________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
પ્રવચન નં. - ૬ અહા! એદ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ” (કયું દ્રવ્ય?) પરિણામી દ્રવ્ય, પર્યાયસાપેક્ષ દ્રવ્ય ! પરસ્પર સાપેક્ષ દ્રવ્ય છે ને ...પરસ્પર સાપેક્ષ છે પર્યાયથી (સહિત) અને જીવતત્ત્વ છે ને ઇ પર્યાયથી (રહિત) નિરપેક્ષ છે. નિરપેક્ષને જો ને! સાપેક્ષને શા માટે જોઇ રહ્યો છો? અહાહા ! ઈ તને નથી કહેતું કે “તું મને જાણ” ઈ.પરિણામી દ્રવ્ય પરિણમે છે પર્યાયથી ઇ પરિણામી દ્રવ્ય એમ નથી કહેતું તને કે “તું મને જાણ' (અને) આત્મા પણ પરિણામીને જાણવા જતો નથી
આહા..હા! (જ્ઞાન) અપરિણામીને (જાણવાનું) છોડતો નથી, જાણવાનું છોડે તો... પરિણામીને જાણે ! અહા! આ હળદરને ગાંઠિયે ગાંધી થઇ જવાય એવું છે નહીં! આ ચાર ચોપડી ભણ્યો ને વિદ્વાન થઇ ગયો અને વ્યાખ્યાન આપવા (લાગ્યો). આહાહા ! એ વસ્તુ જુદી છે ભાઈ, અંદરની !! ' કહે છે... પરમાત્મા ફરમાવે છે કે પરિણામી આત્મા એ મારો વિષય (ધ્યય) નથી. એ તો બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, એ વિભાવ, વિભાવને જાણે છે! સ્વભાવ, સ્વભાવને જાણે છે!! પરિણામને પહેલાં એ જાણતો નહોતો ને પછી પણ જાણશે નહીં, પછી તો....ઇન્દ્રિયજ્ઞાન અને જાણશે, એમ અમે જાણીએ છીએ. પણ, હું એને જાણું છું એમ સાધકના જ્ઞાનમાં રહેતું નથી.
અહા! ઝીણી વાત છે. અજમેરાભાઈ ! હું સૂક્ષ્મ છે હોં, બહુ સૂક્ષ્મ!! અહા! સાધકને શુદ્ધ ઉપયોગમાં ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઇ જાય છે. કિલ્લિત -કિલ્લિત, જેમ ઓલા સર્પને મંત્રથી દબાવી દીએને, એમ આ ઇન્દ્રિયજ્ઞાન કિલ્લિત થઇ ગયું હતું શુદ્ધોપયોગ થતાં! હવે (પાછો ઉપયોગ બહાર આવે છે) તો પાછો ઇન્દ્રિયજ્ઞાન ફૂફાડો મારે છે-થોડી 'ક વાર
થને ઇન્દ્રિયજ્ઞાન ફૂંફાડો મારે છે એટલે ઊભું થાય છે, પરને પ્રસિદ્ધ કરનારું (પરંતુ) હવે એમાંથી ઝેરનાં દાંત નીકળી ગયા છે એનું નામ હવે સમ્યજ્ઞાન થઇ ગયું છે. મિથ્યા નથી. આહા! મિથ્યાજ્ઞાન રહ્યું નથી છતાં એ આત્મજ્ઞાન છે નહીં, જો ઇન્દ્રિયજ્ઞાન, આત્મજ્ઞાન હોય તો પછી એમાં આત્મા જણાવો જોઇએ, પણ જણાતો નથી, આત્મા એનો વિષય જ નથી.
મિથ્યાજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાનનો-જ્ઞાનનો વિષયતો નથી, પણ અનુભવીને જે સમ્યજ્ઞાન નામ પામ્યું; એવું જે મનને બુદ્ધિ પાંચ ઇન્દ્રિય-હવે સમ્યજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે છતાં એ આત્માનું જ્ઞાન નથી. આહાહા! આ તો મોટા દિવસ છે ને! પર્યુષણ (પર્વ) છે ને! પર્વાધિરાજ ! આત્માની ઉપાસના કરવાના દિવસો છે.
છોડી દે હું પરને જાણું છું, લક્ષ છોડી દે! બુદ્ધિ મિથ્યા છે તારી, બીજો જાણે છે ને, માને છે કે હું જાણું છું!(જેમ) પરિણામને કરે છે પરિણામ અને માને કે હું કરું છું એમ ભેદને અને પરિણામી દ્રવ્યને ઈન્દ્રિયજ્ઞાન-બુદ્ધિ જાણે છે.
આહા..હા ! હું જાણતો નથી, મારો વિષય નથી, એનાં લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી! “જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય એ જ જ્ઞાનનો વિષય હોય”-(મહા) સિદ્ધાંત! “જેના લક્ષે જ્ઞાન પ્રગટ ન થાય, વધે નહીં અને પૂર્ણ ન થાય તો એ જ્ઞાનનો વિષય ન હોય”.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com