________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
પ્રવચન નં. - ૬ તિરસ્કાર કરે!
આહાહા ! તિરસ્કાર કરનારા હોય ને અજ્ઞાની અન્યમતિ! પથ્થર મારે (છતાં). સમતા ભાવમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે (મુનિરાજ !)
આહા ! આવી વાત તને સાંભળવા મળી ! છતાં હજી તને પરને જાણવાની લોલુપતા, આસક્તિ (છે) એ મિથ્યાત્વનો દોષ છે. (ઉપશમને) નહીં પામેલો પોતે પરને જાણવાનું મન કરે છે. પરને જાણતાં જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે છે તેમાં મોહ, રાગ, દ્વેષની ઉત્પતિ અવશ્ય ! અવિનાભાવરૂપ મિથ્યાષ્ટિને થાય છે. અને..સમ્યગ્દષ્ટિ થયા પછી, મોહનો અભાવ થાય છે, પણ...જેટલો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બહિર્મુખ થાય છે એટલે એને (જ્ઞાનીને) પણ રાગ અને દ્વેષની ઉત્પત્તિનું કારણ થાય છે (તેથી તો જ્ઞાની) એમ જાણીને ફરી ફરી નિર્વિકલ્પધ્યાનમાં જાય છે. જ્ઞાનીઓએ ઇન્દ્રિયજ્ઞાનની એકતા (બુદ્ધિ ) તોડી છે, પણ ઇન્દ્રિયજ્ઞાનની અસ્થિરતા હજી છે.
(સાધકને) જ્ઞાન જ્ઞાનમાં એટલું સ્થિર નથી થયું કે ઇન્દ્રિયજ્ઞાનનો તાત્કાલિક અભાવ થાય ! જેમ જેમ જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તેમ તેમ ઇન્દ્રિયજ્ઞાનની અંશે નિવૃત્તિ થતી જાય છે. સંપૂર્ણપણે જ્ઞાન જ્ઞાનમાં જ્યારે ઠરી જાય છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થઇને કેવળજ્ઞાન પ્રગટ થાય છે!
આ એક ગાથા (ગુણની) થઇ હવે બીજી ગાથા દ્રવ્યની (લઇએ) આહાહા ! (ગાથા) ચાલી 'તી તો ખરી પણ થોડીક ઉતાવળે ચાલી હતી, વધારે સ્પષ્ટીકરણ...! મોટો દિવસ છે ને આજ સુગંધદશમીનો! આ પૂજા-પાઠ ચાલે છે! શું ચાલે છે અત્યારે ? પૂજા-પાઠ એટલે શું?
કે: પરને જાણવાનું બંધ કરીને આત્માને જાણ ! એને નિશ્ચયપૂજા કહેવામાં આવે છેનિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે-નિશ્ચય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આલોચના કહેવામાં આવે છે.
અરે! જે પરિણામમાં સુખ ન આવે એ ધરમ ન હોય! જે પરિણામમાં આકુળતા થાય એ ધરમનું ફળ નથી, એ કરમનું ફળ છે! કરમના ફળમાં આકુળતા થાય અને ધરમના ફળમાં તો સુખ પ્રગટ થાય !
હવે બીજો બોલ છે, એ પૂરો થયા પછી “ટીકા” લેશું.
અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે “તું મને જાણ ” અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી.'
“અશુભ અથવા શુભ દ્રવ્ય' પોતાને જે આત્મા છે ને! પરિણામ અને પરિણામી ! પહેલાં ગુણભેદ અને પર્યાયભેદ, પરિણામમાં લીધું (કહ્યું) પરિણામને જાણવું એ આત્માનો સ્વભાવ નથી. અને પરિણામી એટલે પર્યાયસહિતનું દ્રવ્ય! અને પણ જાણવું, એ આત્માનો સ્વભાવ નથી. એ બુદ્ધિનો વિષય છે કેમકે પરિણામી દ્રવ્યના લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી. પરિણામી દ્રવ્ય એ વ્યવહારનયનો વિષય છે.
ઉત્પાદવ્યયથી સહિત જે આત્મા છે તે માત્ર શેય છે, પણ ધ્યેય નથી. શેયના લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી! ઓનાં (આ પહેલાની ગાથા) કરતાં સૂક્ષ્મ છે વાત! પરિણામનાં લશે તો ધર્મ ન થાય, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com