________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૫૨ અહા! પોતાની યોગ્યતા અને ગુરુગમ! કે: “તને જાણનાર જણાય છે” તને તારો પરમાત્મા જણાય...એવું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે-ખાતાં પીતાં, હાલતાં-ચાલતાં (સદાકાળ, સૌને) અહા! એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. ભગવાને કહ્યું (ચેતનનું)
ઉપયોગ લક્ષણ છે અને એ “ઉપયોગમાં ઉપયોગ છે” એ ઉપયોગમાં પરશેય નથી. માટે (જ્ઞાન) પરણેયને જાણતું નથી !
આહા ! અને જે અભેદ છે એને જ જાયા કરે છે અહાહા ! જાણે છે તો અભેદ થઈનેભેદ થઈને તો જાણતું નથી, પણ અભેદ થઈને જાણે છે એવો વિશ્વાસ (પ્રતીતિ) નથી, માટે ખરેખર અભેદનો અનુભવ એને થતો નથી, ભેદનો અનુભવ રહી ગયો (અજ્ઞાન ઊભું કર્યું !)
જ્ઞાન અને જ્ઞાયક છે તો અભેદ! પણ અભેદનો એને વિશ્વાસ નથી, એટલે (અભેદ હોવા છતાં) ભેદ દેખાય છે એટલે આંયા ભેદ દેખાણો એટલે ભાવેન્દ્રિયનો જન્મ થાય છે અને ભાવેન્દ્રિયનો જન્મ થાય છે એટલે (કલ્પનામાં) પર જણાય છે. અથવા પર જણાય છે ત્યારે ભાવેન્દ્રિયનો જન્મ થાય છે. અને પર જણાય છે–ભાવેન્દ્રિય થાય છે (ખંડ-ખંડ જ્ઞાન) ઉત્પન્ન, એટલે અહીંયા ભેદ પડી જાય છે. અહીં જ્યાં અભેદ થયું તો પર જણાતું નથી. (શ્રોતા:) (બહુ સરસ) બહુ સરસ !!
મૂળ રકમની વાત છે. સમજાય એવું છે હોં? ન સમજાય..એવું છે નહીં પોતાનું સ્વરૂપ છે! આ પોતાનું સ્વરૂપ છે! આત્મકથા છે, વિકથા નથી !!
અહા! શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. “જાણે છે ને પછી જાણવાનું છોડે છે એવું જ્ઞાનમાં નથી, સાંભળ જો! (“જાણવા જતો નથી)' કહ્યું છે જ્ઞાનમાં આત્મા નિરંતર જણાયા કરે છે એમ આચાર્ય ભગવાન કહે છે.
(કહે છે) તારા જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે ! એ...જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. એવો અંદરમાં (અંત:તત્ત્વમાં) ભેદય પડતો નથી પરને જાણે ! પરને જાણવા ગયું જ નથી, કોઈનું જ્ઞાન પરને જાણવા જતું જ નથી, પરને જાણે છે તે આત્માનું જ્ઞાન નથી. આત્માને અભેદ થઈને જાણે તે આત્માનું જ્ઞાન છે.
(વસ્તુની સ્થિતિ આમ હોવા) છતાં આદિકાળથી અજ્ઞાનથી (અજ્ઞાની) “હું પરને જાણું છું” એવા પક્ષમાં પડતાં, ઈ..ભાવેન્દ્રિયનો જન્મ થયો, આ ભાવેન્દ્રિયનો એક અંશ છૂટો પડ્યો, હવે...એ જ્યાં જાણનાર જણાય છે જાગી ઉઠયો! આહા! ત્યાં આ (જાણક) અંશ વધતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે ને તેમ તેમ આસવથી નિવર્તે છે. ભાવેન્દ્રિયનો પણ વિલય થઈને કેવળજ્ઞાનનો ભડકો થાય છે! અહા! આખું-અખંડ (પરિપૂર્ણ) એકજ્ઞાન પ્રગટ થાય છે, આખું અખંડ એક જ્ઞાન કેવળજ્ઞાન પૂરું પ્રગટ થઈ જાય છે. (સાધક દશામાં વર્તતું) અંશે શ્રુતજ્ઞાનને પણ સમ્યજ્ઞાન કહ્યું (છે)!
આંહી કહે છે કે તારું જ્ઞાન તારા આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું જ નથી. આ હા હા હા ! લઈ લે ને એક વાર ! કામ થઈ જશે ! કાનનો ઉઘાડ પર
વાર ! કામ થઈ જશે ! કાનનો ઉઘાડ પરને (શબ્દને) જાણે છે. ગુરુદેવ કહે છે કે શબ્દને કોણ જાણે છે? ગુરુદેવના શબ્દો ! કાનનો ઉઘાડ શબ્દને જાણે છે એમ વાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com