________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. – ૨ જેમકે સાકરની ગુણી હોય, તેનો ભાવ આઠસો, નવસો (રૂપીયા) જે ભાવ હોય તે ભાવ. હવે (કોઈ) આખી ગુણી લેવા જાય તેને (દુકાનદાર) બે દાણા નમૂનાના ચખાડે છે. કે જુઓ ! આ જાતની સાકર છે. “ખાંડ” ઈ સુગરનો નમૂનો ચાખીને કહે છે આ લ્યો આઠસો રૂપિયા, અને (ખાંડની) આખી ગુણી મોકલી આપજો. સેમ્પલનાં બે દાણા (ચાખે) પણ.....(તે) જાત નિમકની નહીં. નિમક (પણ) ધોળું હોય, અને ખાતર પણ ધોળું હોય. અને ઈ... દાણાદાર (પણ) હોય! અને ઈ...સુગર (ખાંડ) જેવું લાગે, (તો પણ) ઈ...સુગર નથી. અને નિમક પણ નથી. (એ તો ખાતર છે. ) સાકરનાં બે દાણા (સેમ્પલ) મોં માં નાખ્યા આ ગુણી મોકલી દેજો બસ !
એવી રીતે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું કારણ ભેદવિજ્ઞાન છે. એ ભેદવિજ્ઞાનમાં અહીંયાં મુખ્યપણે અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન બે પરસ્પર સર્વથા ભિન્ન-ભિન્ન છે. એમાં કથંચિત્ ભિન્ન અભિન્ન લાગુ પડતું નથી. જેવી રીતે રાગ સર્વથા ભિન્ન છે-(તેમ) પુણ્ય-પાપનાં પરિણામ એમાં (પણ) કથંચિત્ ભિન્ન અભિન્ન આવતું નથી. કેમકે બન્નેની જાત જુદી છે. એક ચેતન અને એક જડ:
જેમ રાગ જડ છે, આત્માની જાત નથી. (આત્માથી) એનું લક્ષણ જુદું છે, (માટે) એ સામાન્યનું વિશેષ નથી. એવી રીતે અનાદિ કાળથી આત્માને ભૂલેલો આત્મા; એ ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને બેસી ગયો છે પણ આચાર્ય ભગવાન ફરમાવે છે કેઃ ઇન્દ્રિયજ્ઞાન ભગવાન આત્માથી સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન એટલા માટે છે, કેઃ જેમ રાગ આત્માના આશ્રયે થતો નથી, રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, અને રાગ આત્મામાં અભેદ થતો નથી. એવી રીત રાગ પરાશ્રિત છે તમ ઇન્દ્રિયજ્ઞાન ( અર્થાત્ ) પાંચ ઇન્દ્રિય અને છઠું મન તેનો જે ઉઘાડ તે “જ્ઞય' છે (પણ) “જ્ઞાન” નથી.
જેમ રાગ આત્માના આશ્રયે થતો નથી. તેમ ઇન્દ્રિયજ્ઞાન આત્માના આશ્રયે થતું નથી. ઈ... શેયઆશ્રિત છે. (જેમ) રાગ કર્મઆશ્રિત છે તેમ ઇન્દ્રિયજ્ઞાન યઆશ્રિત છે. તેથી તે તો ઇન્દ્રિયજ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું નથી અને એ ઇન્દ્રિયજ્ઞાન આત્મામાં અભેદ થતું નથી. અને તે આત્માના આશ્રયે (પ્રગટ) થતું નથી. માટે (ઇન્દ્રિયજ્ઞાન) ભગવાન આત્મા અને આત્માના જ્ઞાનથી સર્વથા ભિન્ન છે. આત્માથી તો (ભાવેન્દ્રિયો) ભિન્ન છે; પણ જે ઉપયોગ લક્ષણ (પ્રગટ થાય છે.) (અને) (જેમાં) આત્મા જણાય છે; તેવા ઉપયોગમાં પણ ઇન્દ્રિયજ્ઞાનનો (સર્વથા) અભાવ છે.
દ્રવ્યસ્વભાવમાં તો ત્રણેકાળ (ઇન્દ્રિયજ્ઞાનનો) અભાવ છે. પણ, એક “ઉપયોગ લક્ષણ છે' તેમાં ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાઈ રહ્યો છે. એ ઉપયોગ આત્માથી અનન્ય છે; (અર્થાત્ ) કથંચિત્ અભિન્ન છે. જેમ ઇન્દ્રિયજ્ઞાન (આત્માથી) સર્વથા ભિન્ન છે તેમ, જે (ઉપયોગમાં) આત્મા અનુભવમાં આવે છે એવું જે જ્ઞાન એ (આત્માથી) સર્વથા ભિન્ન નથી. એ (જ્ઞાન) કથંચિત્ (આત્માથી) અભિન્ન છે. (માટે) ઉપયોગથી આત્મા અનન્ય છે. ઉપયોગથી આત્મા અનન્ય એટલા માટે છે, કેઃ “ઉપયોગમાં ઉપયોગ જણાય છે.' ઉપયોગમાં ઉપયોગ કેમ જણાય છે? ઉપયોગમાં ઉપયોગ છે” તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com