ્દ મારું શેય, હું એને શેયપણે (માત્ર) જાણું છું. મને એમાં
ક્યાં રાગ થાય છે? “જાણવું” તો સ્વભાવ છે! (અરે !) એનો જ્ઞાતા થવું તારા સ્વભાવમાં જ નથી! એ શેયનો જ્ઞાતા જુદો ને શાયકનો જ્ઞાતા જુદો છે.
કઠણ પડ છે? ખ્યાલ આવી જાય તરતજ !( જણાય ) આ તે બધું ખોટું શું? આ બધો (લોકમાં) વ્યવહાર ચાલે છે! એ બધું (શું) ખોટું? હા ભાઈ....! એ અજ્ઞાનીના ભાવ બધા અજ્ઞાનમય જ હોય છે-હું જાણું છું અને હું કરું છું અહા...હા! એવો એનો અભિપ્રાય અનાદિકાળનો છે, તો દુઃખી થાય છે, જ્ઞાનીને કરુણા આવે અને ગાથા લખી અને કહે છે: પ્રભુ! પદાર્થ કહેતા નથી કેઃ “તું મને જાણ” અને આત્મા પણ પોતાને જાણવું છોડીને એને જાણવા જતો નથી.
જો....જ્ઞાન આત્માને જાણવાનું છોડી દે તો આત્મા જડ થઈ જાય ! એમ તો કોઈ કાળે બનતું નથી. જાણે છે બાહ્ય પદાર્થને “બીજો ” અને આ માની બેઠો છે કે હું પરને (જાણું છું)! પરને જાણનારું જ્ઞાન, આત્માથી અત્યંત ભિન્ન છે-ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાન અને ભગવાન આત્મા, એક વસ્તુ નથી! એ બે વસ્તુ ભિન્ન, ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્રે ભિન્ન, કાળે ભિન્ન અને ભાવે ભિન્ન!
ઇન્દ્રિયજ્ઞાનનું ક્ષેત્ર, અતીન્દ્રિયજ્ઞાનમયી ભગવાન આત્માના ક્ષેત્રથી ભિન્ન છે. આત્માના ક્ષેત્રમાં ઇન્દ્રિયજ્ઞાન ઉપજતું નથી, ચંદનના ક્ષેત્રમાં તો ચંદનના ઝાડ ઉગે છે,
. ઝાડ ઉગે નહીં. આ શીતલભૂત ભગવાન આત્મામાં તો..જ્ઞાન અને આનંદ ઉપજે છે. એમાં રાગ, દ્વેષ અને ઇન્દ્રિયજ્ઞાનની આકુળતા ઉત્પન્ન થતી નથી. એ તો આત્માથી સર્વથા ભિન્ન છે.
ભિન્ન ભિન્નને જાણે છે. હું ભિન્નને જાણતો નથી, અને ભિન્નને જાણનારા જ્ઞાનને પણ જાણતો નથી! હું તો અભેદ આત્માને જાણું છું!! અભેદ આત્માને અભેદ થઈને જાણું છુંઅભેદ આત્માને અંતર અભેદ થઈને હું જાણું છું- “હું જાણું છું' એવો વિકલ્પ પણ અનુભવના કાળમાં હોતો નથી! પણ..સવિકલ્પ દશામાં આવીને બીજાને સમજાવે છે.
આહા ! અને આત્મા પણ “લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ” લોખંડની જે સોય છે અને એના ઉપર કાટ–કોટેશન ન હોય કાટ વગેરે ને પ્લાસ્ટિક ન ચડાવ્યું હોય અને સોય ચોખ્ખી હોય, તો એ ખેંચાય, બાકી પ્લાસ્ટિક ચડાવેલી સોય મૂકો તો એ ખેંચાય નહીં એમ કહે છે કે ત્યાં તો (લોહચુંબક ને સોયમાં) સોય તો ખેંચાય છે પણ આત્માનું જ્ઞાન, અને કોઈ પર (ચીજ) ખેંચી શકતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com