________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
પ્રવચન નં. - ૩ થાય એવી વાતો સંતો તને કરે છે.
ઘડિયાળ બોલી ગઈ દશ. મારી ઘડિયાળ વહેલી છે એટલે બે-ત્રણ મિનિટ ચલાવું છું. કાલે આ કળશ (ગાથા) પૂરો ન થયો અને આજે ય કળશ (ગાથા) પૂરી ન થઈ. અમૃતના કળશ છે, એક એક ગાથામાં અમૃત ભર્યા છે. આહા! અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય, એવા ઉપાય આમાં બતાવતા ગયા છે. આહા ! આમાં પણ....
“પોતાનાં સ્થાનથી છૂટીને ” એટલે પોતાને જાણવાનું છોડીને, ઉપયોગથી આત્મા અનન્ય છે એટલે ઉપયોગમાં આત્મા જણાયા કરે છે, એ ઉપયોગમાં આત્મા જાણવાના બદલે, એ ઉપયોગ પરને જાણવા જાય, એ ઉપયોગનો સ્વભાવ જ નથી!
આત્માને જાણવાનું છોડે નહીં ને પરને જાણવા જાય નહીં, એનું “શેય” તો “એક જ છે “જ્ઞાયક'! ઉપયોગનું જોય તો, “એકલું સામાન્ય (દ્રવ્ય) છે. જે સામાન્યનું વિશેષ છે તે જ વિશેષનું સામાન્ય છે (એટલે) જે સામાન્યનું વિશેષ છે ઉપયોગ, તે જ વિશેષનો વિષય સામાન્ય (દ્રવ્ય-ધ્રુવ) છે. બીજો, પદાર્થ (પર્યાય) નથી એમ. એમ જાણીને તું જાણનારને જાણી લે ને ! “જાણનાર જણાય છે” ના પક્ષમાં આવી જા.
અરે ! (સ્વ) જ્ઞાતાના પક્ષમાં આવી જા, તો તને જ્ઞાતાનાં દર્શન થશે જ. “હું તો જાણનાર છું ને જાણનાર જ જણાય છે” સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર છે. છેલ્લે છેલ્લે, હવે બધું (અભેદ) કહેતા જાય છે! કુંદકુંદ ભગવાનની વાણી અફર છે. અને મોક્ષ તારી પાસે જ છે પરથી કાંઈ થવાનું નથી.
આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભિરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે. અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે.
(દ્ર.દ. જિ, ૫. ટે. વિ. બોલ ૮૫૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com