________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૭૭
- ૬
પ્રવચન નં. લક્ષ કરીને ભેદને ) જાણે છે! જેનું અવલંબન લઈને ‘જાણવાની પ્રવૃત્તિ' કરે છે, એનું અવલંબન લેતાં તો એમાં રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થાય છે. મોહ, રાગ, દ્વેષની ઉત્પત્તિ, દુઃખનું-સંસારનું કારણ છે.
‘અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ ’ અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી.’
.
આહા...હા ! અશુભ અથવા શુભ ગુણ-ગુણભેદ અને પર્યાયભેદ તને એમ નથી કહેતો...તને એટલે આત્માને એટલે કે ‘મને ’ (સમજવું એમ કે) ‘તને’ એટલે કે ‘મને’ એમ નથી કહેતા કે તું ‘આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે’ એવા ( ભેદથી ) ગુણને જાણ! અથવા એમ નથી કહેતા કે આ પર્યાયને તું જાણ! ગુણસ્થાન, માર્ગણાસ્થાનની પર્યાયો પ્રગટ થાય છે તેને-પર્યાયને પણ ‘ગુણ ’ કહેવામાં આવે છે, છે પર્યાય તેને પણ ‘ગુણ ’ કહેવામાં આવે છે.
તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ' અને આત્મા પણ એ બુદ્ધિગોચર ગુણને જાણવા જતો નથી. એ જાણે ક્યારે એને? કે પોતાને જાણવાનું છોડી દીએ તો તો એને જાણે, પણ આ ભગવાન આત્મા, પોતાને જાણવાનું છોડતો નથી, અને ગુણભેદને પર્યાયભેદને જાણવા જતો નથી !
આવી એક વસ્તુની સ્થિતિ છે! અહા...હા ! એ વસ્તુસ્થિતિથી અજાણ જે જીવો છે એ ગુણભેદને, પર્યાયભેદને જાણવાનું ‘મન કરે છે! તને આટલું આટલું કહ્યું છતાં પણ, આવું જાણીને પણ...છેલ્લી ગાથામાં (આચાર્યદેવ કહે છે) આવું જાણીને પણ મૂઢ જીવ! મોહી પ્રાણી ઉપશમને પામતો નથી, કે આ ગુણભેદને પર્યાયભેદને જાણું એ મારો વિષય નથી.
કેમ કે એને વિષય કરતાં કરતાં અનંત કાળ ગયો પણ એને ધરમ થયો નહીં, એને ઉપશમભાવ પ્રગટ ન થયો, ઉદાસીન અવસ્થા પ્રગટ ન થઈ, વીતરાગ દશા પ્રગટ ન થઈ! ઉપશમને પામતો નથી એટલે ઉદાસીન (દા) ને પામતો નથી. સમ્યગ્દર્શનને પામતો નથી. અને શિવબુદ્ધિને છોડીને એટલે પોતાને જાણવાનું છોડીને કલ્યાણકારી બુદ્ધિ એટલે પોતાનું હિત જેમાં થઇ જાય એવી સમ્યગ્નાનની બુદ્ધિને છોડીને, ૫૨ને ગ્રહવાનું મન કરે છે. આહા! પરને જાણવાનું મન કરે છે એ છે એનો વિભાવ! અને એને એમ ભાસે છે કે, ગુણભેદનેપર્યાયભેદને જાણતાં (મને) જ્ઞાન પ્રગટ થાય છે ને જ્ઞાન વધે છે, એવી એને અનાદિ કાળથી ભ્રાંતિ થઇ છે!!
બહુ વિષય સારો છે. પર્યુષણનો આજે છઠ્ઠો દિવસ સંયમનો છે. આહા ! ઇન્દ્રિયજ્ઞાનને જીતવું એક સંયમ છે. જેમ કે છકાય જીવની રક્ષાનો ભાવ એ સંયમ છે એમ ઇન્દ્રિયજ્ઞાનને જીતવું (એ સંયમ છે!) છ–કાય (એટલે) છ પ્રકારના જીવો, તેમ પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ પણ ‘છ’–એમ બારને જીતવું તેને સંયમ કહેવામાં આવે છે. એમાં ( આ ) ઇન્દ્રિયજ્ઞાનને જીતવાની વાત ચાલે છે.
(ઓ હો હો!) અનંત અનંત કાળ વીત્યો! અગિયાર અંગનો પાઠી થયો! ભેદપ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે કે હવે ‘જ્ઞાન' ઘણું વધ્યું! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને ( જીવોને ) પણ એમ ભાસે છે કે: ‘આ પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે! અહાહા ! પરાકાષ્ટાએ પહોંચ્યું છે એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com