________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩
પ્રવચન નં. – ૧૧ આવી નહીં ગુરુના શ્રીમુખેથી!
(જુઓ!) કાનનો ઉઘાડ શબ્દને જાણે છે, અને આંખનો ઉઘાડ રૂપને જાણે છે, રૂપમાં બધું આવી ગયું-સાક્ષાત્ તીર્થકરો ય આવી ગયા કે નહીં ? એને કોણ જાણે છે? તીર્થકરના દર્શન કોણ કરે છે? (શ્રોતાઃ) આંખનો ઉઘાડ છે તે. (જુઓ ભાઈ !) આ સર્વજ્ઞ ભગવાનને કહેલી વાત ! આ વિવેક છે, આ અવિવેક નથી.
આહા..હા! આ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે ને! કે ચક્ષુગોચર તીર્થંકર પરમાત્માને તું જાણતો નથી. એ ચક્ષુનો વિષય છે! જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય (બેય) તો જ્ઞાયક એકલો રહ્યો છે ને રહેવાનો છે અનંતકાળ...!! જ્ઞાન પોતાને જાણવાનું છોડી દીએ અને પરને જાણવા જાય....એમ બનવાનું જ નથી ! અને પરને જાણે તે આત્માનું જ્ઞાન (જ) નથી !
કેમ કે તે નાશવાન છે. જેમ રાગનો અભાવ થાય છે તેમ ઇન્દ્રિયજ્ઞાનનો પણ અભાવ થાય છે માટે (તે) વિભાવ છે, સ્વભાવ નથી. અને જે વિભાવ હોય તે નીકળી જાય (તેથી) એ કાંઈ આત્માનો સ્વભાવ ન કહેવાય. આહા...હા! (આચાર્યદવ) કહે છે કે “તું મને સાંભળ' એમ (શબ્દ તને) કહેતા નથી. અને આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. હવે, નીચેની દશમી ગાથા એની સાથે વાંચવી, છેલ્લી ગાથા એની સાથે વાંચવી...આવું જાણીને પણ...” અમે તને આવું કહીએ છીએ-“આવું જાણીને પણ” લખ્યું! સાંભળીને પણ નથી લખ્યું!
આવું જાણીને પણ મૂઢ જીવ! ઉપશમને પામતો નથી! (મૂઢ જીવ) એમ બકે છે કે શબ્દને હું જાણું છું! શબ્દને હું જાણું છું! પરને હું જાણું છું!! આહા...હા! ઉપશમને પામતો નથી. વીતરાગભાવને પામતો નથી. સમ્યગ્દર્શનને પામતો નથી. તટસ્થ થતો નથી. અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાનને-સાચા જ્ઞાનને નહીં પામેલો પોતે પરને જાણવાનું મન” કરે છે!
આહાહા! આવું જાણીને પણ જાણનાર જણાય છે અને તને પર જણાતું નથી. પરને જાણનારનું જ્ઞાન પર છે ને સ્વને જાણનારું જ્ઞાન સ્વ છે. અંદરમાં બે ભાગલા છે અનાદિ અનંત !
અહા ! આવું જાણીને પણ..આવું (સ્પષ્ટ-સત્ય) અમે તને કહીએ છીએ છતાં પણ તું પાછો ફરતો નથી..કે જાણનાર જણાય છે ને પર જણાતું નથી. (કહ્યું તને છતાં) પરને જાણવું એ વ્યવહાર છે ને વ્યવહારનો નિષેધ તને આવતો નથી વ્યવહારનો? વ્યવહારનો નિષેધ કરવાનું તો અમે પહેલેથી જ કહ્યું છે વળી) “પરને જાણે છે” એ તો અસદ્દભૂત વ્યવહાર છે. શબ્દ (આદિ પરને) જાણે છે તે સદભૂત વ્યવહારે ય નથી. અસદભૂત વ્યવહાર છે એનો નિષેધ તને આવતો નથી! તો તો નિશ્ચયનો પક્ષ તને નહીં આવે, નિશ્ચયનો “પક્ષ” પણ નહીં આવે તો “પક્ષીતિક્રાંત” થઈ અનુભવ !! અનુભવ તો છે પણ પ્રગટ અનુભવ થતો નથી ! અનુભવ તો છે ચાલુ પણ અનુભવ (પર્યાયમાં વ્યક્ત) થતો નથી! અનુભવ છૂટતો જ નથી.
તું લાખ ઉપાય કર કે “હું પરને જાણું -“હું પરને જાણું” પણ ઓલો (અતીન્દ્રિય) અંશ ના પાડે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com