________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪ જણાય છે. અને રાગાદિ ઉપયોગમાં નથી તેથી ઉપયોગમાં (રાગ) જણાતો નથી. આહાહા ! રાગનું કરવું તો કયાંય ગયું (સિદ્ધાંત) છે જેમાં નથી એ ન જણાય; અને જે જેમાં છે તે જણાયા વગર રહે નહીં.
આહાહા ! આ ઇન્દ્રિયજ્ઞાન અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનની ગાથા લીધી છે. ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય! સમર્થ આચાર્ય થયા. જેનું (ત્રીજું) નામ પ્રસિદ્ધ છે. તેઓશ્રી એ કલમ ચલાવી ! અને કહે છે કે જગતના સર્વ જીવોની વાત કરું છું. કોઈનો આત્મા એ પાંચે ઇન્દ્રિયના વિષયને જાણતો નથી. પણ આત્મામાં એક “ઉપયોગ ” લક્ષણ પ્રગટ થાય છે; એ પણ સ્પર્શ-રસ-ગંધ-વર્ણને જાણતું નથી. કેમકે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરેનો ઉપયોગમાં અભાવ છે. તે ઉપયોગની બહારની જડ વસ્તુ છે. તે પુદ્ગલનાં પરિણામ છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણ ને શબ્દ એ જડભાવ આત્મામાં તો નથી, પણ, જેમાં આત્મા જણાય છે એવા ઉપયોગથી પણ તે સર્વથા ભિન્ન છે. હવે (જો) ઉપયોગથી ભિન્ન છે તો શુદ્ધોપયોગની દશા પ્રગટ થાય તેનાથી તો ભિન્ન હોય જ, એમાં પ્રશ્ન જ નથી.
એ બધાના જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે. જ્ઞાનમાં જ્ઞાયક છે. જ્ઞાનમાં રાગાદિ, દેહાદિ, કર્મ, કે નોકર્મ એમાં નથી. અને જેને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ જણાય છે, એનાં લક્ષપૂર્વક જાણે તો એ અનુપયોગ થઈ ગયો. અજ્ઞાન ઉપયોગ થઈ ગયો. ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. એ સ્વભાવને ભૂલી ગયો, તેથી જેને જાણે તેને પોતાનું માન્યાવિના રહે નહીં.
ફેકટરીને જાણે તો ફેકટરી મારી, દુકાનને જાણે તો દુકાન મારી. દુકાનનું આપણે સામાન્ય કથન કર્યું. કોઈને કોઈ દુકાન અને કોઈને કોઈ દુકાન. આ દુકાન મારી છે અને બાજુની દુકાન મારી નથી. એ રીતે એણે (અજ્ઞાનીએ ) ભાગલા પાડયા. આ મારું અને આ તારું, એમ પર પદાર્થમાં બે ભાગ છે નહીં. એ બધી પારકી વસ્તુ છે. એ વસ્તુ તો પારકી છે, પણ એને જાણનારું જે જ્ઞાન છે તે મારાથી સર્વથા ભિન્ન છે. તેથી “હું પર પદાર્થને જાણતો નથી.” અને પર પદાર્થને જાણનાર જ્ઞાનને પણ હું જાણતો નથી. હું તો જેમાં આત્મા જણાય છે એવા જ્ઞાનને જાણું છું. અથવા અભેદથી આત્માને જાણું છું.
દશ લક્ષણ પર્વ છે કે આ તો ! અજમેરાભાઈ ! તો (દશલક્ષણમાં) ઊંચો માલ હોય ને? આહાહા! કુંદકુંદ આચાર્ય ભગવાનની શું વાત કરવી! (જૈનદર્શન) જૈનધર્મને ટકાવી રાખ્યો છે! મોક્ષ માર્ગને ટકાવી રાખ્યો છે. આ (તત્ત્વ) પંચમકાળના છેડા સુધી રહેશે. ઉપરથી દશ ગાથાની વાત કરી. હવે મૂળ દશ ગાથા લઈએ.
રાગાદિથી ભિન્ન આત્મા છે, એ વાત તો જિનાગમમાં દ્રવ્યાનુયોગમાં ઠેકઠેકાણે છે. રાગથી આત્મા જુદો છે. એ વાત તો ઠામઠામ રહેલી છે. પણ જેમ રાગ આસ્રવ તત્ત્વ છે, તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ આસ્રવ તત્ત્વ છે. સંવર તત્ત્વ નથી. જીવતત્ત્વ તો નથી, પણ સંવર તત્ત્વ નથી. (કારણ કે) સંવરનું લક્ષણ એમાં નથી. એટલે ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે. એના ભેદજ્ઞાનની ગાથાઓ છે તો ખરી....પણ ઓછી છે. પણ રાગથી આત્મા ભિન્ન છે એ વાત જેટલી પ્રચલિત છે, તેટલી આ વાત પ્રચલિત નથી. છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com