________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
પ્રવચન નં. - ૨ ખરી !! જ્ઞાનીઓ કહી ગયા છે, ગુરુદેવે પણ ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરવાની વાત કહી છે. એના વ્યાખ્યાન પણ છપાયા છે.
હાલતાં-ચાલતાં ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે એનો વિચાર કરવાનો કાળ હવે પાયો છે. (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.) રાગથી તો આત્મા ભિન્ન છે, પણ રાગને જાણનારા જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. અરે! એ (વાત તો) દૂર રહો ! દુકાનને દેખવીને એને જાણનારું જ્ઞાન, એનાથી આત્મા ભિન્ન જ છે.
આહાહા....! આ તીર્થકરોની પ્રતિમા, ભગવાન મહાવીરની પ્રતિમા હોય, ચોવીસમા આપણા તીર્થકર અથવા વીસ વિહરમાન તીર્થકરોમાં સીમંધર ભગવાનની પ્રતિમા હોય; એને જાણનારું જ્ઞાન આત્માનું નથી. એ પરમાત્મા તો મારા નથી, કેમ કે મારો પરમાત્મા તો અહીંયા બિરાજમાન છે. (આ) વ્યવહારે પરમાત્મા છે, એનાં દર્શન કરવાનો ભાવ મને આવે છે; પણ...એના પ્રત્યેનો જે શુભરાગ થાય છે તે મારો નથી. એ તો ઠીક ! પણ એને (પ્રતિમાને ) જાણનારું જે ચક્ષુઇન્દ્રિય-બહિર્મુખજ્ઞાન જેમાં પ્રતિમા જણાય અને એમાં આત્મા
ન” જણાય એ “જ્ઞાન” મારું નથી. અરે! એ તો ઠીક! પણ સાક્ષાત્ તીર્થકર ભગવાન બિરાજમાન હોય, ઇન્દ્રો અને દેવો એની સભામાં હોય અને ગૌતમ ગણધર આદિની ઉપસ્થિતિ હોય! એની સામે ઇન્દ્રિયજ્ઞાન જુએ છે, પણ આત્મા એની સામે જોતો નથી. આત્મા પોતાના જ્ઞાનને છોડીને એ પરપદાર્થને જાણવા જતો નથી. અને જે પરને જાણે છે તે જ્ઞાન મારું નથી.
આહ....હું...! જ્ઞાનને જ્ઞાન વચ્ચેનું (આ) ભેદજ્ઞાન છે. જ્ઞાનથી જ્ઞાન ભિન્ન છે. નિશ્ચયજ્ઞાનથી વ્યવહારજ્ઞાન ભિન્ન છે. આહાહા! આવી અદ્ભુત વાત આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય ભગવાન તાડપત્રમાં લખીને ગયા છે.
(એ) શાસ્ત્રોમાં ઉપર આપણું નામ છે. શાસ્ત્ર ખોલ્યું છે? જે ખોલે, અને વાંચે તેને વંચાય (પોતાનું) નામ. જે આલમારીમાં શાસ્ત્રને બંધ રાખે એમાં એનું નામ તો હોય ! પણ ખોલીને વાંચે તો એનું નામ અંદર હોય. પણ વાંચેજ નહીં તો? એનું નામ તો લખેલું છે, પણ એને એમાં ખ્યાલ આવતો નથી. પણ જે આંખ ઉઘાડીને જુએ, આત્માની રુચિ પૂર્વક વાંચે, અભ્યાસ કરે, ઓહો ! ધર્મપિતાનો પત્ર મારા ઉપર આવ્યો છે. આ તો ‘મને' કહે છે. આહ....! હા..! ઇન્દ્રિયજ્ઞાન જ્ઞય છે ને ભગવાન આત્મા એનાથી સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાન વડે જાણવાનું કામ આત્મા કરતો નથી. કરી શક્તો નથી.
ઇન્દ્રિયજ્ઞાન વડે “હું જાણું છું એ શેય અને જ્ઞાયકની એકતા કરી રહ્યો છે. તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન ભલે પર જાણે ! પણ હું ઇન્દ્રિયજ્ઞાન વડ! “વડે” એટલે સાધન-કરણ ! એ ભિન્ન સાધન વડે આત્મા પરને જાણે એવો એનો સ્વભાવ છે. અલૌકિક અપૂર્વ વાત છે.
આત્માની આરાધનાના દિવસો છે ને! ઈન્દ્રિયજ્ઞાન મારું નથી. હવે ઇન્દ્રિયજ્ઞાન તમારું નથી તો ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે એ ચીજ તમારી ક્યાંથી હોય? ઇન્દ્રિયજ્ઞાન તે આત્માની પ્રોપર્ટી નથી. તો આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com