SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૪૬ ભાગલા લ્યો !! ( શ્રોતાઃ) હર્ષની લહેર, તાલીઓ! (ઉત્ત૨:) આહા....હા! હોય ને ઝીલનારા, તો હોય ને ! આહા! કહે છે પ્રભુ! આ વાત અપૂર્વ છે. ભાવ આવી ગયો છે!! સમયસાર ૩૮૨ ગાથા ! આહા! પૂરું તો ચારસોગંદરે થાય છે. પણ એક વાત રહી જતી હતી તે તેમનાં ખ્યાલમાં આવી ગઈ કે ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માને છે જગત ! શેયને, જ્ઞાન માને છે તેથી જ્ઞાન ઉદય થતું નથી. ઉદય એટલે પ્રગટ થતું નથી. અસ્ત રહ્યા કરે છે. ઇન્દ્રિય જ્ઞાનને, જ્ઞાન માને ત્યાં સુધી આત્મજ્ઞાન ઉદય ન થાય. આહા ! પુણ્યથી ધરમ થાય અને રાગને હું કરું છું ઈ તો સ્થૂળમાં ગયું, આ તો સૂક્ષ્મ ચાલે છે ત્યાં બેનની સાથે વાત થઈ કેઃ આ વખતે આપણે સૂક્ષ્મ (તત્ત્વ) લેવું છે. પછી, ઉંમર થઈ ગઈ, ક્યારે જવાય ન જવાય, અત્યારે જઈએ છીએ તો આ દશગાથા લઈ લઈએ ! કહે, પ્રભુ ! બહિર્મુખ જ્ઞાન, ૫૨ને જાણે છે અને અંતર્મુખ જ્ઞાન, સ્વને આત્માને જાણે છે. બે ભાગલા છે! આહા ! ભિન્ન, ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાથી, શરીર ને આત્મા સદાય ૫૨સ્પ૨ ભિન્ન છે! ઇન્દ્રિયજ્ઞાન, શરીરાદિને જાણે છે અને સ્વસંવેદનજ્ઞાન, આત્માને જાણે છે. બે ભાગ છે. ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી, ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય છે, હેય છે, આકુળતા ઉત્પન્ન કરનારું છે, કર્મબંધનું કાર્ય છે ને કર્મબંધનું કા૨ણ છે, પૌદ્ગલિક છે અને આત્મીય નથી-આ બધા પાઠ છે હોં ? શાસ્ત્રમાં છે. ( જીવોને ) મોટી ભ્રાંતિ થઈ ગઈ! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ ની રચના કરી ટોડરમલ સાહેબે, ત્યારે તેમાં એક જગ્યાએ તેઓ ફરમાવે છે, કે દ્રવ્યલિંગી મુનિ, દિગમ્બર મુનિ! રાજપાટ છોડી, જંગલમાં અઠ્ઠાવીસ મૂલગુણ નિરતિચા૨પણે પાળે છે અને કેવળ આત્મહિત માટે નીકળ્યો છે, બીજી કોઈ આકાંક્ષા નથી. હવે, સમ્યગ્નાન કેમ પ્રગટ થાય એના માટે પોતે અભ્યાસ કરે છે, અભ્યાસ કરતાં-કરતાં સભ્યજ્ઞાન અર્થે અભ્યાસ કરતાં-કરતાં તે અહીં સુધી આવ્યો કેઃ છ દ્રવ્યને જે જાણનાર છે તે હું છું, છ દ્રવ્યને જે જાણે છે તે જ્ઞાન મારું છે! પંડિત ટોડરમલ સાહેબ લખે છે કે, આ દ્રવ્યલિંગીની ભૂલ છે. હવે જ્યાં દ્રવ્યલિંગી ( મુનિ ) ભૂલે, ત્યાં સાધારણ જીવ (તો ) ભૂલી જાય, પણ.....સાધારણ જીવ, પામી જાય ને દ્રવ્યલિંગી મુનિ રહી જાય ! સ્વતંત્ર છે બધા, તેમાં શું છે ! આહા ! પણ દ્રવ્યલિંગી મુનિએ શું વિશેષ કર્યું, મને તો ખબર પડતી નથી! શું વિશેષ કર્યું? કાંઈ જ વિશેષ કર્યું નથી, જ્યાં છે ત્યાં છે. પંચપરાવર્તનની મધ્યમાં ૨હેલો છે ઈ...એ આત્માને સેવતો નથી, મિથ્યાત્વને સેવે છે. એક સમય જ્ઞાનને સેવતો નથી, નહીંતર તો ભાવલિંગી થઈ જાય ! આહા ! ત્રંબકભાઈ ડોલે છે, પછવાડે ત્રંબકભાઈ ડોલે છે, આમ-આમ કરે છે, ખુશી થાય છે! આ ખુશીના દિવસો છે ને! આ કાંઈ રોવાના દિવસો નથી, એ રોવાના દિવસો ગયા હવે! ખુશીના દિવસો આવ્યા છે! (શ્રોતાઓ હર્ષથી તાળીઓ પાડે છે) ખુશી થા, ખુશી થા! તારા આત્માની વાત સંતો તને સંભળાવે છે. છૂટવાની વાત, સંતો તને સંભળાવે છે, ભાવબંધનો અભાવ થાય અને ભાવમોક્ષ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy