________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પર્યાયસહિત “ઉત્પાવ્યયધ્રૌવ્યુવતું સત-ગુણપર્યયવત દ્રવ્યમ' એવું જે દ્રવ્ય, પર્યાયસાપેક્ષ દ્રવ્ય, પરિણામીદ્રવ્ય, એ પરિણામીદ્રવ્ય પણ બુદ્ધિનો વિષય છે, એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી ! કેમકે એનાં લક્ષ પણ જ્ઞાન પ્રગટ થતું નથી.
અહાહા ! અહીંની એક આ મંડળની શોભનાબેન છે, બે બહેનોએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે ને! પ્રતિષ્ઠા વખતે. દર્શના ને (શોભના) બેય બેઠી છે બેય (બહેનો) અહા! એણે કોઈને લખ્યું હશે મુંબઇ (પરિણામી આત્મા જ્ઞાનનો વિષય નથી) મુંબઇથી ફરતા, ફરતા ખબર આવ્યા કે આ શું? અહાહા ! પરિણામી દ્રવ્ય! પોતાનો આત્મા! છ દ્રવ્ય તો...દૂર રહો!
પણ....આ પરિણામી દ્રવ્યના લશે પણ આત્મજ્ઞાન ઉદય પામતું નથી. કેમ કે એનાં લશે પણ જ્ઞાન પ્રગટ થતું નથી. એ તો અપરિણામી, નિષ્ક્રિય, ધ્રુવ પરમાત્માના લક્ષે જ જ્ઞાન પ્રગટ થાય છે, માટે “પરિણામી દ્રવ્ય” બુદ્ધિનો વિષય છે. એ જ્ઞાનનો વિષય નથી.
ભાઈઓ તો કેટલાક અહીં છે પણ બહેનો તો કેટલાંક અહીં તત્ત્વની રુચિવાળા, કેટલાંક હોય! ઇ તો ગામેગામ હોય, થોડા-ઝાઝાતો બધે હોય, ગુરુદેવના ભક્તો-શિષ્યો છે ને! સૌ પોતાનું કામ કરતા હોય! કેટલાક બહાર આવે ને કેટલાક બહાર ન આવે, વાણીનો યોગ પણ ન હોય કેટલાક ને!
આહા! શું કહ્યું આ? પરિણામી દ્રવ્ય! “ઉત્પાદવ્યયધુવયુક્તમ્ સત્ ! સપદાર્થ! પદાર્થ પરિણામી છે, પદાર્થ છે ને! ઇ પરિણામી છે. દ્રવ્યપર્યાયનું જોડકું છે! દ્રવ્ય-પર્યાય પરસ્પર સાપેક્ષ છે, એ જે સાપેક્ષ છે, જે પર્યાયથી સહિત પરિણામી (દ્રવ્ય!) ભાઈ? આ અંદરમાં જે પરિણમે છે ને, આત્મા પરિણમતો દેખાય છે ને (૩)! એ પરિણમતા આત્માને દેખવું તે મિથ્યાત્વ છે! પરિણામીનાં લક્ષ, આત્મજ્ઞાન ન થાય !
એ પરિણામીમાં જ અપરિણામી રહેલો છે, એ પરિણામ સાપેક્ષ દ્રવ્યને (દષ્ટિમાંથી) છોડીને, પરિણામ નિરપેક્ષ અપરિણામી (દ્રવ્યને) જો અંદરમાં, તો તને આત્મભાન થશે (આત્મ) અનુભવ થશે, તને સુખ થશે!
(શ્રોતા ) યુગલજી ફરમાવે છે “વર્તમાનમેં ગુરુદેવકા તત્ત્વ લાલચંદભાઈ કે પાસ સુરક્ષિત હૈ, એમ જાહેરમાં કહ્યું હતું (ઉત્તર) નિરાભિમાની માણસ સજ્જન છે. જેમ એને દેખાય એમ કહે! અરે ! પ્રભુ પરિણામને જોતાં જોતાં પંડિત થાય પણ જ્ઞાની ન થાય! આહા...હા ! એકવાર... અપરિણામીને જો ને!! જેમાં પરિણામ માત્રનો ત્રિકાળ અભાવ છે !
આહાહા! (એક વાર લે ને) પરિણામીને મન જાણે છે હું તો અપરિણામી ને જાણું છું મારો વિષય (ધ્યય) સ્વભાવનો વિષય સ્વભાવ છે. અને ઇન્દ્રિયજ્ઞાનનો બુદ્ધિનો મનનો વિષય પરિણામી વિભાવ છે. અપરિણામીની અપેક્ષાએ, પરિણામી વિભાવ ભાવ છે. આહા ! એ ધ્યાનનું ધ્યેય નથી અહા! ધ્યેયને લક્ષમાં લે ને! તો ધ્યાન સહજ પ્રગટ થશે, ધર્મધ્યાન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com