________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૭૮ સંસારની પરાકાષ્ટાએ પહોંચ્યું છે, જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને!
અહાગુણભેદ અને પર્યાયભેદ એ જ્ઞાનનો વિષય નથી ભાઈ ! જો એ જ્ઞાનનો વિષય હોત તો એને જાણતાં એમને ઉપશમભાવ-સમ્યગ્દર્શન થવું જોઈતું'તું પણ થયું નહીં, એમાં તો એને રાગ, દ્વેષ, મોહ થયો!! આવું જાણીને પણ, કુંદકુંદાચાર્ય ભગવાનને કરૂણા આવી છે કે તને આવું (વસ્તુસ્વરૂપ) જણાવનાર પણ મળ્યા નથી, પણ તારી યોગ્યતા અને તારા પુણ્યના યોગે આ અમે તને કહેનાર મળ્યા છીએ, હવે અમારી વાત તું અપનાવી લે છે, નકાર કરીશ માં!!
તું નિષેધ કરજે કે ઇન્દ્રિયજ્ઞાન વડે પરને જાણવું, એ મારો સ્વભાવ નથી પણ એ વિભાવ છે, એ વિભાવનો આદર (સત્કાર) કરીશ નહીં હવે!
અહાહાહા! આવું જાણીને પણ એ મૂઢ પ્રાણી! અજ્ઞાની પ્રાણી! મોહી પ્રાણી ઉપશમને પામતો નથી. એટલે શેયથી વ્યાવૃત્ત થઇને, ઇન્દ્રિયજ્ઞાનને જીતીને, અંતર્મુખ થઇને, હુજી આત્માને અનુભવતો નથી !
આટલું (આટલું) કહેવા છતાં પણ તું સમજતો નથી કે પરને જાણતાં તને જ્ઞાન કે સુખ નહીં થાય કેમ કે ગુણભેદમાં કે પર્યાયભેદમાં જ્ઞાન નથી. એ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યને જાણતાં તને સુખ પણ નહીં થાય અને તને જ્ઞાન પણ નહીં થાય. છ દ્રવ્ય તો પ્રસિદ્ધ છે પરદ્રવ્યપણે, પણ એક ગુપ્ત “પદ્રવ્ય પ્રગટ થાય છે સમયે સમયે ! ચૌદ ગુણસ્થાન, ચૌદમાર્ગણા સ્થાનના (જે) ભેદો છે, નવતત્વના ભેદો છે ને! એ પરદ્રવ્ય છે!
પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે!
આહા ! ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવો, એ પણ પરદ્રવ્ય છે, કેમ કે એ પ્રગટ થાય છે (ને પરિણામિક ભાવ પ્રગટ છે) પ્રગટ થાય તે સ્વદ્રવ્ય ન હોય. પ્રગટ...છે છે છે ને છે તેને સ્વદ્રવ્ય કહેવામાં આવે છે. માટે હે મૂઢાત્મા! પરને જાણવાની અભિલાષા છોડી દે! અથવા ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો જાણો ! પણ હું પરને જાણતો નથી. પરને તો જાણતો નથી પણ.... પર્યાયના ભેદને કે ગુણભેદને જાણવું મારો સ્વભાવ નથી.
અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્માને જાણવો એ મારો સ્વભાવ છે અને એને જાણતાં (જ) જ્ઞાન અને સુખ પ્રગટ થાય છે.
અહા ! છતાં, શિવબુદ્ધિને છોડીને, નહીં પામેલો આ આત્મા, એ બધા ભેદોને જાણવાની અભિલાષા કરે છે, એ લોલુપી છે, એ ગૃદ્ધિ છે!જેમ ખોરાકનો (ખાવાનો) વૃદ્ધિ હોય ને કોઈ, એમ આ જાણવાનો વૃદ્ધિ થઈ ગયો છે. અહાહા ! કેટલાકને (તો) એવી પ્રકૃતિ હોય કે એને પરને જાણવાનો જ રસ હોય, પરને જાણે નહીં પૂછપરછ કરીને ત્યાં સુધી એને સુખ ચેન પડતું નથી. અજ્ઞાની, મૂઢ, મોહી (પરને જાણવાનો અભિલાષી) મિથ્યાષ્ટિ જીવ છે. અહાહા ! મુનિરાજને ક્યાં કંઇ ફાળો કરવો છે? અને “ચક્રી વંદે છતાં નહીં મળે માન જ”એને માન કષાય નથી. અહાહા ! કોઇ નમસ્કાર કરે કે કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com