________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી ૫૨માત્મને નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૧-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૯
આજે પર્યુષણ પર્વનો નવમો દિવસ છે. ‘ઉત્તમ આકિંચન્ય ધર્મ ’-જેમનો મોહ ગળી ગયો છે, પોતાના આત્મહિતમાં સદા રત છે, તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે અને ગૃહ આદિ છોડીને મોક્ષને અર્થે જેઓ તપ કરે છે એવા મુનિ (ભગવંતો) વિરલા જ હોય છે. તથા જેઓ પોતાના હિત માટે તપ કરી રહ્યા છે તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિક (નું) દાન કરે છે. અને પોતાના સહાયી છે-તેમના સહાયી છે, એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે!
મુનિ ( ભગવંતોને ) શાસ્ત્રનું અગાધ...જ્ઞાન હોય, તેનું પણ મમત્વ કે અભિમાન મુનિરાજને હોતું નથી. બીજા મુનિઓને જ્ઞાનનો ઉપદેશ દેવામાં, જરાય સંકોચ કરતા નથી. હું મારું બધું રહસ્ય આને કહી દઈશ..તો તે મારાથી આગળ વધી જશે, તેવા ઈર્ષ્યાભાવનો વિકલ્પ પણ મુનિને હોતો નથી ! બીજાં કોઈ પોતાની આગળ વધીને, પોતાની પહેલાં કેવળજ્ઞાન પામી જતાં હોય તો...તેમાં અનુમોદના છે! એવી રીતે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થોને પણ જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોમાં જે પોતાની અધિક હોય, તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે! વિકલ્પ વખતે, અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય...તો તેવા જીવને ગુણની રુચિ નથી. મુનિ (મહારાજ) અંતરમાં જરા પણ ગોપવ્યા વગર...સ૨ળપણે...પાત્ર જીવને સર્વ રહસ્યોનો ઉપદેશ કરે છે! ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી ! શરીરનું ને વિકલ્પનું મમત્વ જેમને નથી અને આહા૨ તથા ઉપદેશ આદિના વિકલ્પને તોડીને વીતરાગસ્વભાવમાં સ્થિત છે તેવા’ ઉત્તમ આચિન્ય ધર્મ' માં રત મુનિઓ....આ જગતમાં ધન્ય છે!!
અહા! તેમને ચારિત્ર દશા તો છે. કેવળજ્ઞાન લેવાની ઉગ્ર તૈયારીવાળા છે બારઅંગનું જ્ઞાન હોય ! તેમાં પણ આસક્તિ નથી-મમત્વ નથી !! હજી ક્યારેક જરાક ઉપદેશ આદિની વૃત્તિ ઊઠે છે, તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉપદેશાદિ દેવામાં કોઈ ઊંચી વાતને..કે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાનદાન આપવાથી તે કાંઈ ખૂટે તેમ નથી. પણ ઊલટી પોતાને જ્ઞાનસ્વભાવની ભાવના ઘુંટાતા...જ્ઞાન એકદમ ખિલતું જાય છે! પોતાને જ્ઞાન ઘણું થયું હોય અને બીજાને કહેવામાં એ (કંઈ ) છુપાવતા નથી. ઊલટું...એને જ્ઞાન દેવામાં એટલે ઉપચારનું કથન-એમાં એનું જ્ઞાન ઘુંટાતા જ્ઞાન વધતું જાય છે, ઘટતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com